Monsoon 2024 : મહારાષ્ટ્ર પહોંચ્યુ ચોમાસું, અનેક વિસ્તાર પાણીથી તરબોળ, જાણો ગુજરાતથી કેટલુ દૂર

કેટલાક રાજ્યોમાં હળવા વરસાદને કારણે હવામાનમાં થોડો ઘટાડો થયો હોવા છતાં તાપમાનનો પારો હજુ પણ 43 થી 44 ડિગ્રી પર યથાવત છે. ગુજરાત, દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આ અસહ્ય ગરમીથી રાહત મેળવી શકે.

Monsoon 2024 : મહારાષ્ટ્ર પહોંચ્યુ ચોમાસું, અનેક વિસ્તાર પાણીથી તરબોળ, જાણો ગુજરાતથી કેટલુ દૂર
Follow Us:
| Updated on: Jun 07, 2024 | 9:00 AM

દેશભરના ઘણા રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસથી તીવ્ર ગરમી પડી રહી છે. અનેક રાજ્ય હીટવેવની પકડમાં હતા. હીટવેવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હી, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં હીટવેવને કારણે સ્થિતિ વધુ ખરાબ હતી. તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જો કે મહારાષ્ટ્રમાં હવે ચોમાસાએ દસ્તક દીધી છે.

કેટલાક રાજ્યોમાં હળવા વરસાદને કારણે હવામાનમાં થોડો ઘટાડો થયો હોવા છતાં તાપમાનનો પારો હજુ પણ 43 થી 44 ડિગ્રી પર યથાવત છે. ગુજરાત, દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આ અસહ્ય ગરમીથી રાહત મેળવી શકે.

ચોમાસુ તેજ ગતિથી વધી રહ્યુ છે આગળ

દરમિયાન કેરળમાં પ્રવેશેલુ ચોમાસું ઝડપથી અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. ગત ગુરુવારે હવામાન વિભાગે ચોમાસાની એન્ટ્રીના સારા સમાચાર આપ્યા હતા. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું 6 જૂને મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે. તે ટૂંક સમયમાં મુંબઈમાં ટકરાશે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું 9 થી 10 જૂન વચ્ચે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતમાં હવામાન હજુ પણ ગરમ છે. આવી સ્થિતિમાં અહીંના લોકો ચોમાસું ક્યારે આવશે તે જાણવા આતુર છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

ગુજરાતમાં ચોમાસું ક્યારે દસ્તક આપશે?

ચારથી પાંચ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે. મહારાષ્ટ્રના ચોમાસું રત્નાગીરીમાં પહોંચ્યું છે. 12થી 14 જૂન આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ શકે ગુજરાતમાં શરૂઆતથી જ વાવણીલાયક વરસાદ રહી શકે છે. ગુજરાતમાં વહેલા ચોમાસાના આગમનના સમાચારના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.  કે 18 થી 20 જૂનની વચ્ચે ચોમાસું વારાણસી અથવા ગોરખપુરથી યુપીમાં પ્રવેશ કરશે. રાજધાની લખનઉમાં ચોમાસું 24 થી 25 જૂનની આસપાસ આવી શકે છે, ત્યારબાદ સારા વરસાદની સંભાવના છે.

આગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગત ગુરુવારે જાહેર કરવામાં આવેલી હવામાનની આગાહીમાં કહેવામાં આવ્યું હતું કે, “દેશના ઘણા રાજ્યોમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. 7 જૂને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ધૂળની ડમરીઓ આવી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે મધ્ય પ્રદેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ચક્રવાતી સિસ્ટમની રચના થઈ છે, જે પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરેલ ટ્રફ સાથે જોડાયેલ છે. તેની અસર બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. આગામી બે-ત્રણ દિવસ સુધી અહીં હળવો વરસાદ પડી શકે છે.

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">