Maharashtra: દારૂના નશામાં છાકટા થયેલા યુવકોએ રાત માથે લીધી, પોલિસે રોક્યા તો પેટ પર બટકું ભર્યુ, 6ની ધરપકડ

મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) કહ્યું કે હુમલાનો એક આરોપી આકાશ ગાડે હિસ્ટ્રીશીટર છે. તેમણે જણાવ્યું કે ઓટોરિક્ષામાં જતી વખતે હુમલાખોરો પાસે તીક્ષ્ણ હથિયાર પણ હતા.

Maharashtra: દારૂના નશામાં છાકટા થયેલા યુવકોએ રાત માથે લીધી, પોલિસે રોક્યા તો પેટ પર બટકું ભર્યુ, 6ની ધરપકડ
Maharashtra Police (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 12:06 PM

મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં તિલક રોડ પર નશામાં ધૂત કેટલાક યુવાનોએ હંગામો મચાવ્યો હતો અને કોઈ કારણ વગર લોકો પર હુમલો કર્યો હતો. તે જ સમયે, જ્યારે સ્થળ પર હાજર પોલીસકર્મીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમાંથી એકે તેમને બટકું ભરી લીધુ હતુ. પુણે પોલીસે (Pune Police) આ કેસમાં ઓટોરિક્ષા ચાલક સહિત છ લોકોની ધરપકડ કરી છે. તેમજ હવે તેમની સામે વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરોની ઓળખ અક્ષય ચૌરે (28), સાગર રાઠોડ (20), આકાશ ગાડે (22), વિશાલ ચવ્હાણ (19), રવિદાસ રાઠોડ (32), નિરાકર કદમ (23) અને એક 17 વર્ષીય સગીર તરીકે થઈ છે. આ તમામ લોકો પુણેના સિંહગઢ રોડ વિસ્તારના રહેવાસી છે.

લોકો પર કરી રહ્યા હતા હુમલા

આ ઘટનામાં ઘાયલ પોલીસકર્મી સતીશ જાધવે જણાવ્યું કે, યુવકોએ પહેલા બપોરે લગભગ 3.30 વાગ્યે મહારાષ્ટ્ર ઈલેક્ટ્રોનિક્સ પાસે તિલક રોડ પર લોકો પર હુમલો કર્યો. પછી તેઓ કેલકર રોડ અને અલકા ટોકીઝની નજીક અને હટ્ટી ગણપતિ મંદિર પાસે ખાઉ ગલીમાં ચાલ્યા ગયા. જ્યાં તેણે કોઈ કારણ વગર લોકો પર હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલોથી પ્રાપ્ત માહિતી અનુસાર, જોંધલે ચોક પાસે હુમલાખોરોએ સુખદેવ ગાયકવાડને કથિત રીતે માર માર્યો હતો. તેણે અન્ય એક વ્યક્તિને પણ પથ્થરમારો કરીને ઇજા પહોંચાડી હતી.

પોલીસકર્મીના પેટ પર બટકું ભર્યું

એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સ્થાનિક રહેવાસીએ પોલીસ કંટ્રોલ રૂમને આ ઘટનાની જાણ કરી, ત્યારબાદ પોલીસકર્મી સતીશ જાધવે હુમલાખોરોનો પીછો શરૂ કર્યો. આ લોકો ઓટોરિક્ષામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા. જાધવે જણાવ્યું કે તેઓ તેમને અલકા ટોકીઝ પાસે રોકવામાં સફળ થયા અને જ્યારે તેમણે હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમાંથી એકે તેમને પેટ પર બટકું ભર્યું.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

લોકોની મદદથી છ હુમલાખોરો ઝડપાયા

પોલીસકર્મીએ જણાવ્યું કે આ દરમિયાન હર્ષલ દુદામ મારા બચાવમાં આવ્યો. સ્થળ પર હાજર કેટલાક લોકોની મદદથી અમે છ યુવકોને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 354 (મહિલાનું માન ભંગ કરવાના ઈરાદાથી હુમલો) અને કાયદાની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે.

એક આરોપી હિસ્ટ્રીશીટર

વિશ્રામબાગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ માનેએ જણાવ્યું હતું કે આરોપીઓમાંથી એક આકાશ ગાડે હિસ્ટ્રીશીટર છે. આ લોકો ઓટોરિક્ષામાં તિક્ષ્ણ હથિયારો લઈને જતા હતા. તેણે કેટલાક લોકોને ખરાબ રીતે માર માર્યો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા ત્રણ લોકોએ અત્યાર સુધી અમારો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં અમારા પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">