AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai News: ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની યોજના ! PFI આરોપીની મુંબઈમાંથી ધરપકડ, વાંચો શું છે ‘ઓપરેશન બુકલેટ’?

દસ્તાવેજમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દેશમાં લવ જેહાદ વિરુદ્ધ અભિયાન અને ઘર વાપસીનો કાર્યક્રમ ચલાવીને લોકોને મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે. આ બધાનો સામનો કરવા માટે, 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર કેવી રીતે બનાવવું તેનો વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 11:52 AM
Share

ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની યોજના તૈયાર થઈ ગઈ છે. ક્યારે અને શું કામ કરવાનું છે, તેની સંપૂર્ણ વિગતો સાથે દસ્તાવેજો તૈયાર છે. આ દસ્તાવેજનું નામ ‘ઓપરેશન બુકલેટ’ છે. આ પુસ્તિકામાં અંજામ આપવા માટેના ખતરનાક કાવતરાને નામ આપવામાં આવ્યું છે- ‘365 days through a thousand cuts.’ મુંબઈમાં ધરપકડ કરાયેલા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલ વ્યક્તિ પાસેથી આ ખતરનાક દસ્તાવેજ મળી આવ્યા છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ-એટીએસની ચાર્જશીટમાં તેનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ દસ્તાવેજો ગુપ્ત રીતે વહેંચવામાં આવતા હતા. ધરપકડ કરાયેલા આરોપી મઝહરના મોબાઈલ ફોનની તપાસ બાદ આ વાત સામે આવી છે. જેમાં વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત ઇસ્લામિક રાષ્ટ્ર બનવું જોઈએ. આ માટે આ દસ્તાવેજમાં સંપૂર્ણ આયોજન આપવામાં આવ્યું છે.

ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની યોજના સાથે સંબંધિત દસ્તાવેજમાં શું છે?

આ દસ્તાવેજમાં ભારતીય મુસ્લિમોનો ઈતિહાસ, તેની દયનીય સ્થિતિ, લઘુમતી હોવાના કારણે ભેદભાવના કિસ્સામાં પ્રતિ તૈયારી, વિવિધ મુસ્લિમ સંગઠનોમાં પરસ્પર મતભેદોની સમસ્યા, ગુજરાતના રમખાણો પછી મુસ્લિમો પર થયેલા અત્યાચાર, ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2047 સુધીમાં ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે, આગામી પાંચ વર્ષમાં દરેક ઉદ્દેશ્યને તબક્કાવાર કેવી રીતે પ્રાપ્ત કરવું તે વિગતવાર સમજાવવામાં આવ્યું છે.

પીએમ મોદીની છબીને વિકાસ પુરૂષ બનાવવામાં RSSની ભૂમિકાનો ઉલ્લેખ

આ દસ્તાવેજમાં સંસ્થાના સભ્યોને શિક્ષણ સંબંધિત ક્ષેત્રથી લઈને સંસદ સુધી પોતાની તાકાત કેવી રીતે વધારવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ લડાઈમાં દરેક જગ્યાએ અને વિભાગમાં હાજર મુસ્લિમોને કેવી રીતે સામેલ કરવા. આ દસ્તાવેજમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ લઘુમતીઓ પર અત્યાચાર વધ્યા છે. જેમાં ગુજરાતમાં રમખાણો કરાવનાર વ્યક્તિના બદલે પીએમ મોદીની છબીને વિકાસના દૂત બનાવવામાં આરએસએસની ભૂમિકા મહત્વની રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તોગડિયા, સ્વામી, ગિરિરાજ, સાધ્વી, યોગી, સાક્ષીનું મોઢુ બંધ કરવાની યોજના

આ ખતરનાક દસ્તાવેજમાં પ્રવિણ તોગડિયા, સુબ્રમણ્યમ સ્વામી, ગિરિરાજ સિંહ, યોગી આદિત્યનાથ, સાધ્વી નિરંજન જ્યોતિ, સાધ્વી પ્રાચી, સાક્ષી મહારાજ, સંજય રાઉત જેવા નેતાઓના નિવેદનો પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. દસ્તાવેજમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દેશમાં લવ જેહાદ વિરુદ્ધ અભિયાન અને ઘર વાપસીનો કાર્યક્રમ ચલાવીને લોકોને મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે. આ બધાનો સામનો કરવા માટે, 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર કેવી રીતે બનાવવું તેનો વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">