Maharashtra: FIR પછી નારાયણ રાણેએ કહ્યું – મારા વિરુધ્ધ આદેશ કાઢનારા રાષ્ટ્રપતિ થોડા છે ? હુ નાનો માણસ નહી કેન્દ્રીય પ્રધાન છુ
નાશિકમાં ભાજપ કાર્યાલયમાં શિવસૈનિકોએ પથ્થરમારો કરવા સાથે તોડફોડ કરી છે. નારાયણ રાણે વિરુદ્ધ શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર કર્યા. તો સાંગલીમાં રાણેના સ્વાગત માટે લગાવેલા પોસ્ટરો પર શાહી ફેંકવામાં આવી હતી. આ સિવાય ઔરંગાબાદમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રદાન ઉદ્ધવ ઠાકરે વિરુધ્ધ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ઉચ્ચારેલા વિવાદાસ્પદ નિવેદન બાદ, મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાવા સાથે હિંસાના બનાવો બન્યા છે. નારાયણ રાણની ધરપકડના સમાચાર બાબતે પત્રકારો સાથે વાત કરતા ખુદ નારાયણ રાણેએ કહ્યું કે ‘મેં કોઈ ગુનો કર્યો નથી. મારી સામે કેસ નોંધવામાં આવ્યો છે, મને ખબર નથી.
આ તમામ બાબતો મીડિયા દ્વારા જાણમાં આવી છે કે, મારી ધરપકડનો આદેશ આપવામાં આવ્યો છે. અહીં કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ મારી ધરપકડના આદેશ કરાનારા રાષ્ટ્રપતિ થોડા છે ? હુ કેન્દ્રીય પ્રધાન છુ. જે મુખ્ય પ્રધાનને એ વાતની ખબર નથી કે દેશને આઝાદી મળ્યે કેટલા વર્ષ થયા આ બાબત તો દેશના અપમાન સમાન નથી લાગતો ? આ રાજદ્રોહ છે. આ સમગ્ર મામલે મારી બદનામી થઈ છે. હું તેમની સામે કેસ દાખલ કરીશ. કાનની નીચે લગાવવુ એ બોલવુ ગુનો નથી.
દરમિયાન રાણેના થપ્પડના નિવેદન બાદ,મહારાષ્ટ્રમાં શિવસૈનિક આક્રમક બન્યા છે. નાશિકમાં ભાજપ કાર્યાલયમાં શિવસૈનિકોએ પથ્થરમારો કર્યો છે. કચેરીમાં ભારે તોડફોડ કરી છે અને રાણે વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બીજીબાજુ સાંગલીમાં નારાયણ રાણેના સ્વાગત માટે લગાવેલા પોસ્ટરો પર શાહી ફેંકવામાં આવી હતી. આનો જવાબ આપતા રાણેએ કહ્યું, ‘શું આ શિવસેનાની મર્દાનગી છે ? હું શિવસેનાથી ડરતો નથી. શિવસેના આક્રમક છે તેનાથી હું બેવડો આક્રમક છું. મે શિવસેના છોડતા જ શિવસેનાનો અંત આવી ગયો છે. આટલુ કહીને નારાયણ રાણે તેમની નિર્ધારીત જનઆર્શિવાદ યાત્રામાં આગળ વધ્યા હતા.
નાસિક પોલીસ કમિશનરનું નિવેદન- માત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જ ધરપકડમાંથી મુક્તિ આ સમગ્ર મામલે બોલતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રીય પ્રધાનની ધરપકડ કરી શકતી નથી. ચંદ્રકાંત પાટીલે કહ્યું કે તેઓ નારાયણ રાણેના નિવેદનનું સમર્થન કરી રહ્યા નથી. પરંતુ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહ્યા હતા, તેમનું શું ?
દરમિયાન, નાસિક પોલીસ કમિશનર દીપક પંડ્યેએ મીડિયાને માહિતી આપી હતી કે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમે કાયદાનું પાલન કરી રહ્યા છીએ. ચંદ્રકાંત પાટીલના નિવેદન પર બોલતા તેમણે કહ્યું કે બંધારણ મુજબ માત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જ ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Maharashtra : કેન્દ્રીય પ્રધાન રાણેના નિવેદન પર રાજકારણ ગરમાયું, શિવસૈનિકોએ ભાજપની ઓફિસ પર પથ્થરમારો કર્યો