શું મહારાષ્ટ્રના રાજ્યપાલ ફરી ઉતરાખંડની રાજનીતિમાં સક્રિય થશે? પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે યાદ અપાવ્યો નિયમ
ભગતસિંહ કોશ્યારી તેમના એક નિવેદનથી ચર્ચામાં છે. ચર્ચા એ છે કે તે ફરી એક વખત મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ છોડીને ઉત્તરાખંડના રાજકારણમાં સક્રિય થઈ શકે છે. આ અંગે મહારાષ્ટ્રના ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil, BJP) પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
દેશના કેટલાક રાજ્યોના રાજ્યપાલ બદલવાની ઘટનાઓ સામે આવી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને (Bhagat Singh Koshyari) લઈને રાજકીય વર્તુળોમાં કેટલીક ચર્ચાઓ શરૂ થઈ છે.
સૌથી મહત્વની ચર્ચા એ છે કે તે ફરી એકવાર મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ છોડીને ઉત્તરાખંડના રાજકારણમાં સક્રિય બની શકે છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil, BJP) પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે ‘ભગતસિંહ કોશ્યારી પર નિવેદન આપુ એટલો હું મોટો વ્યક્તિ નથી. હું એક નાનો કાર્યકર્તા છું. ભગતસિંહ કોશ્યારી ફરી ઉત્તરાખંડના રાજકારણમાં સક્રિય થશે કે નહીં, મને ખબર નથી. પરંતુ ભાજપમાં 75 વર્ષ પછી કોઈ નેતા ચૂંટણી રાજકારણમાં સક્રિય થતાં નથી. આ અમારી પાર્ટીમાં એક અલેખિત નિયમ છે.
કોશ્યારીના ઉત્તરાખંડ પાછા ફરવા અંગેની ચર્ચાનો રાઝ! મજાક-મજાકમાં કહી આ વાત
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મજાકમાં ઉત્તરાખંડ પરત ફરવાની હાર્દિક ઈચ્છા વ્યક્ત કરી છે. થોડા દિવસો પહેલા તેઓ સાંગલીમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે જળ સંસાધન મંત્રી તરફ ઈશારો કરતા આ વાત કહી હતી.
બેબી રાની મૌર્યએ ઉત્તરાખંડના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 10 સપ્ટેમ્બરના રોજ અનેક રાજ્યોના રાજ્યપાલો બદલ્યા હતા. ઉત્તરાખંડનો કાર્યભાર સેવાનિવૃત લેફટર્નન્ટ જનરલ ગુરમીત સિંહને સોંપવામાં આવ્યો હતો. કેન્દ્રમાં આ ફેરબદલ વચ્ચે રાજ્યપાલે જયંત પાટીલ તરફ ઈશારો કરીને એક મોટી વાત કહી.
તેમના નિવેદનને કારણે આ ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં અગાઉ દુષ્કાળ સમગ્ર દેશ માટે ચિંતાનું કારણ હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રમાં વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. આ બાબતોની આડમાં તેમણે કહ્યું કે જો જયંત પાટીલને લાગી રહ્યું છે તો હું જલદીથી અહીંથી ચાલ્યો જઈશ.
રાજ્યપાલ કોશ્યારીએ શું કહ્યું? શું હૃદયની લાગણીઓ જીભ સુધી આવીને અટકી ગઈ?
આ કાર્યક્રમમાં રાજ્યપાલે કહ્યું “ક્યારેક મને લાગે છે કે ભગતસિંહ, જ્યારથી તુ અહીં આવ્યો ત્યારથી અહીં દુષ્કાળ તો પડ્યો નથી. પરંતુ ત્યાં પર્વતમાં વરસાદ પડતો હતો, અહીં પણ તે વરસાદ શરૂ થયો. અતિસૃષ્ટિ થવા લાગી. હવે આ માટે શું કરવું? જો આ જયંત (જયંત પાટીલ, જળ સંસાધન મંત્રી) ઈચ્છશે, તો હું જલ્દી જલ્દી છોડીને જતો રહીશ.
આ પણ વાંચો : Mumbai: સાકીનાકા બળાત્કાર કેસની તપાસ માટે SITની રચના, ACP જ્યોત્સના રાસમના નેતૃત્વ હેઠળ થશે તપાસ