રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો, 5 ગામમાં રેડ કરી 60 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની મોટી કાર્યવાહી કરી છે. અલગ અલગ ટીમો બનાવી 5 ગામડામાં દરોડા પાડતા ડમ્પર, ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મામલતદારે ટ્રેક્ટર, ડમ્પર સહિતના વાહનો સિઝ કરી મામલતદાર કચેરીમાં રાખવામાં આવ્યો છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2024 | 5:18 PM

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃતિઓ અટકાવવા માટે જિલ્લા કલેકટર અજય દહીયાના માર્ગદર્શન હેઠળ ધારી મામલતદાર અક્ષર વ્યાસે એક્શન મોડમાં જોવા મળ્યા. મામલતદારે અલગ અલગ ટીમો બનાવી, જેમાં સર્કલ ઓફિસર, તલાટી, રેવન્યુ તલાટી ક્લાર્ક સહિતની ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી રેતીના પટ વિસ્તારમાં દરોડા પાડતા નાસભાગ મચી ગઇ. જેમાં ધારીના ડાંગાવદરમાંથી 3 ટ્રેક્ટર ઝડપી લીધા.

હિમખીમડી પરા વિસ્તારમાંથી 1 ડમ્પર, કમી કેરાળામાંથી એક ટ્રેક્ટર કબ્જે કરવામાં આવ્યું છે. રેડ દરમ્યાન 2 ટ્રેક્ટર ભાગવાનો પ્રયાસ કરતા ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી લેવામાં સફળતા મળી છે. કુલ ટ્રેક્ટર- ડમ્પર સહિત 5 જેટલા રોયલ્ટી પાસ વગરના વાહનો ગેરકાયદે રેતી ચોરી કરતા ઝડપી પાડવામાં સફળતા મળી છે. તમામ મુદામાલ વાહનો સિઝ કરી મામલતદાર કચેરીમાં રાખવામાં આવ્યો છે. કુલ રૂ.60 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ધારી મામલતદાર અક્ષર વ્યાસે જણાવ્યું ખાનગી સૂત્રો પાસેથી માહિતી મળતા ધારી તાલુકાના અલગ અલગ જગ્યાએ રેતીની ચોરી ચાલતી હોવાની બાતમીના આધારે ધારી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ક્લાર્ક તલાટી સહિત અલગ અલગ ટીમો દ્વારા 3 જગ્યાએ રેતી ચોરી પકડવા માટે રેડ કરવામાં આવી ડાંગાવદર માંથી 3 રેતી ભરેલા ટ્રેક્ટર કમી કેરાળામાંથી રેતી ભરેલું 1 ટ્રેક્ટર અને હિમખમડીમાંથી રેતી ભરેલ ડમ્પર અટક કરવામાં આવ્યું છે. આ તમામ મુદામાલ સિઝ કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી જરૂરી દંડ વસુલવામાં આવશે.

શરીરને અંદરથી પાણી વડે કરી શકાશે સાફ ! જાણો આ Hydrocolon Therapy વિશે
બોલિવુડ અભિનેત્રી ટુંક સમયમાં બનશે માતા
કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે?
છોડના પાન પર વારંવાર આવી જાય છે ફૂગ ? આ ટીપ્સ અપનાવો
Spinach : લીલી શાકભાજી પાલકમાં કયા વિટામિન હોય છે? નિષ્ણાતો પાસેથી જાણો

થોડા દિવસ પહેલા ખાણ ખનીજ વિભાગના કર્મચારી પર કરાયો હતો હુમલો

અમરેલી શેત્રુંજી નદી વિસ્તારમાં રાજસ્થળી ગામ નજીક ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરતા વાહન અટકાવતા ખાણ ખનીજ વિભાગના કર્મચારી ઉપર હુમલો કરતા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેવા સમયે હવે રેવન્યુ વિભાગ વહીવટી તંત્રની ટીમો પણ એક્શનમાં આવી રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે.

Input Credit- Jaydev Kathi- Amreli 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">