Hindustani Bhau Arrested : યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉ ફરી પોલિસની ઝપટે, રવિવારની રાત વિતાવવી પડશે જેલમાં

વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ ઉપર વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન માટે ઉશ્કેરવાનો આરોપ છે.

Hindustani Bhau Arrested : યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉ ફરી પોલિસની ઝપટે, રવિવારની રાત વિતાવવી પડશે જેલમાં
Hindustani-Bhau (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 4:55 PM

સોશિયલ મીડિયાના જાણીતા ચહેરા વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ (HindustaniBhau) ને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અને કોર્ટેમાં તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી (JudicialCustody) માં મોકલી દીધો હતો. વિકાસ પાઠક પર મંગળવારે વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન માટે ઉશ્કેરવાનો આરોપ છે. વિકાસ ઉર્ફે હિન્દુસ્તાની ભાઉના વકીલ મહેશ મુલેએ જણાવ્યું કે તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન માટે અરજી કરી છે. કોર્ટ સોમવારે જામીન અરજી પર સુનાવણી કરશે. જોકે, ત્યાં સુધી વિકાસને જેલમાં જ રહેવું પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિકાસ વિરુદ્ધ આઈપીસીની કલમ 353, 332, 427, 109, 224, 143, 146, 147, 149 અને રમખાણો ભડકાવવા સહિત આઈપીસીની કલમ 188, 269, 270 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ 31 જાન્યુઆરીએ, 10મા અને 12મા ધોરણના લાખો વિદ્યાર્થીઓ મુંબઈના ધારાવી સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઑફલાઇન પરીક્ષાના વિરોધમાં રસ્તાઓ પર હુલ્લડ મચાવ્યા હતો. એવો આરોપ હતો કે સોશિયલ મીડિયાના વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉએ વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા છે જેથી મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પહેલા મંગળવારે મુંબઈ પોલીસે હિન્દુસ્તાની ભાઉની વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ ધરપકડ કરી હતી. હિન્દુસ્તાની ભાઉએ ધરપકડ પહેલા જામીન માટે વકીલોની સલાહ લીધી. ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. સોમવારે મુંબઈના ધારાવીમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓની માંગ છે કે કોવિડ-19ના મહામારી વચ્ચે ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ ઓનલાઈન કરવામાં આવે.

પોલિસને લાઠીચાર્જ કરવો પડ્ય

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સોમવારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ મુંબઈના ધારાવી સ્થિત શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના બંગલાનો ઘેરાવ કર્યો હતો. લાખોની સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રવિવારે શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સમયસર લેવામાં આવશે અને ઑફલાઇન કરવામાં આવશે. જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનો સમય લંબાવીને ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :ભેંસની પૂંછડીના ટુકડામાંથી વાછરડાના ક્લોન્સ બનાવાયા, વૈજ્ઞાનિકોનો દાવો- દૂધની નદીઓ વહેશે

આ પણ વાંચો :લતા મંગેશકરનું અમરેલી કનેક્શન, રાજુલા તાલુકાના મોરંગી ગામમાં બંધાવ્યું સાઈબાબાનું ભવ્ય મંદિર, જાણે શું છે તેની પાછળની હકિકત

g clip-path="url(#clip0_868_265)">