Mumbai : ગણેશ ઉત્સવ પહેલા BMC એક્શનમાં, કોરોનાની ત્રીજી લહેરને ટાળવા ગાઈડલાઈન કરી જાહેર
મુંબઈમાં કોરોના સંક્રમણ સતત વધતુ જોવા મળી રહ્યુ છે, આ મહિનાના પ્રથમ સપ્તાહમાં નોંધાયેલા કેસોની સંખ્યા ઓગસ્ટમાં મળેલા કેસોના લગભગ 31 ટકા છે. એટલે કે, સમગ્ર ઓગસ્ટમાં નોંધાયેલા કેસોમાંથી લગભગ 31 ટકા કેસ માત્ર સાત દિવસમાં મળી આવ્યા છે. ઓગસ્ટમાં, મુંબઈમાં 9300 થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે 1 થી 7 સપ્ટેમ્બર વચ્ચે 2,900 થી વધુ કેસ નોંધાયા છે.
Mumbai : કોરોનાની ત્રીજી લહેરનો ખતરો સતત મંડરાય રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરને ટાળવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે,ત્યારે બોમ્બે મ્યુનિસિપલ કોર્પરેશન (Bombay municipal corporation)દ્વારા પણ ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
મુૃૃૃૃંબઈમાં કોરોનાની ત્રીજી લહેર અંગે મેયરે કરી સ્પષ્ટતા
ઉલ્લેખનીય છે કે, દેશમાં કેરળ અને મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે, મુંબઈના મેયરે કહ્યું હતું કે મુંબઈમાં ત્રીજી લહેર આવી છે, જો કે તેણે બાદમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી કે કોરોનાની ત્રીજી લહેર આવી નથી, પરંતુ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.હાલ કોરોનાની ત્રીજી લહેર (Corona third Wave) આવી નથી તેવું માનવામાં આવી રહ્યુ છે, પરંતુ મુંબઈમાં જે રીતે કોરોનાના આંકડા વધી રહ્યા છે,તે જોઈને લાગી રહ્યુ છે કે કોરોનાની ત્રીજી લહેર થોડા સમયમાં દસ્તર દેશે.નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોરોનાની ત્રીજી લહેર,બીજી લહેર (Corona Second Wave) જેટલી ઘાતક નહિ હોય .
મુંબઈમાં કોરોના સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે
તમને જણાવી દઈએ કે, મુંબઈમાં કોરોના સંક્રમણ સતત વધતુ જોવા મળી રહ્યુ છે, આ મહિનાના પ્રથમ સપ્તાહમાં નોંધાયેલા કેસોની સંખ્યા ઓગસ્ટમાં મળેલા કેસોના લગભગ 31 ટકા છે. એટલે કે, સમગ્ર ઓગસ્ટમાં નોંધાયેલા કેસોમાંથી લગભગ 31 ટકા કેસ માત્ર સાત દિવસમાં મળી આવ્યા છે. ઓગસ્ટમાં, મુંબઈમાં 9300 થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે 1 થી 7 સપ્ટેમ્બર વચ્ચે 2,900 થી વધુ કેસ નોંધાયા છે.
BMC એ ગણેશ ઉત્સવને લઈને માર્ગદર્શિકા જાહેર કરી
ઉત્સવો કોરોના માટે સુપર સ્પ્રેડર ન બને તે માટે BMC એ કવાયત શરૂ કરી છે.કોરોના કાળમાં બેદરકાર રહીને તહેવારની ઉજવણી કરવી એ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. પરંતુ આવું ન થાય તે માટે BMC એ ગણેશ ઉત્સવ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ઘરેલુ ગણેશ મૂર્તિના Ganesh idol) આગમન અને વિસર્જન યાત્રામાં પાંચથી વધુ લોકોએ ભેગા ન થવું જોઈએ. ઉપરાંત જાહેર ગણેશ મૂર્તિઓના આગમન અને વિસર્જનમાં માત્ર 10 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે અને તેમને રસીના બંને ડોઝ મેળવેલા હોવા જોઈએ.
ઘરમાં રાખવામાં આવેલી ગણેશ મૂર્તિની ઉંચાઈ 2 ફૂટથી વધુ ન હોવી જોઈએ, જ્યારે જાહેર મૂર્તિઓની ઉંચાઈ 4 ફૂટથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત પંડાલની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ગણપતિ મંડળોને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Maharashtra: પીએમ મોદીએ દેવેન્દ્ર ફડણવીસના ખભ્ભે નાખી જવાબદારી, ફડણવીસ બોલ્યા- જીતીને આવશે