ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ કોરોના પોઝિટિવ,11 માર્ચે લીધો હતો વેક્સિનનો પ્રથમ ડોઝ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને તેમની પત્નીએ 11 માર્ચે મુંબઇની જેજે હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ બાદ મુખ્યમંત્રીના પત્ની કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ કોરોના પોઝિટિવ,11 માર્ચે લીધો હતો વેક્સિનનો પ્રથમ ડોઝ
ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ કોરોના પોઝિટિવ
Follow Us:
| Updated on: Mar 24, 2021 | 9:45 AM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય બાદ તેમની પત્ની રશ્મિ ઠાકરે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. મુખ્યમંત્રી અને તેમની પત્નીએ 11 માર્ચે મુંબઇની જેજે હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. કોવિડ -19 રીપોર્ટમાં તે સોમવારે સંક્રમિત મળી આવ્યા હતા. તેમને મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન “વર્ષા” ખાતે આઈસોલેશનમાં રાખામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ બે દિવસ પહેલા કહ્યું હતું કે તેઓ રીપોર્ટમાં કોરોના પોઝિટિવ નીકળ્યા છે.

બીએમસીના અધિકારીઓએ કહ્યું કે આદિત્ય ઠાકરેના સંપર્કમાં આવેલા તમામ લોકોનો રવિવારે રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમની માતા રશ્મિ ઠાકરે પોઝિટિવ મળી આવ્યા હતા. 11 માર્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે તેમની પત્ની અને તેમની માતા સાથે જેજે હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા ગયા હતા. તેમણે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. રશ્મિ ઠાકરેમાં કોરોનાના મામૂલી લક્ષણો છે. બીએમસીએ કહ્યું કે સીએમ નિવાસસ્થાન પર તૈનાત સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફનું પણ કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરંતુ તે બધા નકારાત્મક હોવાનો અહેવાલ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોનાની લહેર થંભવાનું નામ નથી લઈ રહી. મંગળવારે ફરી એકવાર રાજ્યમાં 28,500 થી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે પણ 24,000 કેસ આવ્યા હતા, ત્યારે થોડી રાહત અનુભવાઈ હતી. પરંતુ ફરી એકવાર ચિંતા વધી ગઈ છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાને કારણે 132 મોત

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મહારાષ્ટ્ર રાજ્યમાં મંગળવારે 28,699 નવા કેસ સામે આવ્યા હતા છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 2.3 લાખને વટાવી ગઈ છે. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 132 રહ્યો હતો. આ વર્ષમાં પહેલીવાર છે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં એક જ દિવસમાં આટલા લોકોનાં મોત નીપજ્યાં હોય. આ મહિનાના 23 દિવસોમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,435 ના મોત થયા છે. અગાઉ ફેબ્રુઆરીમાં 1,072 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્રમાં મુંબઇ સિવાય પુના અને નાગપુર જેવા શહેરોમાં પણ કોરોના એક ચિંતાનું કારણ બની ગયું છે. આ દરમિયાન બીએમસીએ હોળીને લઈને આદેશ આપ્યો છે કે જાહેર સ્થળોએ તહેવારની ઉજવણી કરવામાં આવશે નહીં. દરેક વ્યક્તિએ તેમના ઘરે હોળીની ઉજવણી કરવી જોઈએ. કોરોના એક તરફ ચિંતા વધારી રહ્યું છે ત્યારે નેતાઓમાં પણ કેસ વધતા જોવા મળી રહ્યા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">