AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસે 91 વાર અપશબ્દો કહ્યા તે મોદી ને દેખાય છે, પરંતુ BJP મારા વિશે અપશબ્દો બોલે છે તે કેમ નથી દેખાતું – ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓને બિનજરૂરી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 11:11 AM
Share

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મારી અને મારા પરિવાર વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પીએમ મોદી કેમ ચૂપ છે ? વાસ્તવમાં, ઉદ્ધવ પીએમ મોદીના ભાષણ પર પ્રહાર કરી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે તેમની વિરુદ્ધ 91 વખત અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે વાત ને લઈ ઉદ્ધવે વળતો પ્રહાર કર્યો છે.

ભાજપના લોકો મારી, આદિત્ય ઠાકરે અને મારા પરિવાર સાથે દરરોજ દુર્વ્યવહાર કરે છે

મહારાષ્ટ્ર દિવસના અવસર પર એમવીએની એક રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પીએમ મોદીએ કર્ણાટકમાં કહ્યું કે કોંગ્રેસે 91 વખત તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો. પરંતુ મારો પીએમ મોદી માટે પણ એક પ્રશ્ન છે. શા માટે ભાજપના લોકો મારી, આદિત્ય ઠાકરે અને મારા પરિવાર સાથે દરરોજ દુર્વ્યવહાર કરે છે? હું તેમને કહેવા માંગુ છું કે તમે પહેલા એ લોકોનું મોઢું કેમ બંધ નથી કરતા?

કોંગ્રેસ અને એનસીપી કહે છે મેં હિન્દુત્વ છોડી દીધું – ઉદ્ધવ

ઉદ્ધવે કહ્યું કે, હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે સંજય રાઉત અને અમારા કાર્યકરો હજી પણ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા નથી. ભાજપના લોકો કંઈ પણ કહે છે. જ્યારે હું કોંગ્રેસ અને એનસીપીમાં જાઉં છું ત્યારે તેઓ કહેવા લાગે છે કે મેં હિન્દુત્વ છોડી દીધું છે. તેથી હું તેમને પૂછવા માંગુ છું કે મોહન ભાગવતની મસ્જિદોની મુલાકાત અંગે તેમનો શું અભિપ્રાય છે.

આ પણ વાંચો : અર્લી મોર્નિંગ બ્રેક ફાસ્ટ સાથે નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ, માલિક સહિત 45ની ધરપકડ

ઉદ્ધવ ઠાકરે 6 મેના રોજ રત્નાગીરી જશે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ 6 મેના રોજ રત્નાગીરી જિલ્લાના પ્રવાસે હશે. તમને જણાવી દઈએ કે જિલ્લામાં એક રિફાઈનરીનો પ્રસ્તાવ છે. ઉદ્ધવ તે સ્થળની પણ મુલાકાત લેશે જ્યાં રિફાઈનરી સ્થાપવાની છે. ઠાકરેએ કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓને બિનજરૂરી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ગૌતમ અદાણીની જીવનચરિત્ર શાળાઓમાં ભણાવવી જોઈએ, જેથી દેશના લોકો સમજી શકે કે અમીર કેવી રીતે બનવું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">