Maharashtra: હિન્દુસ્તાની ભાઉએ કોર્ટમાં માંગી માફી, વકીલે કહ્યું ‘અમારો હેતુ સાચો હતો, કમનસીબે તેનો દુરુપયોગ થયો’

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે 10મા અને 12માની પરીક્ષાઓ ઓફલાઈન કરવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયના વિરોધમાં સોમવારે વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું.

Maharashtra: હિન્દુસ્તાની ભાઉએ કોર્ટમાં માંગી માફી, વકીલે કહ્યું 'અમારો હેતુ સાચો હતો, કમનસીબે તેનો દુરુપયોગ થયો'
Vikas Pathak alias Hindustani Bhau
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 8:53 AM

Hindustani Bhau)ની ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટે તેને 4 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. સોમવારે મોડી રાત્રે મુંબઈ પોલીસે ભાઉની ધરપકડ કરી હતી. તેના પર વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ છે.

જે બાદ કોર્ટમાં વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ તરફથી હાજર થતા તેમના વકીલ મહેશ મુલ્યાએ કહ્યું કે અમે કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. અમારો હેતુ સાચો હતો, અમે વિદ્યાર્થીઓને ટેકો આપવા આવ્યા હતા. કમનસીબે તેનો દુરુપયોગ થયો અને તે રમખાણોમાં ફેરવાઈ ગયો. વકીલે કહ્યું કે અમે તપાસમાં પોલીસને સંપૂર્ણ સહકાર આપીશું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મુંબઈના ધારાવી પોલીસ સ્ટેશનમાં વિકાસ જયરામ પાઠક અને ઈકર ખાનના નામે IPCની કલમ 353, 332, 427, 109, 114, 193, 145,146,149, 188, 269, 270 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સોમવારે મુંબઈના ધારાવી વિસ્તાર પાસે વિદ્યાર્થીઓ દ્વારા મોટો વિરોધ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષાને ઓનલાઈન કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન હજારો વિદ્યાર્થીઓએ લગભગ એક કલાક સુધી વિસ્તારનો રસ્તો રોકી રાખ્યો હતો. જેના કારણે સમગ્ર ધારાવી વિસ્તારમાં ભયંકર જામ થઈ ગયો હતો. જે બાદ પોલીસે વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના મુંબઈ ખાતેના ઘરે પણ વિદ્યાર્થીઓનો વિરોધ વાસ્તવમાં, થોડા દિવસો પહેલા, મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે 10મા અને 12માની પરીક્ષાઓ ઑફલાઇન કરવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">