Vaccination in Maharashtra: 1 કરોડ લોકોને મળ્યા રસીના બંને ડોઝ, યુપી અને મહારાષ્ટ્રમાં ચાલી રહી છે કાંટાંની ટક્કર, જાણો ગુજરાત કયા નંબરે?
રાજ્યમાં આજે (સોમવાર, 26 જુલાઈ) સાંજના 4 વાગ્યા સુધીમાં એટલે કે એક દિવસમાં લગભગ સાડા ચાર લાખ નાગરિકોનું રસીકરણ પૂરુ થઈ ગયું છે.
મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેણે તેના 1 કરોડ રહેવાસીઓને રસી(vaccination)ના બંને ડોઝ આપી દીધા છે. આ રીતે મહારાષ્ટ્રે કોરોના સામેની લડતમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. એટલે કે 1 કરોડથી વધુ લોકોને એન્ટી-કોરોના રસીના બંને ડોઝ આપીને મહારાષ્ટ્રે (Maharashtra) તે લોકોને સંપૂર્ણ સુરક્ષા આપી છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ 1 કરોડ લોકોથી પણ વધારે લોકોને વેક્સિનના બંને ડોઝ આપીને સુરક્ષિત કરવા બદલ રાજ્યના આરોગ્ય વિભાગની પ્રશંસા કરી છે.
અત્યાર સુધી 1,00,64,308 લોકો લઈ ચુક્યા છે બંને ડોઝ
રાજ્યમાં આજે (સોમવાર, 26 જુલાઈ) સાંજના 4 વાગ્યા સુધીમાં એટલે કે એક દિવસમાં લગભગ સાડા ચાર લાખ નાગરિકોનું રસીકરણ પૂરુ થઈ ગયું છે. એટલે કે સાંજે 4 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં બંને ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા 1,00,64,308 પર પહોંચી ગઈ છે.
અત્યાર સુધી 3,16,09,227 નાગરિકોને મળી ચુક્યો છે એક ડોઝ
વેક્સિનેશનના નવા નવા રેકોર્ડ મહારાષ્ટ્રના નામે નોંધાઈ રહ્યા છે, ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 3,16,09,227 નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. આજ રીતે શરૂ થયેલ વેક્સિનેશન અંતર્ગત બંને ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા 1 કરોડના આંકડાંને વટાવી ગઈ છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસ પાસેથી આ માહિતી મળી હતી.
સોમવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 3,75,974 લોકોનું કરવામાં આવ્યું રસીકરણ
રાજ્યમાં આજે (સોમવાર, 26 જુલાઈ) લગભગ 4,100 રસીકરણ કેન્દ્રો કાર્યરત છે. તેમાં 3, 75,974 લોકોનું રસીકરણ સાંજ 4 વાગ્યા સુધી પૂર્ણ થયું હતું. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસના જણાવ્યા મુજબ મોડી સાંજ સુધીમાં આ સંખ્યામાં વધારો થશે.
વેક્સિનેશનમાં ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે કાંટાંની ટક્કર, ગુજરાત છે ત્રીજા ક્રમે
ફક્ત એક ડોઝની વાત કરીએ તો ઉત્તરપ્રદેશ રેકોર્ડમાં આગળ છે. ઉત્તર પ્રદેશમાં, 4.5 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. શનિવારે (24 જુલાઈ) ઉત્તરપ્રદેશે એક દિવસમાં 10 લાખ 6 હજારથી વધુ લોકોને રસી આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.
એટલે કે જો આપણે મહારાષ્ટ્રમાં આજે સાંજે રસીકરણ કેન્દ્ર બંધ થવા સુધીના સમયનો અંદાજ લગાવીને 4.5 કરોડના આંકડાં સાથે સરખામણી કરીએ તો આ આંકડો સાડા ત્રણ કરોડ સુધી પહોંચી જશે. એટલે કે આ અર્થમાં મહારાષ્ટ્ર બીજા નંબર પર આવશે. આ સાથે જ એ પણ જણાવી દઈએ કે ગુજરાત ત્રીજા નંબર પર છે.
આ પણ વાંચો : Raj Kundra Case: રાજકુન્દ્રાના કાળા નાણાનું સત્ય ED લાવશે બહાર, PNB બેન્કમાં છુપાયું છે રહસ્ય