રાહુલ ગાંધીને નાસિક કોર્ટનું તેડું, વીર સાવરકર માટે કરેલ ટિપ્પણી અંગે કરાયો માનહાની કેસ

વીર સાવરકર વિરૂદ્ધ કથિત વાંધાજનક ટીપ્પણી કરવા બદલ કોંગ્રેસના રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં, કોર્ટે સમન્સ ઈસ્યું કર્યું છે. રાહુલ ગાંધી પર તેમના ભાષણમાં જાણીજોઈને વીર સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ છે અને સમાજમાં તેમની છબી ખરાબ કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

રાહુલ ગાંધીને નાસિક કોર્ટનું તેડું, વીર સાવરકર માટે કરેલ ટિપ્પણી અંગે કરાયો માનહાની કેસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2024 | 4:17 PM

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની એક કોર્ટે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સમન્સ ઈસ્યું કર્યુ છે. વીર સાવરકર વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે સમન્સ ફટકારીને હાજર થવા કહ્યું છે. નાસિકના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાલી પરિમલ કેદુસ્કરે 27 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીને આ સંદર્ભમાં નોટિસ ફટકારી કરીને કહ્યું હતું કે દેશભક્ત વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલ નિવેદન પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યું લાગે છે.

રાહુલ ગાંધીએ કેસની આગામી તારીખે રૂબરૂ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ મારફત હાજર થવાનું રહેશે, જેનો નિર્ણય લેવાનો બાકી છે. ફરિયાદી એક એનજીઓના ડાયરેક્ટર છે. ફરિયાદીએ દાવો કર્યો છે કે તેણે હિંગોલીમાં રાહુલ ગાંધી દ્વારા સંબોધિત પ્રેસ કોન્ફરન્સ અને નવેમ્બર 2022માં કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલ ભાષણ સાંભળ્યું અને જોયું છે.

ફરિયાદીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પછી આરોપ લગાવ્યો કે સાવરકરે હાથ જોડીને તેમની મુક્તિ માટે પ્રાર્થના કરી અને બ્રિટિશ સરકાર માટે કામ કરવાનું વચન પણ આપ્યું. તમામ દલીલો પર વિચાર કર્યા બાદ કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પર રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લેતા, આરોપી દ્વારા દેશભક્ત વ્યક્તિ સામે આપવામાં આવેલા નિવેદનો પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યા જણાય છે.

Yoga for Heart : હૃદયને રાખો હેલ્ધી, રોજ કરો આ 5 યોગાસન
દૂધ બેસીને નહીં પણ ઊભા ઊભા પીવુ જોઈએ, જાણો કેમ?
આજનું રાશિફળ તારીખ : 01-10-2024
વજન પ્રમાણે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ, જાણો
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
દૂધમાં ગોળ નાખીને પીવાથી જાણો શું થાય છે?

મેજિસ્ટ્રેટે કહ્યું કે, કેસમાં આગળ વધવા માટે પૂરતા આધાર છે. આ પછી કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ અને ઈરાદાપૂર્વક અપમાન સંબંધિત કલમો હેઠળ નોટિસ જાહેર કરી હતી.

સિંહ ગરૂડની આવી ભાઈબંધી ક્યાંય નહીં જોઈ હોય, વિશ્વાસ ન આવે તો જુઓVideo
સિંહ ગરૂડની આવી ભાઈબંધી ક્યાંય નહીં જોઈ હોય, વિશ્વાસ ન આવે તો જુઓVideo
રાજુલાના કોટડી ગામે આવી ચડ્યા સિંહો, ગામમાં આંટાફેરા કરતા દેખાયા
રાજુલાના કોટડી ગામે આવી ચડ્યા સિંહો, ગામમાં આંટાફેરા કરતા દેખાયા
રાજકોટમાં દારુની રેલમછેલ ! દેશી દારુની ભઠ્ઠી પર પીસીબીના દરોડા
રાજકોટમાં દારુની રેલમછેલ ! દેશી દારુની ભઠ્ઠી પર પીસીબીના દરોડા
સુરતમાં હોટલ પર માલિકનું નામ લખવાની ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલેની માગ
સુરતમાં હોટલ પર માલિકનું નામ લખવાની ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલેની માગ
Surendranagar : સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના પાણીમાં ફસાઇ
Surendranagar : સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના પાણીમાં ફસાઇ
રાજકોટમાં નવી બનેલી AIIMSની ધરાશાયી !
રાજકોટમાં નવી બનેલી AIIMSની ધરાશાયી !
નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે મેઘરાજા
નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે મેઘરાજા
આ રાશિના જાતકોને આજે વેપારમાં પ્રગતિની સાથે આવક વધવાના પણ સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં પ્રગતિની સાથે આવક વધવાના પણ સંકેત
કેન્દ્ર સરકારે પુર અસરગ્રસ્ત ગુજરાત સહિત 3 રાજ્યો માટે સહાયની જાહેરાત
કેન્દ્ર સરકારે પુર અસરગ્રસ્ત ગુજરાત સહિત 3 રાજ્યો માટે સહાયની જાહેરાત
5 જટિલ પ્રક્રિયામાંથી પસાર થઇને તૈયાર થાય છે ચા
5 જટિલ પ્રક્રિયામાંથી પસાર થઇને તૈયાર થાય છે ચા
g clip-path="url(#clip0_868_265)">