ઉદ્ધવ ઠાકરેએ AIMIMના ગઠબંધનના પ્રસ્તાવને ફગાવ્યો, શિવસેનાને ‘જનાબ સેના’ કહેવા બદલ ભાજપને ‘હિઝબુલ જનતા પાર્ટી’ ગણાવી

આ પછી, ઇમ્તિયાઝ જલીલે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું, 'મુખ્યમંત્રી માત્ર હિન્દુઓના નથી, તેઓ સમગ્ર રાજ્યના છે. મુસ્લિમોના પણ છે. દરેક વાત પર હીંદુત્વને સામે લાવીને એક દીવાલ ઉભી કરી દેવાથી રાજ્યની જનતાને નુકસાન છે. હું તેમને ફરી મળીશ. હું આ પ્રસ્તાવ સાથે એનસીપીના વડા શરદ પવારને પણ મળીશ.

ઉદ્ધવ ઠાકરેએ AIMIMના ગઠબંધનના પ્રસ્તાવને ફગાવ્યો, શિવસેનાને 'જનાબ સેના' કહેવા બદલ ભાજપને 'હિઝબુલ જનતા પાર્ટી' ગણાવી
CM Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 5:53 PM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) એઆઈએમઆઈએમ પાર્ટીના નેતા અને ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ (Imtiyaz Jaleel AIMIM) દ્વારા આપવામાં આવેલા ગઠબંધનના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. જલીલે કહ્યું હતું કે તેમની પાર્ટી ભાજપને હરાવવા અને યોગ્ય સંતુલન આપવા માટે મહાવિકાસ અઘાડીના થ્રી વ્હીલરમાં એક વ્હીલ ઉમેરવા માંગે છે. પરંતુ 22મીથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિવસેનાની જન સંપર્ક યાત્રા શરૂ થાય તે પહેલા આજે (રવિવાર, 20 માર્ચ) શિવસેનાના સાંસદો અને પદાધિકારીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ એમઆઈએમ સાથે ગઠબંધનની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતું અને તેને ભાજપની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું કે જે પાર્ટીના લોકો ઔરંગઝેબની કબરને માથું ટેકવે છે તેની સાથે ગઠબંધનનો સવાલ જ ઊભો થતો નથી.

આ પછી, ઇમ્તિયાઝ જલીલે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું, ‘મુખ્યમંત્રી માત્ર હિન્દુઓના નથી, તેઓ સમગ્ર રાજ્યના છે. મુસ્લિમોના પણ છે. દરેક વાત પર હીંદુત્વને સામે લાવીને એક દીવાલ ઉભી કરી દેવાથી રાજ્યની જનતાને નુકસાન છે. હું તેમને ફરી મળીશ. હું આ પ્રસ્તાવ સાથે એનસીપીના વડા શરદ પવારને પણ મળીશ. આજે ભાજપ દેશ માટે સૌથી ઘાતક છે. જો તમે ભાજપને હરાવવા માટે ગંભીર છો તો અમારા પ્રસ્તાવ પર વિચાર કરવો પડશે. છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેની લડાઈ સામે રાખીને ભાવનાત્મક મુદ્દાઓને ઉશ્કેરી શકાશે, રાજ્યનો વિકાસ થઈ શકશે નહીં.

આજે કોણ AIMIMના કાર્યકર્તાઓ કે અહીંના મુસ્લિમો છે જે ઔરંગઝેબની કબર પર જઈને નમન કરે છે, જરા જણાવશો મને. હા ઔરંગઝેબ ઈતિહાસનું પાનું છે, તેને પ્રેમ કરો કે નફરત કરો, તમે તેને નકારી શકતા નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શિવસેના હવે જનાબસેના બની ગઈ છે – દેવેન્દ્ર ફડણવીસ

આજે ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એક તરફ મહા વિકાસ અઘાડીમાં NCPના નેતાઓ AIMIMની ઓફર પર ગંભીરતાથી વિચાર કરવાની વાત કરી રહ્યા છે અને બીજી તરફ શિવસેના ઉપર ઉપરથી વિરોધ કરી રહી છે. જ્યારે એઆઈએમઆઈએમ તરફથી જલીલનો પ્રસ્તાવ આવ્યો ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે શિવસેનાએ હવે અઝાન સ્પર્ધા શરૂ કરાવી રહી છે. બાળાસાહેબ ઠાકરેની શિવસેના હવે ‘જનાબ શિવસેના’ બની ગઈ છે.

અમને ‘જનાબ સેના’ કહેનાર બીજેપી ખુદ ‘હિઝબુલ જનતા પાર્ટી’ છે શું ?- ઉદ્ધવ ઠાકરે

જેના જવાબમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​કહ્યું કે, જેઓ આજે શિવસેનાને ‘જનસેના’ કહી રહ્યા છે તેઓ પોતે ‘હિઝબુલ જનતા પાર્ટી’ છે ? કોઈ શિવસૈનિક બિરયાની ખાવા પાકિસ્તાન ગયો નથી. આતંકવાદી અઝહર મસૂદ જેના પરિવારના કારણે મુક્ત થયો અને અને જે ખુદ અલગતાવાદીઓ સાથે સહાનુભૂતિ ધરાવે છે, આવી મહેબૂબા મુફ્તી સાથે શિવસેનાએ સરકાર નથી બનાવી.

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોકલીને નોટિસ, 15 દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા જણાવ્યું

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">