સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાને ડી કંપનીનો ડર, જેલમાં માંગી સુરક્ષા

મુંબઈમાં સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના આરોપી સાગર પાલ અને વિકી ગુપ્તાને હવે જેલની અંદર દાઉદ ઈબ્રાહિમ ગેંગના માણસોથી તેમના જીવનું જોખમ છે. વિક્કીના ભાઈએ આ અંગે ગૃહ મંત્રાલય, ડીજીપી, બિહાર સરકાર અને જેલ અધિક્ષકને પત્ર લખીને ફરિયાદ કરી રક્ષણ માંગ્યું છે.

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાને ડી કંપનીનો ડર, જેલમાં માંગી સુરક્ષા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2024 | 6:20 PM

મુંબઈના બાંદ્રામાં આવેલા ફિલ્મ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા આરોપીઓને હવે ડી કંપનીથી ડર લાગ્યો છે. ફાયરિંગના આરોપીઓએ દાવો કર્યો છે કે, અન્ય કેસમાં જેલમાં કેદ રહેલા દાઉદ ગેંગના માણસો તેમની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા છે. ફાયરિંગના આરોપીઓનું કહેવું છે કે, જેલમાં બંધ દાઉદ ગેંગના માણસો સલમાન ખાનના ઘરે ફાયરિંગથી ખૂબ જ નારાજ છે. જેના કારણે તેમનો જીવ જોખમમાં છે.

મળતી માહિતી મુજબ, ફિલ્મ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવા બદલ લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસો વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓ હાલ જેલમાં છે. થોડા દિવસ પહેલા જ વિકીનો ભાઈ સાહેબ શાહ ગુપ્તા જેલમાં વિકી ગુપ્તાને મળવા ગયો હતો. જેલની અંદર મુલાકાત દરમિયાન વિક્કીએ તેની સાથે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે તેના ભાઈને કહ્યું હતું કે, તેને જેલની અંદર મારી નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે અને તેનો જીવ જોખમમાં છે.

સલમાનના ઘર પર ફાયરિંગથી ગુસ્સે

આરોપી વિકીના ભાઈ, સાહેબ શાહ ગુપ્તાએ સમગ્ર મામલાની ફરિયાદ DGP મહારાષ્ટ્ર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલય, જેલ અધિક્ષક અને બિહાર સરકારને પત્ર લખ્યો છે. તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમ ગેંગ સાથે સંકળાયેલા માણસો પણ આ જ જેલમાં બંધ છે. તે સાગર પાલ અને વિકી ગુપ્તાની હત્યાનું કાવતરું ઘડી રહ્યો છે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

પત્રમાં શું લખ્યું છે?

પત્રમાં સલમાન ખાન પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, સલમાન ખાને પોતાના ફિલ્મ સુપરસ્ટાર તરીકેના પ્રભાવનો ઉપયોગ કરીને તપાસ કરનાર અધિકારી પાસે યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના ચાર્જશીટ દાખલ કરાવી છે. ચાર્જશીટમાં કેટલાક વધારાની કલમો પણ ઉમેરવામાં આવી છે. આરોપી અનુજ થાપનની હત્યાની જાણકારી મીડિયા થકી મળી હતી જે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં થઈ હતી. આ આરોપો બાદ વિકી ગુપ્તા અને સાગર પાલને પણ પત્રમાં સારા લોકો ગણાવ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, બંનેના પરિવાર તેમના પર નિર્ભર છે. તેમને જેલની અંદર પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે.

g clip-path="url(#clip0_868_265)">