AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Rain : મહારાષ્ટ્રમાં પૂર-વરસાદને કારણે 31 લોકોનાં મોત, ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે ( Indian Meteorology Department)મુંબઈ, થાણે સહિત કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને વિદર્ભમાં શનિવાર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત ભારે વરસાદને પગલે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાલઘર જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Maharashtra Rain : મહારાષ્ટ્રમાં પૂર-વરસાદને કારણે 31 લોકોનાં મોત, ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી
Heavy Rain in maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 11:44 AM
Share

Maharashtra Rain :  મહારાષ્ટ્રના લગભગ 16 જિલ્લાઓમાં ગુરૂવારે પણ વરસાદ થવાની સંભાવના છે, ઉપરાંત ભારે વરસાદને પગલે મુંબઈ, થાણે અને પાલઘર જેવા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં આ સપ્તાહના અંત સુધી વરસાદ ચાલુ રહેશે.

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ઉપરાંત મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લામાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD મુજબ 11 સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે બુધવારે પણ ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ, અત્યાર સુધીમાં 31થી વધુ લોકોનાં મોત

બીજી બાજુ, છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદને કારણે બનેલી ઘટનાઓમાં મહારાષ્ટ્રના મરાઠાવાડામાં 31 લોકોના મોત થયા છે. એક વહીવટી અધિકારીના જણાવ્યા અનુસાર, મંગળવારે 1 માંથી 12 લોકોના મોત થયા હતા. વિભાગીય કમિશનર કચેરીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “મરાઠાવાડા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે. IMD અનુસાર, મરાઠવાડાના 145 સર્કલના આઠ જિલ્લાઓમાં મંગળવાર સુધી છેલ્લા 24 કલાકમાં 65 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

 રસ્તાઓ પાણીમાં ગરકાવ

ઓગસ્ટમાં દુષ્કાળગ્રસ્ત મરાઠાવાડાના ઓરંગાબાદ અને બીડ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.ઉપરાંત ગુરૂવારે પણ ભારે વરસાદની આગાહીને પગલે 16 જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, મુશળધાર વરસાદને કારણે નાંદેડમાં રસ્તાઓ સહિત દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ હતી.જ્યારે અમરાવતી જિલ્લામાં ભારે વરસાદ બાદ ઘણા ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા, જેને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Mumbai : ગણેશ ઉત્સવ પહેલા BMC એક્શનમાં, કોરોનાની ત્રીજી લહેરને ટાળવા ગાઈડલાઈન કરી જાહેર

આ પણ વાંચો: Maharashtra : એરપોર્ટ એક અને ઉદ્ધાટન બે ! સિંધુદુર્ગ ચીપી એરપોર્ટથી શરૂ થઈ રહી છે ફ્લાઈટ, ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહી છે ફાઈટ

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">