જાણો મહારાષ્ટ્રમાં હથિયારોથી ભરેલી બસ લઈને ફરનારા 2 ‘આતંકીવાદીઓ’ને જ્યારે પોલીસે પક્ડયા ત્યારે શું થયો મોટો ખૂલાસો?
મહારાષ્ટ્રના પાલઘરમાં એ વખતે હડકંપ મચી ગયો જ્યારે સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં આતંકીઓ ફરી રહ્યાં છે તેવી ખબર પોલીસ વિભાગને આપવામાં આવી. આ ખબર બાદ પોલીસ વિભાગે સાત પોલીસ સ્ટેશનની ટીમો તાબડતોડ તૈયાર કરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જે એક ફિલ્મના સેટ પર જઈને પુરું થયું. Web Stories View more એલચી પર્સમાં રાખવાથી શુ […]
મહારાષ્ટ્રના પાલઘરમાં એ વખતે હડકંપ મચી ગયો જ્યારે સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં આતંકીઓ ફરી રહ્યાં છે તેવી ખબર પોલીસ વિભાગને આપવામાં આવી. આ ખબર બાદ પોલીસ વિભાગે સાત પોલીસ સ્ટેશનની ટીમો તાબડતોડ તૈયાર કરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જે એક ફિલ્મના સેટ પર જઈને પુરું થયું.
હકીકતમાં મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જેના બે જૂનિયર કલાકારો આતંકવાદીઓના ડ્રેસમાં હતા. આ બંનેને જોઈને લોકોએ પોલીસને જાણ કરી કે શહેરમાં આતંકીઓ ઘૂસ્યાં છે.
After an hour-long search operation, #Mumbai police arrested 2 men suspected to be terrorists, but later turned out to be extras on the sets of Hrithik Roshan and Tiger Shroff's upcoming action film. #TV9News pic.twitter.com/o74uib9PQQ
— Tv9 Gujarati (@tv9gujarati) May 29, 2019
આ પણ વાંચો: આ કારણે ડૉ પાયલે આત્મહત્યાને જીવવા કરતા વધારે પસંદ કરી, જુઓ વીડિયો
આ બંને કલાકારો આતંકવાદીઓના વેશમાં હતા અને પોતાનો વેશ બદલ્યા જ વગર જ સીગારેટ લેવા ચાલ્યા ગયા હતા. પંચવટી નાકા વિસ્તારમાં તેઓ જ્યારે દૂકાન પર સિગારેટ લઈ રહ્યાં હતા ત્યારે તેમને એટીએમના એક ગાર્ડે જોઈ લીધા. આ બંને કલાકારો જે આતંકવાદીઓના વેશમાં હતા તેના સાથીઓ વેનમાં તેમની રાહ જોઈ રહ્યાં હતા.
આ બાદ તરત ગાર્ડે પોતાના ભાઈને ફોન કર્યો જે પોલીસ અધિકારી છે. બાદમાં તે પોલીસ અધિકારીના લીધે કંટ્રોલ રુમ સુધી આ ખબર ફેલાઈ ગયી અને આ તથાકથિત આતંકવાદીઓને શોધવા માટે મહારાષ્ટ્ર પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા. અંતે સર્ચ ઓપરેશન ફિલ્મના સેટ પર જઈને અટક્યું જ્યાં ખબર પડી કે આ તો આર્ટિસ્ટ છે કોઈ આતંકવાદી નથી. આમ એક કલાક સુધી મહારાષ્ટ્ર પોલીસનો જીવ અધ્ધર થઈ ગયો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]