માલેગાંવ વિસ્ફોટકાંડ : ‘મહારાષ્ટ્ર ATSએ RSS નેતાઓને ફસાવવા દબાણ કર્યું’, NIA સ્પેશિયલ કોર્ટમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો

માલેગાંવ વિસ્ફોટકાંડ : 'મહારાષ્ટ્ર ATSએ RSS નેતાઓને ફસાવવા દબાણ કર્યું', NIA સ્પેશિયલ કોર્ટમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો
Malegaon Blast(File Photo)

માલેગાંવ બોમ્બ વિસ્ફોટના સાક્ષીએ કોર્ટને કહ્યું કે પરમબીર સિંહ અને રાવ નામના અધિકારીએ તેના પર યોગી આદિત્યનાથ અને RSSના અન્ય ચાર નેતાઓ ઈન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ, કાકાજી ને લઈને તેના પર દબાણ કર્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 29, 2021 | 11:25 AM

Malegaon Blast:મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટના એક સાક્ષીએ સ્પેશિયલ NIAમાં કોર્ટમાં (Special Court) ચોંકાવનારો દાવો કર્યો છે. કોર્ટમાં સાક્ષીએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર ATSએ તેમના પર સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સહિત RSSના 5 નેતાઓને ફસાવવા માટે દબાણ કર્યું હતું.

સાક્ષીના ચોંકાવનારા દાવાથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને(Parambir Singh)  તે સમયે ATS ના એડિશનલ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાક્ષીનું નિવેદન, ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યું હોવાથી ATS દ્વારા CRPCની કલમ 161 હેઠળ તે સમયે રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

માલેગાંવ બોમ્બ વિસ્ફોટના સાક્ષીએ કોર્ટને કહ્યું કે, પરમબીર સિંહ અને રાવ નામના અધિકારીએ તેના પર યોગી આદિત્યનાથ અને RSSના અન્ય ચાર નેતાઓ ઈન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ, કાકાજી ને લઈને તેના પર દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તે દરમિયાન તેને મુંબઈ અને પુણે ATSની ઓફિસમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી કે જો તે આમ નહીં કરે તો તેને છોડવામાં આવશે નહીં અને અન્ય આરોપીઓની જેમ જ તેણે સજા ભોગવવી પડશે.ત્યારે હાલ NIA કોર્ટમાં સાક્ષીએ પોતાનું 5 પાનાનું નિવેદન નોંધીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

માલેગાંવ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા

તમને જણાવી દઈએ કે, 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં (Malegaon Blast) એક મોટરસાઈકલમાં થયેલા વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા. તેમજ 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે આ કેસની તપાસ મહારાષ્ટ્ર ATS (Maharashtra ATS) ને સોંપવામાં આવી હતી. જોકે, ATSએ આ કેસમાં ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, સમીર કુલકર્ણી, અજય રાહિલકર, રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદીને દોષી ઠેરવ્યા હતા.

આ તમામ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત આતંકવાદની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે જ આ આરોપોમાં આરોપીને આજીવન કેદથી લઈને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવી હતી.ત્યારે હાલ સાક્ષીના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Maharashtra: મનમાડ પાસે કિસાન એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, પૂણે તરફની રેલ સેવા પ્રભાવિત

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા સત્રના આખરી દિવસે અજીત પવાર શા માટે એવું બોલ્યા, ‘અમે કૂતરા, બિલાડી અને મરઘાનું પ્રતિનિધિત્વ કરતા નથી’

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati