AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navneet Rana vs Shiv sena : સાંસદ નવનીત રાણાના ઘરની બહાર શીવસૈનિકો એકઠા થયા, હનુમાન ચાલીસાના પાઠને લઈને ચાલી રહ્યો છે વિવાદ

Rana vs Thackeray Matoshree Politics : નવનીત રાણાના ( MP Navneet Rana) પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે, બંનેએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો (Hanuman Chalisa) પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળવા છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ પર અડગ છે.

Navneet Rana vs Shiv sena : સાંસદ નવનીત રાણાના ઘરની બહાર શીવસૈનિકો એકઠા થયા, હનુમાન ચાલીસાના પાઠને લઈને ચાલી રહ્યો છે વિવાદ
Navneet Rana vs Shiv sena
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 9:53 AM
Share

હનુમાન ચાલીસાના પાઠને લઈને મુંબઈમાં (Mumbai) વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણાએ ( MP Navneet Rana) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની ઘોષણા કરી હતી, જે બાદ સ્થિતિ વધુ બગડતી જોવા મળી રહી છે. નવનીત રાણાએ સવારે નવ વાગ્યાનો સમય આપ્યો હતો અને તે પહેલા જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘરની બહાર પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. . ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણાના ઘરની બહાર આ હંગામો થઈ રહ્યો છે. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે, બંનેએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળવા છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ પર અડગ છે.

મુંબઈ પોલીસે રાણા દંપતિને પાઠવી નોટીસ

આ મામલે મુંબઈ પોલીસે તેમને નોટિસ પણ પાઠવી છે. નોટિસમાં પોલીસે તેમને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. નોટિસમાં તેcને કહેવામાં આવ્યું છે કે જો તેઓ બહાર નિકળે છે અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત સમસ્યા ઊભી થાય છે તો તેમને જવાબદાર ગણવામાં આવશે. પરંતુ રાણા દંપતી માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જીદ પર અડગ છે. રાણા દંપતીના નિર્ણય બાદ સીએમના બંગલા માતોશ્રીની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

પોલીસનો કડક બંદોબસ્ત

એક તરફ ખારમાં પોલીસ સુરક્ષા કડક કરવામાં આવી છે. આ સાથે જ માતોશ્રી પણ છાવણીના સ્વરૂપમાં ફેરવાયું છે. મોટા પાયે બેરિકેડીંગ કરવામાં આવ્યું છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક પગલા લીધા છે.

મોહીતકંબોજની ગાડી ઉપર હુમલો

આ દરમિયાન શિવસૈનિકોએ ભાજપના નેતા મોહિત કંબોજના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલો બાંદ્રાના કલાનગર સિગ્નલ પર માતોશ્રી પાસે રાત્રે 9.15 થી 9.30 વચ્ચે થયો હતો. હુમલા બાદ શિવસેનાના સાંસદ વિનાયક રાઉત અને વરુણ સરદેસાઈએ અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું કે મોહિત કંબોજ તેમની કારમાંથી કેમ નીચે ઉતર્યા?  માતોશ્રી અને કલાનગરની રેકી કરવાની હોવાથી તેઓ નીચે ઉતર્યા. તેઓ ત્યાં ફોટા પાડી રહ્યા હતા. જ્યારે શિવસૈનિકો તેમની પાસે પહોંચ્યા તો તેઓ કારમાં નાસી ગયા. વિનાયક રાઉતે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમની કારમાં હથિયારો હતા અને હોકી સ્ટિક રાખવામાં આવી હતી.

મોહિત કંબોજે ટ્વિટ કરીને શિવસેનાના કાર્યકરોને આપ્યો વળતો જવાબ

આ મુદ્દે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે TV9ને જણાવ્યું હતું કે શિવસેનાના નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ કેવી રીતે હથિયાર અને હથિયારોની વાત કરીને તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોહિત કંબોજની કાર પર શિવસૈનિકો દ્વારા કરાયેલા હુમલા બાદ કંબોજના ઘરે બીજેપી નેતાઓની મહત્વની બેઠક મળી હતી.

આ પણ વાંચો :  લાઉડ સ્પીકરનો વિવાદ પહોંચ્યો ‘માતોશ્રી’ સુધી, ઘર બહાર જમા થયેલા શિવસૈનિકોને CM ઉદ્ધવ ઠાકરેએ કરી આ અપીલ

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
g clip-path="url(#clip0_868_265)">