Maharashtra: મહારાષ્ટ્રમાં કોરોનાના 43 હજારથી વધુ નવા કેસ અને 19 દર્દીના મોત, એક દીવસમાં 136 પોલિસકર્મી સંક્રમિત
ફ્રન્ટલાઈન વર્કર્સમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સરકાર તેમને પ્રાથમિકતાના આધારે કોરોના બૂસ્ટર ડોઝ (Corona Booster Dose) આપી રહી છે. પુણે જિલ્લામાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ પોલીસકર્મીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના (Maharashtra Corona) કેસની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 43,211 નવા દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન, 33,356 દર્દીઓ સંક્રમણમાંથી સાજા પણ થયા છે. રાજ્યમાં હાલમાં કોરોનાના 2,61,658 સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં પણ ઓમિક્રોનના (Omicron) કેસ ઝડપથી વધી રહ્યા છે. નવા વેરીઅન્ટથી સંક્રમિત 238 દર્દીઓ મળી આવ્યા છે, આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1605 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. સામાન્ય લોકોની સાથે લોકોની સેવામાં લાગેલા પોલીસકર્મીઓ પણ મોટી સંખ્યામાં સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 136 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ તમામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 126 પોલીસકર્મીઓના સંક્રમણને કારણે મોત થયા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ વિભાગમાં હાલમાં 1,253 સક્રિય કેસ છે. સામાન્ય જનતાની સેવામાં લાગેલા પોલીસકર્મીઓ કોરોનાની ત્રીજી લહેરમાં વધુને વધુ સંક્રમણનો શિકાર બની રહ્યા છે.
136 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત
Maharashtra | 136 police personnel tested positive for COVID in the last 24 hours. Total 126 personnel died so far; Active cases 1,253: Mumbai Police
— ANI (@ANI) January 14, 2022
ફ્રન્ટલાઈન વર્કર્સમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
માત્ર એક જ દિવસમાં 136 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સંક્રમિત થતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ફ્રન્ટલાઈન વર્કર્સમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સરકાર તેમને પ્રાથમિકતાના આધારે કોરોનાના બૂસ્ટર ડોઝ આપી રહી છે. પુણે જિલ્લામાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ પોલીસકર્મીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.
મુંબઈમાં કોરોનાના કેસ 11 હજારને પાર
મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. શુક્રવારે એકલા મુંબઈમાં જ કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, સમગ્ર મહારાષ્ટ્રમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 હજારને પાર થઈ ગઈ છે. જણાવી દઈએ કે આજે મુંબઈમાં કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણને કારણે 9 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. હાલમાં, રાજધાનીમાં કોરોનાના 84,352 સક્રિય કેસ છે. તે જ સમયે, ગુરુવારની તુલનામાં કેસોમાં ઘટાડો થયો છે. ગુરુવારે, મુંબઈમાં સંક્રમણના 13,702 કેસ મળી આવ્યા હતા.
Maharashtra reports 43,211 new COVID cases, 33,356 recoveries, and 19 deaths today. Active cases: 2,61,658
238 patients with Omicron infection have been reported in the state today. Till date, a total of 1605 Omicron cases have been reported in Maharashtra pic.twitter.com/ZnHmdMDz0i
— ANI (@ANI) January 14, 2022
આ પણ વાંચો : Bulli Bai App Case: 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપી શ્વેતા સિંહ અને મયંકને મોકલાયા, મુંબઈ પોલીસની કસ્ટડી પૂર્ણ