શિવસેનાનો મોટો નિર્ણય, ઉત્તર પ્રદેશ વિધાનસભાની તમામ બેઠકો પર યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડશે !
શિવસેનાએ (Shiv sena) મહારાષ્ટ્ર રાજ્ય કારોબારીની બેઠકમાં ભાજપ પર આરોપ લગાવ્યો કે, યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
Maharashtra: વર્ષે 2022માં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ પક્ષોએ આ માટે તૈયારીઓ શરૂ કરી છે. આ પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (UttarPradesh) સૌથી મહત્વનું છે. ત્યારે આ વખતે શિવસેના પણ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પ્રવેશવા માટે તૈયાર છે. શિવસેના ઉત્તર પ્રદેશની તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે શિવસેનાની રાજ્ય કારોબારી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ (Yogi Aditynath) અને ભાજપના નેતૃત્વ સામે શિવસેના પોતાના ઉમેદવારો ઉતારી રહી છે એટલું જ નહીં, તે ભાજપ પર પણ ખૂબ આક્રમક જોવા મળી રહી છે.
ભાજપ સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ : શિવસેના
રાજ્ય કારોબારીની બેઠકમાં શિવસેનાએ(Shiv Sena) ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ઉપરાંત રાજ્યમાં મહિલાઓ વધુને વધુ અસુરક્ષિત બની છે.
ઉત્તર પ્રદેશમાં આરોગ્ય અને શિક્ષણની અપુરતી સુવિધા, મોંઘવારીથી જનતા પરેશાન : શિવસેના
ઉત્તર પ્રદેશના દારુલશાફામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના શિવસેના પ્રમુખ અનિલ સિંહે (Anil Singh) કહ્યું હતુ કે, ‘ઉત્તર પ્રદેશની યોગી સરકાર બ્રાહ્મણોને યોગ્ય રીતે ન્યાય નથી આપી રહી. ઉપરાંત શિવસેનાએ આક્ષેપ કર્યો હતો કે યુપીમાં આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણ વ્યવસ્થાની હાલત ભાજપના શાસનમાં ભાંગી પડી છે. લોકો બેરોજગારી (Unemployment)અને મોંઘવારીથી ત્રસ્ત છે.
આગામી વર્ષમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી
ઉતરપ્રદેશ, ઉતરાખંડ,ગોવા,મણિપુર અને પંજાબ આ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે ધર્મેન્દ્ર પ્રધાનને (Dharmendra Pradhan) ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. ભાજપનું નેતૃત્વ કઈ રણનીતિ સાથે બહાર આવે છે તે જોવાનું રહ્યું. કારણ કે યુપીની ચૂંટણીને 2024 ની લોકસભા ચૂંટણીનું મીટર માનવામાં આવી રહ્યું છે.