AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Latest News: અભિનેત્રી રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતની ધરપકડ, બિઝનેસમેનની ફરિયાદ પર પોલીસે કરી કાર્યવાહી

ચેક બાઉન્સનો મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટે રાકેશ સાવંતને પૈસા પરત કરવાની શરતે જામીન આપ્યા હતા. તે દરમિયાન રાકેશે કહ્યું હતું કે તે વેપારીના પૈસા પરત કરી દેશે. પરંતુ રાકેશ તેના વચનથી પાછો ફર્યો હતો અને પૈસા પરત કર્યા ન હતા.

Mumbai Latest News: અભિનેત્રી રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતની ધરપકડ, બિઝનેસમેનની ફરિયાદ પર પોલીસે કરી કાર્યવાહી
Actress Rakhi Sawant's brother Rakesh Sawant arrested
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 8:14 AM
Share

મુંબઈઃ ચેક બાઉન્સ કેસમાં અભિનેત્રી રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઓશિવરા પોલીસે(Mumbai Police) તેની ધરપકડ કરી છે. જે કેસમાં રાકેશની ધરપકડ કરવામાં આવી છે તે ત્રણ વર્ષ જૂનો છે. રાકેશ સાવંત પર ચેક બાઉન્સ(Cheque Bounce)નો આ મામલો એક બિઝનેસમેને નોંધાવ્યો હતો.

જણાવી દઈએ કે ચેક બાઉન્સનો મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટે રાકેશ સાવંતને પૈસા પરત કરવાની શરતે જામીન આપ્યા હતા. તે દરમિયાન રાકેશે કહ્યું હતું કે તે વેપારીના પૈસા પરત કરી દેશે. પરંતુ રાકેશ તેના વચનથી પાછો ફર્યો હતો અને પૈસા પરત કર્યા ન હતા. આ પછી, કોર્ટ દ્વારા ફરીથી ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. પોલીસે રાકેશને 22 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

રાકેશ રાખીની મુસીબતમાં અડગ રહ્યો

રાખી સાવંતને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ‘ડ્રામા ક્વીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગત વર્ષે પૂર્વ પતિ આદિલ ખાનને લઈને ઘણી ચર્ચા થઈ હતી. રાખીએ આદિલ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે આદિલ તેને મારતો હતો. તે તેમને છેતરતો હતો. રાખીએ આદિલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન રાખીનો ભાઈ રાકેશ તેની બહેનના સમર્થનમાં અડગ રહ્યો.

રાકેશે આદિલ ખાન પર આરોપ લગાવ્યો હતો

રાકેશે આદિલ ખાન પર આરોપ લગાવ્યો હતો કે જે દિવસે તેની માતા આ દુનિયા છોડી ગઈ હતી તે દિવસે તેના ઘર પર આફતોનો પહાડ તૂટી પડ્યો હતો, તે દિવસે પણ આદિલે રાખી પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. રાકેશે આરોપ લગાવ્યો હતો કે તેણે રાખીના પૈસાથી દુબઈમાં ઘર ખરીદ્યું હતું અને પૈસા પણ પરત કર્યા નથી. રાખીની સાથે રાકેશ પણ મીડિયામાં આદિલ વિરુદ્ધ નિવેદન આપતો જોવા મળ્યો હતો. તે જ સમયે, રાખી સાવંત એક સ્પર્ધક તરીકે બિગ બોસનો ભાગ રહી ચૂકી છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">