AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાખી સાવંતની મુંબઈ પોલીસે ધરપકડ કરી, મોડલનો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો

અભિનેત્રી રાખી સાવંત (Rakhi Sawant) દરરોજ ચર્ચામાં રહે છે. હાલમાં રાખી પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. જેના કારણે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે

Breaking News :  રાખી સાવંતની મુંબઈ પોલીસે ધરપકડ કરી, મોડલનો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો
રાખી સાવંતની મુંબઈ પોલીસે ધરપકડ કરીImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 1:56 PM
Share

Rakhi Sawant Arrested: અભિનેત્રી રાખી સાવંત દરરોજ ચર્ચામાં રહે છે. ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી ઘણી વખત વિવાદોનો પણ ભાગ બની છે. આ દરમિયાન ફરી એકવાર તે નવી મુશ્કેલીમાં મુકાય છે. રાખી સાવંતની મુંબઈ અંબોલો પોલીસે ધરપકડ કરી છે. ડ્રામા ક્વીન પર એક મોડલનો ખાનગી વીડિયો વાયરલ કરવાનો આરોપ છે. જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.

રાખી સાવંતની ધરપકડ

રાખી આજે બપોરે 3 વાગે તેની ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી. પરંતુ તેની ખુશી મનાવતા પહેલા જ તે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ ગઈ છે.  શર્લિન ચોપરાએ ગત વર્ષે રાખી સાવંત વિરુદ્ધ FIR નોંધાવી હતી. જેની સામે કાર્યવાહી કરીને પોલીસે રાખીની ધરપકડ કરી છે. શર્લિને આ વાતની જાણકારી પોતાના ટ્વીટ દ્વારા બધા સાથે શેર કરી છે. અભિનેત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. રાખી સાવંતના ABA 1870/2022ને ગઈકાલે મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

રાખી પોતાના લગ્નને લઈને ચર્ચામાં

છેલ્લા ઘણા દિવસોથી રાખી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. બોયફ્રેન્ડ આદિલ ખાનની સાથેના તેના લગ્નની તસવીરોએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રાખીએ ખુલાસો કર્યો હતો કે તેણે 7 મહિના પહેલા આદિલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નની સાથે બંનેએ કોર્ટ મેરેજ પણ કર્યા છે. જેનો પુરાવો પણ રાખી સાવંતે બધાની સામે રજૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ પોલીસનું કહેવું છે કે શર્લિન ચોપરાની ફરિયાદ પર રાખી સાવંત વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની અનેક કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદીનો આરોપ છે કે તેણે શાર્લિન ચોપરાના એક ખાનગી વીડિયોનો ઉપયોગ કર્યો હતો અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જો કે આ મામલે રાખીનું નિવેદન પણ સામે આવ્યું છે. રાખીએ કહ્યું કે તે કહેતા ખૂબ જ દુઃખી છે કે ચાર્લીન પર ટિપ્પણી કરવાથી તેના જીવનમાં ઉથલપાથલ થઈ છે.

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">