Mumbai Rains: મુંબઈમાં આજે પણ ભારે વરસાદની આગાહી, થાણે અને રાયગઢ સહિતના શહેરોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

મુંબઈમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટમાં ફેરફાર કરીને મુંબઈ સહિત, થાણે અને રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Mumbai Rains: મુંબઈમાં આજે પણ ભારે વરસાદની આગાહી, થાણે અને રાયગઢ સહિતના શહેરોમાં જાહેર કરાયું રેડ એલર્ટ
Gujarat RAIN NEWS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 8:35 AM

Mumbai Rains: મુંબઈમાં શુક્રવારે ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી (Water Lodging) ભરાયા હતા. ત્યારે આજે પણ હવામાન વિભાગ (Meteorological Department)દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુશ્કેલીના વરસાદને કારણે,મુંબઈ એરપોર્ટનો (Airport)  રનવે પણ વરસાદી પાણીથી છલકાઇ ગયો હતો જેને કારણે, ફ્લાઈટના શેડ્યુલમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી હતી. ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ થંભવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મુંબઇમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં મુંબઇ(Mumbai) અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદની સંભાવના છે.ત્યારે આફતના વરસાદનેધ્યાનમાં રાખીને શહેરના ચોક્કસ વિસ્તારોને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત થાણે(Thane) અને રાયગઢ (raygadh)માટે પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સામાન્ય કરતા 77% વધુ વરસાદથી હાલાકી

છેલ્લા એક અઠવાડિયામાં જ મુંબઈમાં લગભગ 302 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતા 77% જેટલો વધુ છે. શહેરમાં ભારે વરસાદને BMC એ લોકોને નિચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. ભારે વરસાદને પગલે શહેરના સાયનના ગાંધી માર્કટમાં નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.બીજી તરફ, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)દ્વારા શહેરની બસોના રૂટ પણ બદલી નાખ્યા હતા.ઉપરાંત, શહેરના હાર્બર લાઇન (Herber Line)ઉપર દોડતી લોકલ ટ્રેન સેવાને પણ વરસાદની અસર થઈ હતી.જેને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા શહેરમાં ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખીને મુંબઈ સહિત થાણે અને રાયગઢમાં પણ ઓરેન્જ એલર્ટની ચેતવણીમાં ફેરફાર કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના નિષ્ણાંત આર.કે. જેનમાનીએ જણાવ્યું હતું કે, “મુંબઇમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.”

હવામાન વિભાગના જણાવ્યા મુજબ,મુંબઈ શહેરના મીરા રોડમાં 73 મીમી, જુહુ 136 મીમી, મહાલક્ષ્મી 56.5 મીમી, સાન્ટા ક્રુઝમાં 25.1, બાંદારમાં 141 મીમી, ભાયંદરમાં 53 મીમી અને દહિસરમાં 76.5 મીમી વરસાદ નોંધાયો છે.મહત્વપૂર્ણ છે કે, મુંબઈમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, જો વધારે વરસાદ થશે તો સ્થિતિ વધારે વણસે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Monsoon Session: 19 જુલાઈથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત, જાણો કયા કયા બીલ પર થઈ શકે છે ધમાલ

આ પણ વાંચો: OMG! Dance Deewane 3 ના સ્ટેજ પર જ્યારે રેખાએ કહ્યું ‘અમિત મારો પ્રેમ છે’, જુઓ Viral Video

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">