Monsoon 2024: 12 ઈંચ વરસાદથી મુંબઇ જળબંબાકાર, લોકોના ઘરોમાં ઘૂસ્યા ઘૂંટણસમા પાણી, શાળા-કોલેજોમાં રજા જાહેર, દરિયામાં હાઇ ટાઇડની ચેતવણી, જુઓ Video

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે હાઈ ટાઇડનો સમય બપોરે 1.57 વાગ્યાનો છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં 4.4 મીટરના મોજા ઉછળવાની આશંકા છે. જો ત્યાં સુધી આ વરસાદ ચાલુ રહેશે તો મુશ્કેલી વધી શકે છે.

Monsoon 2024: 12 ઈંચ વરસાદથી મુંબઇ જળબંબાકાર, લોકોના ઘરોમાં ઘૂસ્યા ઘૂંટણસમા પાણી, શાળા-કોલેજોમાં રજા જાહેર, દરિયામાં હાઇ ટાઇડની ચેતવણી, જુઓ Video
Follow Us:
| Updated on: Jul 08, 2024 | 9:23 AM

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ભારેથી અતિભારે વરસાદ વરસતા સમગ્ર મુંબઇ શહેર જાણે પાણીમાં ડુબ્યુ છે. અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ અપાયુ છે.

મુંબઈમાં સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં 300 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન BMCએ વરસાદને કારણે બાળકો માટે સ્કૂલમાંથી રજા જાહેર કરી છે. હાલમાં મુંબઈમાં વરસાદ બંધ થઈ ગયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ચોમાસાની શરુઆત સાથે મુંબઈમાં મેઘરાજા વરસી પડ્યા છે. સમગ્ર શહેરમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના થાણે અને પાલઘરમાં ગઈકાલે ભારે વરસાદ બાદ હવે મુંબઈમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાતભર વરસાદ પડ્યો; મુંબઈમાં કિંગ સર્કલ, અંધેરી સબવે જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 

દરિયામાં હાઇ ટાઇડનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે હાઈ ટાઇડનો સમય બપોરે 1.57 વાગ્યાનો છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં 4.4 મીટરના મોજા ઉછળવાની આશંકા છે. જો ત્યાં સુધી આ વરસાદ ચાલુ રહેશે તો મુશ્કેલી વધી શકે છે. આ પહેલા રવિવારે થાણે જિલ્લાના કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ ભારે વરસાદ અને ઝાડ પડવાને કારણે ખોરવાઈ ગઈ હતી.

શાળા-કોલેજોમાં રજા જાહેર

મુંબઇના અનેક વિસ્તારોમાં ઘૂંટસમા પાણી ભરાઈ ગયા છે. જ્યાં દરરોજ વાહનોની અવરજવર રહેતી હોય તેવા માર્ગો પર પાણી ભરાવાના કારણે હવે વાહનો ધીમી ગતિએ દોડતા જોવા મળે છે.શાળા-કોલેજોની આસપાસ પણ જલ ભરાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને અસુવિધા ટાળવા માટે, મુંબઈ (BMC વિસ્તાર)ની તમામ BMC, સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરવામાં આવી છે.

બે દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8મીથી 10મી જુલાઈ દરમિયાન મુશળધાર વરસાદની શક્યતા છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે. તસ્વીરોમાં પાણી ભરાવાને કારણે મોટા વાહનો પણ પાણીમાં ગરકાવ થતા નજરે પડે છે.

Latest News Updates

MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો
GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">