Surat : ડ્રગ્સનો વેપલો કરનારની હવે ખેર નથી ! ડ્રગ્સ માફિયાઓની મિલકત પર તંત્રનું ફરી વળ્યુ બુલડોઝર

સુરતમાં ડ્રગ્સના મુખ્ય ડીલરની મિલકત પર પોલીસે બુલડોઝર ફેરવી કાયદાનું ભાન કરાવ્યું છે. કુખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાના ઘરને તંત્રએ તોડી પાડ્યું છે.

Surat : ડ્રગ્સનો વેપલો કરનારની હવે ખેર નથી ! ડ્રગ્સ માફિયાઓની મિલકત પર તંત્રનું ફરી વળ્યુ બુલડોઝર
Demolition of illegal construction of drug dealer in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 7:22 AM

હવે જો ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સનો વેપલો કર્યો તો ગયા સમજો…! ડ્રગ્સનો (Drugs) કાળો કારોબાર કરનાર ડ્રગ્સ માફિયાની ખેર નથી. રાજ્યમાં ડ્રગ્સ માફિયો સામે પોલીસે લાલ આંખ કરી છે. ડ્રગ્સ માફિયાઓની મિલકત પર તંત્રનું બુલડોઝર (bulldozer) ફરી રહ્યું છે, ત્યારે સુરત પોલીસે (Surat police) પણ ડ્રગ્સ માફિયા સામે મોટી કાર્યવાહી કરી છે. સુરતમાં ડ્રગ્સના મુખ્ય ડીલરની મિલકત પર પોલીસે બુલડોઝર ફેરવી કાયદાનું ભાન કરાવ્યું છે. કુખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાના ઘરને તંત્રએ તોડી પાડ્યું છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા DCBએ ડ્રગ્સ સાથે અલ્લારખાની ધરપકડ કરી હતી.

ગુજરાતમાં ડ્રગ્સને પકડવા માટે પોલીસ કટિબદ્ધ : હર્ષ સંઘવી

ગઈ કાલે સુરતમાં રાવણ દહન (Ravan Dahan) સમયે હાજર રહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) મહત્વનું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ નહીં ઘૂસવા દઇએ. રાજ્યમાં ડ્રગ્સને ઘુસતો અટકાવવા પોલીસ કટિબદ્ધ છે. સાથે જ દાવો કર્યો કે સરકારે રાજ્યના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા પ્રયત્નો કર્યા છે. જેના કારણે જ અન્ય દેશો અને રાજ્યોની સરખામણીએ ગુજરાતના યુવાનો ડ્રગ્સના નશાથી દૂર છે. જેમાં ભવિષ્યમાં પણ ગુજરાતમાં નહીં ઘુસી શકે ડ્રગ્સ તેમજ ડ્રગ્સને પકડવા માટે પોલીસ કટિબદ્ધ છે. રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રાવણ દહન કાર્યક્રમમાં હજાર રહ્યા હતા. તેમજ અસત્ય પર સત્યના વિજયના પર્વમાં તે દર વર્ષે હાજર રહેતા હોવાનું જણાવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">