મુંબઈગરાઓ માટે ખુશખબર : હવે લોકલ ટ્રેનમાં UTS મોબાઈલ એપ દ્વારા પણ કરી શકશો બુકિંગ

UTS એપને રાજ્ય સરકારની યુનિવર્સલ પાસ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. જેનાથી મુસાફરોને ઘણી રાહત થશે અને રેલવે ટિકિટ કાઉન્ટર પરની કતારો પણ ઓછી થશે.

મુંબઈગરાઓ માટે ખુશખબર : હવે લોકલ ટ્રેનમાં UTS મોબાઈલ એપ દ્વારા પણ કરી શકશો બુકિંગ
Mumbai Local Train (File Photo)

Mumbai Local Train : મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ રેલવેની મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો, જેમણે કોવિડ વિરોધી રસીના બંને ડોઝ મેળવ્યા છે, તેઓ હવે રેલવેની અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (Unreserved Ticketing System ) એપ દ્વારા પણ સિંગલ ટિકિટ અને મંથલી પાસ મેળવી શકશો.

એક રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, UTS એપને રાજ્ય સરકારની યુનિવર્સલ પાસ સિસ્ટમ(Universal Pass System)  સાથે જોડવામાં આવી છે. મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું કે, યુટીએસ એપ અને યુનિવર્સલ પાસ સિસ્ટમના ઉમેરા સાથે મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના તેમની ટિકિટ બુક કરી શકશે.

બંને સિસ્ટમને જોડવાથી મુસાફરોને ફાયદો થશે

અધિકારી લાહોટી કહ્યુ કે, “જે વ્યક્તિઓએ રસીના બંને ડોઝ (Vaccine Dose) લીધા છે અને છેલ્લો ડોઝ આપ્યાના 14 દિવસ પૂરા કર્યા છે, તેઓએ રાજ્ય સરકારનો સાર્વત્રિક પાસ મેળવવો પડશે જે રસીકરણની સ્થિતિની ચકાસણી બાદ આપવામાં આવશે.” વધુમાં અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું કે બંને સિસ્ટમને જોડવાથી મુસાફરોને મોટી રાહત થશે અને રેલવે ટિકિટ કાઉન્ટર પરની કતારોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

મંથલી પાસ જરૂરી નહિ,મુસાફરોને મોટી રાહત

અગાઉ રસીકરણ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે માસિક પાસ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપી હતી. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જે બાદ સરકારે મુસાફરી માટે ફરજિયાત માસિક પાસ (Monthly Pass)  રદ્દ કર્યો હતો.જેનાથી મુસાફરોને રાહત મળી હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકોએ એક દિવસની મુસાફરી માટે પણ મંથલી પાસ કઢાવવો પડતો હતો.જ્યારે હવે,મુસાફરોને કોરોના કાળ પહેલાની જેમ ટિકિટ સાથે મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Maharashtra : મુસ્લિમ આરક્ષણ માટે AIMIM આક્રમક મૂડમાં, ઓવૈસીએ શિવસેના પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો: MSRTC Strike: રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓને મહારાષ્ટ્ર સરકારની મોટી ઓફર, બુધવારે હડતાળ સમાપ્ત થવાની શક્યતા!

Click on your DTH Provider to Add TV9 Gujarati