NCBએ મુંબઈના વેરહાઉસમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ, એર ઈન્ડિયાના પૂર્વ પાઈલટ સહિત બેની ધરપકડ

આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 120 કરોડ આંકવામાં આવી છે. NCBની ટીમ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ડ્રગ્સ ક્યાં લઈ જવાના હતા.

NCBએ મુંબઈના વેરહાઉસમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ, એર ઈન્ડિયાના પૂર્વ પાઈલટ સહિત બેની ધરપકડ
મુંબઇ પોલીસImage Credit source: પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 10:20 AM

ભારતમાં ડ્રગ્સ પકડાવાનો સીલસીલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈના (Mumbai) એક ગોડાઉનમાંથી 50 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. એટલુ જ નહીં આ મામલામાં એર ઈન્ડિયાના (Air India) પૂર્વ પાઈલટ સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ મુંબઈના રહેવાસી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ  ડ્રગ્સની કિંમત 120 કરોડ આંકવામાં આવી છે. NCBની ટીમ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ડ્રગ્સ (drugs) ક્યાં લઈ જવાના હતા. તાજેતરના મહિનાઓમાં, પોલીસ ટીમોએ મુંબઈમાં વિવિધ સ્થળોએથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યું છે.

ગઈકાલે એટલે કે ગુરુવારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 16 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. તે જ સમયે, એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. હેરોઈનની કિંમત અંદાજે 80 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. ડીઆરઆઈ અધિકારીના જણાવ્યા અનુસાર હેરોઈન ટ્રોલી બેગની અંદર છુપાવવામાં આવ્યું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

700 કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ

ઓગસ્ટમાં, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. નાલાસોપારામાં ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા બાદ રૂ. 1,400 કરોડની કિંમતની 700 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ એક કન્ટેનરમાં રાખવામાં આવ્યુ હતું અને તેને દિલ્હી લઈ જવામાં આવી રહ્યુ હતું.

નવા શેવા પોર્ટ પરથી 20 ટન હેરોઈન પકડાયુ

સપ્ટેમ્બરમાં પોલીસે મુંબઈના નવા શેવા પોર્ટ પરથી 20 ટન હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 1725 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પરથી 5 કિલો હેરોઈન ઝડપાયું હતું. આ દરમિયાન એક વિદેશી નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 30 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">