AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું દિલ્હીની નિર્ભયાની યાદ અપાવે છે મુંબઈની સાકીનાકા બળાત્કારની ઘટના? ક્યા પહોંચી તપાસ? મુંબઈ પોલીસ કમિશ્નરે જણાવી વિગત

આરોપી મોહન ચૌહાણ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી છે. પોલીસ કમિશ્નર હેમંત નાગરાલેએ સ્પષ્ટ કર્યું કે આ ઘટનાને એક જ વ્યક્તિ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીને 21 સપ્ટેમ્બર સુધી 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પીડિતા સતત બેભાન અવસ્થામાં રહી હતી, તેથી મૃત્યુ પહેલા તેનું નિવેદન નોંધવામાં આવી શકાયું ન હતું.

શું દિલ્હીની નિર્ભયાની યાદ અપાવે છે મુંબઈની સાકીનાકા બળાત્કારની ઘટના? ક્યા પહોંચી તપાસ? મુંબઈ પોલીસ કમિશ્નરે જણાવી વિગત
મુંબઈ પોલીસ કમિશ્નર હેમંત નાગરાલે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 10:15 PM
Share

દિલ્હીના ‘નિર્ભયા’ની યાદ અપાવતી મુંબઈના સાકીનાકામાં બળાત્કારની (Mumbai Sakinaka Rape) ઘટના બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ 34 વર્ષની પીડિતાનું મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં (Rajawadi Hospital) સારવાર દરમિયાન મોત થયું હતું.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ (Dilip Walse Patil) અને મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે (Hemant Nagrale, Mumbai CP) સાથે વાત કરી સંપૂર્ણ માહિતી મેળવી અને કેસની તપાસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા જણાવ્યું હતું. આ ઘટનાની તપાસ માટે એસપી જ્યોત્સના રાસમના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે.

રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી એકનાથ શિંદે પીડિતાની માતા અને પુત્રીઓને મળ્યા હતા. એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે પીડિતાની બે દીકરીઓના આગળના પાલન – પોષણ અને શિક્ષણનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આરોપી  જૌનપુરના રહેવાસી, તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

હેમંત નાગરાલેએ આ અંગે આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે આરોપીની ઘટનાના દિવસે એટલે કે ગઈકાલે (10 સપ્ટેમ્બર) ધરપકડ કરવામાં આવી હતી અને આજે (11 સપ્ટેમ્બર) તેને બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીને 21 સપ્ટેમ્બર સુધી 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આરોપી મોહન ચૌહાણ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી છે. પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ સ્પષ્ટ કર્યું કે આ ઘટના એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી.

તેણે એમ પણ કહ્યું કે પીડિતા ગઈકાલથી આજ સુધી સતત બેભાન અવસ્થામાં રહી છે, આ કારણથી તેનું નિવેદન નોંધી શકાયું નથી. દરમિયાન, ટેમ્પોના માલિકની શોધ ચાલુ છે, જેમાં બળાત્કારની ઘટના બની હતી. ફોરેન્સિક ટીમ દ્વારા ટેમ્પોની તપાસ કરવામાં આવી રહી છે.

શું છે સમગ્ર મામલો? મુંબઈ પોલીસ કમિશ્નર હેમંત નાગરાલેએ શું કહ્યું?

આખી ઘટના કંઈક આ પ્રકારની છે. 9-10 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ બપોરે 2.45 વાગ્યે સાકીનાકાના ખૈરાણી રોડ પાસે મોહન ચૌહાણ નામના આરોપી દ્વારા 34 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કાર બાદ તેણે નિર્દયતાથી મહિલાને લોખંડના સળિયાથી ફટકારી અને મહિલાના ગુપ્તાંગમાં સળીયો નાખી દીધો હતો.

3થી 3.15 વાગ્યાની આસપાસ ત્યાંની એક કંપનીના ચોકીદારે પોલીસને જાણ કરી. પોલીસ ત્યાં પહોંચી અને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી. બીજા દિવસે બપોરે 12 વાગ્યે વધુ પડતા રક્તસ્રાવને કારણે સારવાર દરમિયાન પીડિતાનું મૃત્યુ થયું.

પત્રકારો સાથે વાતચીત કરતા મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે “ગણેશોત્સવ જેવા મહારાષ્ટ્રના મહત્વના ધાર્મિક તહેવાર દરમિયાન ગઈકાલે એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી હતી. 9થી 10 સપ્ટેમ્બરની મધ્યરાત્રિના લગભગ 3.20 વાગ્યાનો સમય હતો.

સાકીનાકામાં ખૈરાણી રોડ પાસે કાર્ડબોર્ડ બનાવતી કંપનીના ચોકીદારે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને જાણ કરી હતી કે એક પુરુષ એક મહિલાને લોખંડના સળિયાથી મારતો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ અને 10 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

લોહીથી લથપથ મહિલાને પોલીસે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરી 

પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું કે ‘એક ટેમ્પો (માલવાહક વાહન) સ્થળ પર ઉભો હતો. ટેમ્પોની અંદર એક મહિલા અત્યંત ખરાબ હાલતમાં મળી આવી હતી. મહિલાની હાલત જોઈને તેને અહીં -ત્યાં ખસેડ્યા વગર પોલીસે ચોકીદાર પાસેથી ટેમ્પોની ચાવી લીધી અને પોલીસ ટીમના એક સભ્યએ તે ટેમ્પોને હંકાર્યો હતો, આમ પોલીસની ટીમે મહિલાને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરાવી. ત્યાંના તબીબોએ તરત જ પીડિતાની સારવાર શરૂ કરી.

ચોકીદારની ફરિયાદના આધારે નોંધાયો કેસ

પત્રકારોને વધુમાં પોલીસ કમિશનરે કહ્યું કે ‘ચોકીદારની ફરિયાદના આધારે સાકીનાકા પોલીસે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. સાકીનાકા પોલીસ સ્ટેશનની પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે સાથે મળીને તપાસ ચાલુ કરી, ત્યારે તેમને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મળ્યા.

આ જ ફૂટેજના આધારે મોહન ચૌહાણ નામના આરોપીની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી યુપીના જૌનપુરનો રહેવાસી છે. આરોપીઓના કપડા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીના કપડા પર લોહીના ડાઘ જોવા મળ્યા છે. વધારે તપાસ દ્વારા એ જાણી શકાશે કે આ લોહીના ડાઘ પીડિતાના છે કે નહીં?

આરોપીને 21 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયો

હેમંત નાગરાલેએ વધુમાં જણાવ્યું કે ‘આરોપી મોહનને 21 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. એસપી જ્યોત્સના રાસમ નામની અનુભવી મહિલા અધિકારી આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. તેમના નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જે આગામી એક મહિનામાં આ સમગ્ર મામલાની તપાસ પૂર્ણ કરશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે આ કેસની તપાસ ફાસ્ટ ટ્રેકમાં કરવામાં આવશે.

હત્યાનો કેસ નોંધાયો છે, કમનસીબે પીડિતાનું નિવેદન નોંધી શકાયુ નથી

પોલીસ કમિશનરે જણાવ્યું કે ‘કમનસીબે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. તેથી જ હવે અમે IPCની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધ્યો છે. અગાઉ આ કેસમાં એકથી વધુ આરોપીઓ હોવાની ગેરસમજ હતી. આને ધ્યાનમાં રાખીને અમે કલમ 34 હેઠળ કેસ નોંધાવ્યો છે. પરંતુ હવે માત્ર એક જ આરોપી હોવાની બાબત સ્પષ્ટ થતી જણાય છે.

તેમણે આગળ કહ્યું ‘આ સંદર્ભે પીડિતાનું નિવેદન નોંધી શકાયું નથી. આનું કારણ એ છે કે પીડિતા બેભાન અવસ્થામાં હતી. તેથી, તે સમયે બીજું શું થયું, તે કેમ થયું તે અંગે જાણી શકાયુ નથી. પરંતુ જેમ જેમ તપાસ આગળ વધશે તેમ અમને વધુ માહિતી મળશે. આ તપાસ પૂર્ણ કર્યા બાદ ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો :  ભારતીય રેલ્વે ટ્રેનના કોચ લીઝ પર આપીને રેલ્વે ટુરીઝમને આપશે પ્રોત્સાહન, ખાનગી કંપનીઓ કરશે સંચાલન અને સરકારને મળશે કમિશન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">