AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Breaking News : મુંબઈમાં આજે પેટ્રોલ 5 રૂપિયા સસ્તું, જાણો કારણ !

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી ઇંધણના ભાવ પર મોટી અસર જોવા મળી રહી છે. હવે મુંબઈના કરદાતાઓ માટે સારા સમાચાર છે. આજે પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું થયું છે. આ પાછળ MNSનું શું છે કનેક્શન તે જાણો.

Mumbai Breaking News : મુંબઈમાં આજે પેટ્રોલ 5 રૂપિયા સસ્તું, જાણો કારણ !
Mumbai Petrol 5 RS CheapImage Credit source: Whisk
| Updated on: Jun 14, 2026 | 3:11 PM
Share

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને હવે સામાન્ય વ્યક્તિને તે ભાવ પરવડે તેમ નથી. રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ ગઈ હોવાથી સામાન્ય માણસ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સામાન્ય માણસને રાહત આપવા માટે એક નવી પહેલ હાથ ધરી છે.

યુદ્ધની અસર વૈશ્વિક અર્થતંત્ર પર

અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઇંધણના વધતા ભાવ અને ખાદ્ય તેલની કિંમતોમાં વધારો સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. ભારતમાં ઇંધણના ભાવ દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ આજે ​​મુંબઈવાસીઓને રાહત આપવા માટે એક પહેલ હાથ ધરી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે : મનસે

MNS પ્રમુખ રાજ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે, મુંબઈના 36 પેટ્રોલ પંપ પર ટુ-વ્હીલર માટે પ્રતિ લિટર 5 રૂપિયા સસ્તું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. આ પહેલ વિશે માહિતી આપતાં, મનસેના નેતાઓએ જણાવ્યું કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવને કારણે સામાન્ય લોકો પર આર્થિક બોજ વધ્યો છે. આવી સ્થિતિમાં મુંબઈકરોને થોડી રાહત મળે અને તેમને સહાયરૂપ બની શકાય તે હેતુથી આ વિશેષ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

મનસેની આ પહેલ શા માટે?

જય શ્રૃંગારપુરેએ કહ્યું કે આજે દેશમાં જે પરિસ્થિતિ છે, તેમાં મોંઘવારી વધી છે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેથી અમે અમારી રીતે લોકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંદીપ દેશપાંડેએ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી કહ્યું કે કેન્દ્ર સરકાર ડરી ગઈ છે, જ્યારે અમે લોકો (મનસે) જનતા માટે મુદ્દાઓ ઉઠાવીએ છે. ડોલરનો ભાવ સતત વધી રહ્યો છે. જેની અસર પેટ્રોલના ભાવ પર પડી રહી છે.

પહેલ શું છે?

આજે (14 જૂન) મુંબઈના 36 પેટ્રોલ પંપ પર ટુ-વ્હીલર સવારોને પ્રતિ લિટર 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ લાભ ફક્ત ટુ-વ્હીલર સવારો માટે જ છે. રાજ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે આ ખાસ પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે.

આ પણ વાંચો, Sabarmati Bikaner Express Train : ટૂંક સમયમાં શરૂ થશે સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેન, જાણો ક્યાં ક્યાં ઊભી રહેશે ?

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">