Uddhav Thackrey Vs Eknath Shinde: શિવસેનાના પ્રોપર્ટી કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેને સમર્થન કરતી અરજી ફગાવી
Uddhav Thackrey Vs Eknath Shinde: અરજદાર મહારાષ્ટ્રના મતદાર હોવાથી આ મામલે પીઆઈએલ દાખલ કરી હતી. તે જ સમયે, કોર્ટે તેમને પૂછ્યું કે તમે આ મામલે પીઆઈએલ કેવી રીતે દાખલ કરી શકો છો.
ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં શિવસેના પક્ષની ચલ અને અચલ મિલકતોને અલગ-અલગ કરવાની માગ અને આના માટે ઉદ્ધવ ઠાકરે જૂથને નિર્દેશ આપવાની માગ સાથે અરજી કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, આ મામલે મહારાષ્ટ્રના વકીલ આશિષ ગિરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે એવી પણ માંગ કરી હતી કે ચલ કે અચલ મિલકત એકનાથ શિંદેને ટ્રાન્સફર કરવામાં આવે. મળતી માહિતી મુજબ અરજદાર મહારાષ્ટ્રના મતદાર હોવાથી આ અરજી દાખલ કરી હતી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં તમિલનાડુ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે તમામ બાબતોને સમયસર ક્લિયર કરવામાં આવે.
Supreme Court dismisses a plea seeking direction to restrain the Uddhav Thackeray group from alienating movable or immovable assets of the Shiv Sena party and it should be transferred to the new party president.
The plea was filed by a Mumbai-based lawyer Ashish Giri seeking…
— ANI (@ANI) April 28, 2023
શિંદે જૂથના નેતાએ શું કહ્યું?
તમને જણાવી દઈએ કે, શિવસેના ગયા વર્ષે બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. તે સમયે શિંદેના શિવસેના જૂથે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ફેબ્રુઆરીમાં, શિંદે જૂથના એક નેતાનું નિવેદન બહાર આવ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે એકનાથ શિંદેને શિવસેના ભવન અથવા ઉદ્ધવ ઠાકરે સાથે સંબંધિત કોઈપણ સંપત્તિમાં રસ નથી.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ પહેલા જ શિંદે જૂથને પાર્ટીનું નામ શિવસેના અને પાર્ટીનું નિશાન ધનુષ અને તીરનું પ્રતીક આપી ચૂક્યું છે. શિંદે જૂથના નેતા દીપક કેસરકરે કહ્યું હતું કે પાર્ટીનું નામ અને પ્રતીક મળ્યા બાદ એકનાથ શિંદેને પાર્ટીની સંપત્તિમાં કોઈ રસ નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…