AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાઉડ સ્પીકરનો વિવાદ પહોંચ્યો ‘માતોશ્રી’ સુધી, ઘર બહાર જમા થયેલા શિવસૈનિકોને CM ઉદ્ધવ ઠાકરેએ કરી આ અપીલ

સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નિવાસસ્થાન 'માતોશ્રી'ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જીદ પકડી છે. તેઓ 23 એપ્રિલ શનિવારના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના માતોશ્રી નિવાસની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરશે.

લાઉડ સ્પીકરનો વિવાદ પહોંચ્યો 'માતોશ્રી' સુધી, ઘર બહાર જમા થયેલા શિવસૈનિકોને CM ઉદ્ધવ ઠાકરેએ કરી આ અપીલ
CM Uddhav Thackeray Image Credit source: Tv9 Network
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 9:56 AM
Share

સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને ધારાસભ્ય રવિ રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ (Hanuman Chalisa outside matoshree) કરવાની જીદ પકડી છે. પહેલા તો શિવસૈનિકોએ કહ્યું કે તેઓ અમરાવતીથી મુંબઈ પહોંચી શકશે નહીં. પરંતુ રાણા દંપતી શુક્રવારે મુંબઈ પહોંચવામાં સફળ રહ્યું હતું. તેમણે તેમના ખારના નિવાસસ્થાનની બહાર પત્રકાર પરિષદને સંબોધી હતી. રાણા દંપતીએ કહ્યું કે તેઓ 23 એપ્રિલ શનિવારના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના માતોશ્રી નિવાસની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. તેમનું કહેવું છે કે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વની યાદ અપાવવા માંગે છે. તેમનું કહેવું છે કે ખુદ ઉદ્ધવ ઠાકરે પણ તેમને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા પાઠ કરતા રોકી શકશે નહીં.

રાણા દંપતીના આ નિર્ણય બાદ શિવસૈનિકો આક્રમક બન્યા છે. તેઓ કહે છે કે જો રાણા દંપતી માતોશ્રી પહોંચે છે તો શિવસૈનિક પણ તેમને મહાપ્રસાદ આપીને મોકલવા તૈયાર છે. એટલે કે સંઘર્ષ નક્કી જ છે. માતોશ્રીની બહાર સેંકડો શિવસૈનિકો એકઠા થયા છે. આ દરમિયાન સાંજે 5 વાગ્યે ઉદ્ધવ ઠાકરે વર્ષા બંગલાથી માતોશ્રી જવા રવાના થયા હતા. માતોશ્રી પહોંચીને તેમણે ત્યાં એકઠા થયેલા સમર્થકોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. સાંજે 7 વાગ્યે માતોશ્રી ખાતે શિવસેનાના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ પછી ઉદ્ધવ ઠાકરે ફરી એક વાર બંગલામાંથી બહાર આવ્યા અને શિવસૈનિકોનું અભિવાદન કરતાં તેમણે કહ્યું કે તેઓ પોતપોતાના ઘરે જાય. તેમણે કહ્યું, તમે સવારથી અહીં આવ્યા છો. હવે તમે બધા પોત – પોતાના ઘરે જાવ. કોઈ અહીં આવવાની હિંમત કરશે નહીં. પરંતુ અહીં આવેલા ઘણા મહિલા શિવસૈનિકોએ કહ્યું કે તેઓ રાતે પણ માતોશ્રીની બહાર રોકાવાના છે.

ધમકી આપો કે પગલાં લો, માતોશ્રી પર જઈને જ રહેશે – રાણા દંપતી

અહીં મુંબઈ પોલીસે રાણા દંપતીને કલમ 149 હેઠળ પ્રતિબંધિત નોટિસ મોકલી છે. નોટિસમાં પોલીસે તેમને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. નોટિસમાં તેમને કહેવામાં આવ્યું છે કે જો તેઓ બહાર નિકળે છે અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત સમસ્યા ઊભી થાય છે તો તેમને જવાબદાર ગણવામાં આવશે. પરંતુ રાણા દંપતી માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જીદ પર અડગ છે.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવનીત રાણેને Y શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. રાણા દંપતીના સંગઠન યુવા સ્વાભિમાની પાર્ટીના 500 થી 700 કાર્યકરો અમરાવતીથી મુંબઈ આવ્યા છે. કેટલાક આજે રાત્રે વિદર્ભ એક્સપ્રેસ દ્વારા મુંબઈ તરફ આવી રહ્યા છે. એટલે કે મુંબઈમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળવાનો છે.

આ પણ વાંચો : શિવસેનાના કાર્યક્રમમાં જ વિજચોરી! ઉર્જામંત્રી પર ઉઠ્યા સવાલો, શું નીતિન રાઉત ગુનેગારો સામે પગલાં લેશે?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">