AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું 5 વર્ષથી નીચેની વયના બાળકોને મળશે વેક્સિન ? Pfizer અને BioNTechએ ઇમરજન્સી ઉપયોગની કરી ડિમાન્ડ

BioNTech MD, CEO અને સહ-સ્થાપક ઉગુર સાહિને જણાવ્યું હતું કે, “જો 6 મહિનાથી વધુ ઉંમરના બાળકો માટે રસીકરણની મંજૂરી આપવામાં આવે તો અમે 6 મહિનાથી 4 વર્ષની વયના બાળકોને COVID-19 થી સુરક્ષિત કરવામાં માટે ઉત્સાહિત છે."

શું 5 વર્ષથી નીચેની વયના બાળકોને મળશે વેક્સિન ? Pfizer અને BioNTechએ ઇમરજન્સી ઉપયોગની કરી ડિમાન્ડ
Corona Vaccine (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 8:36 AM
Share

કોરોનાના (Corona) વધતા જતા  સંક્ર્મણ વચ્ચે ફાર્માસ્યુટિકલ કંપનીઓ ફાઈઝર (Pfizer) અને બાયોએનટેકે (BioNTech) 6 મહિનાથી 5 વર્ષની વયના બાળકો માટે તેમની કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે માંગ કરી છે. મંગળવારે બંને ફાર્માસ્યુટિકલ કંપનીઓએ જણાવ્યું હતું કે, ‘ફાઇઝર ઇન્ક. અને બાયોએનટેક SE એ જાહેરાત કરી હતી કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ની વિનંતીને પગલે કંપનીઓએ Pfizer-BioNTech COVID-19 રસીના ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન (EUA)માં ફેરફાર કરવા માટે રોલિંગ સબમિશન શરૂ કરી દીધું છે.

Pfizer અને BioNTech એ જણાવ્યું હતું કે, “આ વસ્તીમાં જાહેર આરોગ્યની તાકીદની જરૂરિયાત મુજબ જો 6 મહિનાથી 5 વર્ષ સુધીના વયના બાળકોને રસી આપવાની મંજૂરી આપવામાં આવે તો Pfizer-BioNTech રસી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ પ્રથમ COVID-19 રસી હશે. Pfizer અને BioNTech જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં EUA સબમિશન પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે.

વધતા સંક્ર્મણને કારણે બાળકોની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો

Pfizer ના પ્રમુખ અને CEO આલ્બર્ટ બૌરલાએ જણાવ્યું હતું કે, “કોરોનાથી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો કર્યો છે. એફડીએ સાથે અમારું પરસ્પર ધ્યેય ભવિષ્યના વિવિધ વેરિઅન્ટ માટે રસી વિકસાવવાનું અને બાળકોને વાયરસથી બચાવવા માટે માતાપિતા માટે વિકલ્પ પૂરો પાડવાનો છે.

તેમણે કહ્યું, ‘અમારું માનવું છે કે કોરોનાના વર્તમાન અને સંભવિત ભવિષ્યના વેરિએન્ટ સામે લડવા માટે 6 મહિનાથી 4 વર્ષની વયના બાળકો માટે રસીના ત્રણ ડોઝની જરૂર પડશે. જો બે ડોઝની મંજૂરી આપવામાં આવે તો માતાપિતાને ત્રીજા ડોઝની રાહ જોતી વખતે રસીકરણ શરૂ કરવાની તક મળશે. BioNTech MD, CEO અને સહ-સ્થાપક ઉગુર સાહિને જણાવ્યું હતું કે, વૈક્સિન પહેલાથી જ 5 વર્ષની ઉંમરથી શરૂ થાય છે બધા આયુના સભ્યો માટે દવાની તપાસ અને ઘણા અભ્યાસો માટે અનુકૂળ સુરક્ષા, સહનશીલતા સાથે પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં આવે છે.

સાહિને જણાવ્યું હતું કે, “જો 6 મહિનાથી વધુ ઉંમરના બાળકો માટે રસીકરણની મંજૂરી આપવામાં આવે તો અમે 6 મહિનાથી5 વર્ષની વય સુધીના બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવામાં માટે ઉત્સાહિત છે.”

આ પણ વાંચો : Corona : કોરોના પર જીત જાહેર કરવી ઉતાવળ ભર્યું, ઘણા દેશોએ આપેલી ઢીલ પર WHOની ચેતવણી

આ પણ વાંચો : કોઈ પ્રયોગ નહીં, હવે એરફોર્સમાં મહિલા ફાઈટર પાઈલટ કાયમી થશે, રક્ષા મંત્રાલયનો મોટો નિર્ણય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">