AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Crisis : મહારાષ્ટ્રમાં સાત વીજળી ઉત્પાદન એકમ ઠપ્પ, ઉર્જા મંત્રી નીતિન રાઉતે સરકારને ગણાવી જવાબદાર

મહારાષ્ટ્ર રાજ્યમાં પણ વિજળીની અછત જોવા મળી રહી છે. હાલ રાજ્ય 3,500 થી 4,000 મેગાવોટની વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે.

Power Crisis : મહારાષ્ટ્રમાં સાત વીજળી ઉત્પાદન એકમ ઠપ્પ, ઉર્જા મંત્રી નીતિન રાઉતે સરકારને ગણાવી જવાબદાર
Power Crisis in Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 2:02 PM
Share

Maharashtra Power Crisis :  સમગ્ર દેશમાં હાલ વીજળીનું સંકટ જોવા મળી રહ્યુ છે.ત્યારે મહારાષ્ટ્રમાં પણ હાલ વીજળીની અછત વર્તાય રહી છે. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે (Nitin Raut) જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર હેઠળ જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU) કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL) ના નબળા સંચાલન અને આયોજનના અભાવને કારણે રાજ્ય 3,500 થી ચાર હજાર મેગાવોટ વીજળીની (Powe Crisis) અછતનો સામનો કરી રહ્યું છે.

કોના પાપે મહારાષ્ટ્રની જનતાએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ‘મહારત્ન PSU’ અને અશ્મિભૂત કોલસાનું સૌથી મોટું ઉત્પાદક, CIL રાજ્યમાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે સમયસર કોલસો પૂરો પાડવા સક્ષમ નથી. જેને કારણે મહારાષ્ટ્ર સાડા ત્રણ હજારથી ચાર હજાર મેગાવોટ વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે. આ કોલ ઇન્ડિયાના (Coal India) અસંગઠિત કાર્ય અને આયોજનના અભાવનું પરિણામ છે, જેના કારણે મહારાષ્ટ્રની જનતાએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.

કોંગ્રેસ નેતાએ વીજળી કંપનીઓ પર લગાવ્યો આરોપ

કોંગ્રેસી નેતાએ ‘કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ’ (Coastal Gujarat Power Limited) અને જેએસડબલ્યુ પર વીજળીના પુરવઠા અંગેના કરાર હોવા છતાં મહારાષ્ટ્રને વીજ પુરવઠો ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ અને જેએસડબ્લ્યુએ રાજ્યના વીજ એકમો સાથે 760 મેગાવોટ અને 240 મેગાવોટ (Mega watt) વીજ પુરવઠા અંગે કરાર કર્યો છે. છતા બંને કંપનીઓ દ્વારા મહારાષ્ટ્રને(Maharashtra)  વીજળી પૂરી પાડવામાં આવી નથી, જેના કારણે વીજળીની અછત સર્જાઈ છે. અમારી પાસે આ કંપનીઓ સાથે લાંબા ગાળાના કરાર છે અને તેમની પાસે પૂરતો સ્ટોક છે છતા રાજ્યને વીજળી પુરી પાડવામાં નથી આવી.

મહારાષ્ટ્રના કયા પાવર પ્લાન્ટમાં હાલ કેટલો કોલસો ?

-કોરાડી પાવર પ્લાન્ટમાં અડધો દિવસનો કોલસો છે. -ખાપરખેડા પ્લાન્ટમાં લગભગ 1 દિવસ ચાલે તેટલો કોલસો છે. -પારસ પ્લાન્ટમાં પણ લગભગ એક દિવસ માટે કોલસો હોય છે. -ભુસાવલ પ્લાન્ટમાં લગભગ દોઢ દિવસનો કોલસો બાકી છે. -ચંદ્રપુર પાવર પ્લાન્ટમાં લગભગ બે દિવસનો કોલસો બાકી છે. -નાસિક પ્લાન્ટમાં લગભગ બે દિવસ ચાલે તેટલો કોલસો છે. -પરલી પ્લાન્ટમાં 2 દિવસનો કોલસો પણ બાકી છે. -મહારાષ્ટ્રમાં 27 એકમોમાંથી 7 વીજ ઉત્પાદન એકમો કોલસાની અછતને (Coal Crisis) કારણે બંધ છે.

આ પણ વાંચો : શું સમીર વાનખેડેની જાસૂસી કરવામાં આવી રહી છે ? ગૃહમંત્રી પાટીલે જાસૂસી અંગે આપી સફાઈ

આ પણ વાંચો : Mumbai Kurla Fire Broke Out : કુર્લાની સોસાયટીમાં ભીષણ આગ, 20 બાઈક બળીને ખાખ, ફાયર બ્રિગેડે આગ કરી કાબૂ

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">