AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uddhav Thackeray Birthday: પહેલીવાર રશ્મિ ઠાકરે સાથે મુલાકાત અને પછી જીવનભરનો સાથ, ખૂબ મજેદાર છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની લવ સ્ટોરી

ઉદ્ધવ ઠાકરેના રાજકીય જીવનમાં ઘણા સારા અને ખરાબ તબક્કાઓ આવ્યા તેમ છતાં સારા સમયમાં રશ્મિ ઠાકરેનું સ્મિત અટ્ટહાસ્યમાં ફેરવાયું નહીં અને ખરાબ સમયમાં વિપક્ષ વિશે તેમની જીભ લપસી નહીં.

Uddhav Thackeray Birthday: પહેલીવાર રશ્મિ ઠાકરે સાથે મુલાકાત અને પછી જીવનભરનો સાથ, ખૂબ મજેદાર છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની લવ સ્ટોરી
Uddhav Thackeray, Rashmi Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 9:23 PM
Share

જો કોઈ વ્યક્તિ સફળ થાય છે, તેમજ તેની પત્ની પણ એક સફળ વ્યક્તિત્વ છે તો સમજો કે બંને એકબીજાના પૂરક છે, એકબીજાની સફળતાની ઉજવણી કરે છે. પરંતુ એક બીજી પરિસ્થિતિ પણ છે. જ્યાં વ્યક્તિ રાજ્યનો મુખ્યમંત્રી બની ગયો છે. તેની પત્ની હંમેશા તેની સાથે ઉભા જોવા મળે છે. પરંતુ તમને તેમના વિશે કંઈપણ વાંચવા અથવા સાંભળવા મળતું નથી, કંઈપણ લખવામાં આવતું નથી.

આનો અર્થ એ છે કે પતીને સફળ બનાવવા માટે પત્નીએ પોતાનું અસ્તિત્વ સમર્પિત કર્યું છે. આવી જ એક મહિલા એટલે  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ના પત્ની રશ્મિ ઠાકરે (Rashmi  Thackeray).  બંનેની લવ સ્ટોરી પણ એટલી જ રોચક છે અને ઘણાં ઓછા લોકોને ખબર હશે કે આ લવ સ્ટોરી સાથે રાજ ઠાકરેનું પણ કનેક્શન છે.

ઉદ્ધવ અને રશ્મિ ઠાકરેની પ્રથમ મુલાકાતનું રાજ ઠાકરે કનેક્શન

જે લોકો ઠાકરે પરિવારને નજીકથી જાણે છે, તેઓ કહે છે કે રશ્મિ ઠાકરે રાજ ઠાકરેની બહેન જયવંતી ઠાકરેની મિત્ર હતી. જયવંતી ઠાકરે જ પહેલીવાર ઉદ્ધવ ઠાકરે સાથે રશ્મિ ઠાકરેનો પરિચય કરાવ્યો હતો. ત્યારે ઉદ્ધવ ઠાકરે રાજકારણમાં બહુ સક્રિય નહોતા. તે ફોટોગ્રાફી કરતા હતા. તેણે પોતાની એડ એજન્સી શરૂ કરી હતી. આ ઓળખાણ ધીરે ધીરે મિત્રતામાં ફેરવાઈ અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. 13 ડિસેમ્બર 1988ના રોજ બંનેએ એકબીજા સાથે સાત ફેરા લીધા હતા.

ઉદ્ધવ ઠાકરેના સંવેદનશીલ વ્યક્તિત્વ પાછળ છે રશ્મિ ઠાકરેનું સંયમી ચરિત્ર

ઉદ્ધવ ઠાકરેના રાજકીય જીવનમાં ઘણા સારા અને ખરાબ તબક્કાઓ આવ્યા તેમ છતાં સારા સમયમાં રશ્મિ ઠાકરેનું સ્મિત અટ્ટહાસ્યમાં ફેરવાયું નહીં અને ખરાબ સમયમાં વિપક્ષ વિશે તેમની જીભ લપસી નહીં. રશ્મિ ઠાકરે એટલા મુલાયમ મિજાજના છે કે તેઓ વિરોધી સામે ફરિયાદોથી ભરેલા ટ્વીટ(tweets)કરતા નથી અને મજબૂત એટલા છે કે પોતાના સંઘર્ષમાં ક્યારેય પીછેહટ (quit) કરતા નથી.

રશ્મિ ઠાકરેનો જન્મ ડોમ્બિવલીના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. લગ્ન પહેલા તેની અટક પાટણકર હતી. 1987માં તે એલઆઈસીમાં કોન્ટ્રેક્ટ બેઈઝ નોકરીમાં જોડાયાં. એલઆઈસીની નોકરી દરમિયાન જ તેમની ઓળખ જયવંતી ઠાકરે સાથે થઈ અને જયવંતી ઠાકરેએ તેમને ઉદ્ધવ ઠાકરે સાથે પરિચય કરાવ્યો.

ઉદ્ધવ ઠાકરેના રાજકીય મામલામાં તેઓની કેટલી અસર પડે છે તે આજે જાણી શકાયું નથી, પરંતુ તેમણે શિવસેનાના ઉતાર-ચડાવને ખૂબ નજીકથી જોયું છે. મધ્યમવર્ગીય સંસ્કૃતિમાં ઉછરેલા, સામાન્ય પરિવારની જેમ માતાપિતા સાથે જીવતા, સુખ અને દુખ જોયા છે. સસરા બાળાસાહેબ ઠાકરેનો મહિમા જોયો છે, પતિ મુખ્યમંત્રી બન્યા પછી તેનો પ્રભાવ જોયો છે.

ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસ પર તેમના વ્યક્તિત્વનું મૂલ્યાંકન

આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો જન્મદિવસ છે. મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરને જોતા તેમણે કાર્યકર્તાઓ તેમજ ઓળખનારાઓને જન્મદિવસ ન ઉજવવાની સલાહ આપી છે. અંતે એક વાત કહેવી પડશે. જોકે ઉદ્ધવ ઠાકરે કેટલા સફળ રહ્યા છે તેના વિશે વિવિધ મંતવ્યો હોય શકે છે. પરંતુ એમ કહી શકાય કે જ્યારે તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે, ત્યારે એક મહિલા તેમને અટકાવે છે અને તેમની સ્થિતિ કહે છે, તેમની સામે બૂમ પાડે છે અને તેમને મદદ કર્યા વગર પાછા ન જવાની ચેતવણી પણ આપે છે.

તે એવા મુખ્યમંત્રી છે જે તે પ્રજાનો ગુસ્સો, તેની સમસ્યાઓને સાંભળી અને સમજી શકે છે. આ તે મુખ્યમંત્રી છે જે આપત્તિ પછી રોબોટની જેમ પ્રવાસ પર આવતા નથી, જૂની શાળાના કઠોર માસ્ટરની જેમ લાકડી ચલાવતા નથી. કુટુંબના સભ્યની જેમ આંસુ લૂછે છે, દુ:ખ વહેંચે છે,  શું આ પૂરતું નથી?

આ પણ વાંચો Vaccination in Maharashtra: 1 કરોડ લોકોને મળ્યા રસીના બંને ડોઝ, યુપી અને મહારાષ્ટ્રમાં ચાલી રહી છે કાંટાંની ટક્કર, જાણો ગુજરાત કયા નંબરે?

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">