Bulli Bai App Case: 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપી શ્વેતા સિંહ અને મયંકને મોકલાયા, મુંબઈ પોલીસની કસ્ટડી પૂર્ણ
મુસ્લિમ મહિલાઓના ફોટાની હરાજી કરતી 'બુલ્લી બાઈ' એપના કેસમાં આરોપી શ્વેતા સિંહ અને મયંકને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. બંનેની ઉત્તરાખંડમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
મુસ્લિમ મહિલાઓના ફોટાની હરાજી કરતી ‘બુલ્લી બાઈ’ એપના (Bulli Bai App Case) કેસમાં કોર્ટે આરોપી શ્વેતા સિંહ અને મયંકને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial Custody) મોકલી દીધા છે. બંને આરોપીઓની પોલીસ કસ્ટડી પુરી થઈ ગઈ હતી. જે બાદ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે કહ્યું કે મયંક કોરોના પોઝિટિવ હોવાને કારણે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. જ્યારે શ્વેતા સિંહ કોર્ટમાં હાજર થઈ હતી. આ કેસમાં શ્વેતા સિંહ અને મયંક રાવત ઉપરાંત આસામમાંથી ધરપકડ કરાયેલા બે આરોપી વિશાલ ઝા અને નીરજ વિશ્નોઈ પણ સામેલ છે.
આરોપી મયંકના વકીલ સંદીપ શેરખાણેએ જણાવ્યું કે કોર્ટે આરોપી શ્વેતા સિંહ અને મયંકને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે આરોપી શ્વેતા સિંહ અને મયંકની પોલીસ કસ્ટડી સમાપ્ત થઈ ગઈ છે. જે બાદ શ્વેતાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યારે મયંકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તે કોર્ટમાં હાજર રહી શકી ન હતી.
'Bulli Bai' app case | Court sends accused Shweta Singh and Mayank into 14-day judicial custody: Sandeep Sherkhane, accused Mayank's lawyer https://t.co/7nr35s5ia0 pic.twitter.com/rpC0cNLxS1
— ANI (@ANI) January 14, 2022
આ કેસમાં અત્યાર સુધીમાં ચારની ધરપકડ કરવામાં આવી છે
આ કેસમાં અત્યાર સુધીમાં ચારની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ નીરજ બિશ્નોઈ, મયંક રાવત, વિશાલ ઝા અને 12મા ધોરણની વિદ્યાર્થીની શ્વેતા સિંહ છે. મયંક રાવત અને શ્વેતા સિંહની ઉત્તરાખંડમાંથી, 21 વર્ષીય એન્જિનિયર વિશાલ કુમાર ઝાને બેંગ્લોરથી અને નીરજ બિશ્નોઈની આસામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી નીરજ બિશ્નોઈની દિલ્હી પોલીસે આસામમાંથી ધરપકડ કરી હતી. નીરજે પહેલું ટ્વિટર હેન્ડલ બનાવ્યું હતું.
શું છે મામલો ?
તમને જણાવી દઈએ કે, વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ એક મહિલા પત્રકારે બુલી બાય ઍપ પર ‘ડીલ ઑફ ધ ડે’ જણાવીને વેચાઈ રહેલી પોતાની તસવીર શેર કરી હતી. પત્રકારે ટ્વિટર પર કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે એક મુસ્લિમ મહિલા તરીકે તમારે તમારા નવા વર્ષની શરૂઆત આ ડર અને નફરત સાથે કરવી પડશે. પક્ષના નેતાઓએ લઘુમતી સમુદાયની મહિલાઓની સાયબર સતામણીની નિંદા કરી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
ઘણા લોકોએ આ માટે દક્ષિણપંથી તત્વોને જવાબદાર ઠેરવ્યા છે. એપ પર હરાજી માટે સેંકડો મુસ્લિમ મહિલાઓને લિસ્ટ કરવામાં આવી હતી. જેના ફોટોગ્રાફ્સ પરવાનગી વગર લેવામાં આવ્યા હતા અને તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Mumbai Corona Update : મૂંબઈમાં ઓછા થઈ રહ્યા છે કોરોનાના આંકડા, 24 કલાકમાં 13702 સંક્રમિતો સાથે 6ના મૃત્યુ