શું સમીર વાનખેડેની જાસૂસી કરવામાં આવી રહી છે ? ગૃહમંત્રી પાટીલે જાસૂસી અંગે આપી સફાઈ

ગૃહમંત્રી દિલીપ પાટીલે જાસુસી અંગે સફાઈ આપતા જણાવ્યુ હતુ કે, "સરકારે પોલીસ અથવા રાજ્યના ગુપ્તચર વિભાગને સમીર વાનખેડેનો પીછો કરવા માટે કોઈ આદેશ આપ્યો નથી."

શું સમીર વાનખેડેની જાસૂસી કરવામાં આવી રહી છે ? ગૃહમંત્રી પાટીલે જાસૂસી અંગે આપી સફાઈ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 12:12 PM

Maharashtra:  શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં ચાલી રહેલી તપાસનું નેતૃત્વ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પર જાસૂસી કરવાના આરોપો પર મહારાષ્ટ્ર ગૃહમંત્રીએ સ્પષ્ટતા આપી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ પાટીલે (Home minister Dilip Patil) આ અંગે જણાવ્યુ કે, રાજ્ય સરકારે પોલીસ કે અન્ય કોઈ એજન્સીને NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ગતિવિધિઓ પર નજર રાખવાનો આદેશ આપ્યો નથી.

શું સમીર વાનખેડેની જાસુસી કરવામાં આવી રહી છે ?

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીઓ મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓને (Police Officers) મળ્યા હતા અને ફરિયાદ કરી હતી કે છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈ પોલીસ અધિકારીઓ દ્વારા તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત સોમવારે સમીર વાનખેડેએ પણ ડીજીપીને (DGP) ફરિયાદ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે બે પોલીસ અધિકારીઓ દ્વારા તેનો પીછો કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ગૃહમંત્રી પાટીલે કરી સ્પષ્ટતા

આ સમગ્ર મામલે ગૃહમંત્રી પાટીલે કહ્યું કે, સરકારે સમીર વાનખેડેનો પીછો કરવા માટે પોલીસ કે રાજ્યના ગુપ્તચર વિભાગને કોઈ આદેશ આપ્યો નથી.વધુમાં જણાવ્યુ કે, સમીરની ફરિયાદના આધારે તપાસ કરવા પણ જણાવ્યુ છે. ગૃહમંત્રીએ કહ્યું કે, મને નથી લાગતું કે પોલીસ તેના પર નજર રાખી રહી છે. તમને જણાવી દઈએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના(Narcotics Control Bureau)  અન્ય એક અધિકારીએ સોમવારે દાવો કર્યો હતો કે ઓશિવારા પોલીસ સ્ટેશનના (Police station) બે અધિકારીઓએ કથિત રીતે તે વિસ્તારમાં એક કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી જ્યાં સમીર વાનખેડેની માતાને દફનાવવામાં આવી હતી. આ સાથે જ જાસુસી અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

પોલીસ અધિકારીઓએ આ સમગ્ર મામલે જણાવ્યુ કે, વાનખેડે નિયમિતપણે જે કબ્રસ્તાનની મુલાકાત લે છે.ત્યાં તેનો પીછો કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ઉપરાંત કબ્રસ્તાનના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ સામે આવ્યા છે.વાનખેડે પોતાની ફરિયાદ સાથે સીસીટીવી ફૂટેજના પુરાવા પણ રજૂ કર્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે મુંબઈ NCB ટીમના અન્ય અધિકારીઓને ‘ટ્રેક’ (Track) કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Aryan Khan Drugs Case: આર્યન ખાનને જામીન મળશે કે નહીં ! અરજી પર આજે સુનાવણી, NCB વિરોધ કરશે

આ પણ વાંચો : સરકારી કામ માટે પોતાના જુનિયર અધિકારી પાસે લાંચ માંગી રહ્યો હતો સિનિયર ફોરેસ્ટ અધિકારી, ACBના હાથે ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">