AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લતા મંગેશકરનું અમરેલી કનેક્શન, રાજુલા તાલુકાના મોરંગી ગામમાં બંધાવ્યું સાઈબાબાનું ભવ્ય મંદિર, જાણે શું છે તેની પાછળની હકિકત

કોકિલ કંઠ અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા લતા દીદીએ આજે વિદાય લીધી છે, સમગ્ર દેશ આજે લતા દીદીના ચાલ્યા જવાથી શોકમય છે. લતાજીને ગુજરાત સાથે અનન્ય નાતો હતો, તેમણે સંખ્યાબંધ ગુજરાતી ગીતો ગાયાં છે, તેમનું અમરેલી જિલ્લા સાથે ખાસ કનેક્શન હતું

લતા મંગેશકરનું અમરેલી કનેક્શન, રાજુલા તાલુકાના મોરંગી ગામમાં બંધાવ્યું સાઈબાબાનું ભવ્ય મંદિર, જાણે શું છે તેની પાછળની હકિકત
Maheshbhai Rathore with Lata Mangeshkar (file Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 3:30 PM
Share

જેમના અવાજથી ભારત ઉપરાંત દેશવિદેશમાં પણ લોકચાહના હતી તેવા લતા મંગેશકર (Lata Mangeshkar) આજે સર્વગલોક પામ્યા છે. કોકિલ કંઠ અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા લતા દીદીએ આજે વિદાય લીધી છે. સમગ્ર દેશ આજે લતા દીદીના ચાલ્યા જવાથી શોકમય છે. લતાજીને ગુજરાત સાથે અનન્ય નાતો હતો. તેમણે સંખ્યાબંધ ગુજરાતી ગીતો ગાયાં છે. તેમનું અમરેલી (Amreli)  જિલ્લા સાથે ખાસ કનેક્શન હતું.

મેરી આવાજ પહેચાન હૈ ગીતના ગાયક કલાકાર લતા દીદી આજે દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે સંગીત પ્રેમીઓ અને પુરા દેશમાં શોક છવાઈ ગયો છે. ત્યારે જાણવા મળ્યું છે કે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામ સાથે લતાજીને ખાસ સંબંધ હતો. આ કારણે જ તેમણે ત્યાં સાઈબાબાનું ભવ્ય મંદિર બનાવવામાં તમામ પ્રકારની મદદ કરી હતી. આ મંદિરમાં અત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.

વાત એમ છે કે લતા દીદીની સાથે પડછાયાની જેમ રહેતા મૂળ અમરેલી જિલ્લાના રાજુલા (Rajula) તાલુકાના મોરંગી ગામના વતની મહેશભાઈ રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી લતા દીદીની સાથે રહેતા હતા. લતા દીદી મહેશભાઈ રાઠોડને દીકરા કરતા વિશેષ રાખતા હતા. લતા દીદીને સાંઈબાબા ઉપર અપાર શ્રદ્ધા હતી. મહેશભાઈ રાઠોડના વતનમાં જ્યારે સાઈબાબાનું મંદિર બનાવવાનું હતું ત્યારે લતા દીદીનો બહુમૂલ્ય ફાળો હતો. સાઈબાબાનું મંદિર મોરંગી ખાતે જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે લતા દીદીએ મહેશભાઈ રાઠોડને જે જરૂર પડે તે હું આપીશ તેમ કહેલું હતું.

આજે મોરંગી ગામે સાઈબાબાનું ભવ્ય મંદિર લતા દીદીના સહયોગથી બન્યું છે. લોકો અહીં દૂર દૂરથી દર્શન માટે આવે છે. મહેશભાઈ રાઠોડ જ્યારે પોતાના વતન મોરંગી આવતા ત્યારે લતા દીદી વિડીયો કોલથી સાઈબાબાના દર્શન કરતા. મહેશભાઈ રાઠોડ હમેશાં લતા દીદીની સાથે રહેતા હતા. લતા દીદીના તમામ કામ મહેશભાઈ રાઠોડ સંભાળતા હતી.

શરૂઆતમાં મહેશભાઈ રાઠોડ લતા દીદીના ડ્રાઇવર તરીકે રહ્યા હતા. ત્યાર બાદ મહેશભાઈ રાઠોડ લતા દીદીના તમામ કામ કરતા કરતા તેઓ લતા દીદીના પી.એ બની ગયા. મહેશભાઈ રાઠોડને લતા દીદી પરિવારના એક સભ્યની જેમ રાખતા હતા. લતા દીદીનો પડ્યો બોલ મહેશભાઈ ઝીલી લેતા. કોઈ પણ કામ હોય લતા દીદી મહેશભાઈને કહેતા હતા.

આ પણ વાંચોઃ રમઝાન માસમાં લતા મંગેશકર સાથે ઓસમાણ મીરે કરી હતી વાત, વાંચો લતાજીએ શું કહ્યું હતું ઓસમાણ મીરને

આ પણ વાંચોઃ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો

g clip-path="url(#clip0_868_265)">