Maharashtra : સાકીનાકા રેપ કેસ બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર એક્શનમાં, મહિલાઓની સલામતીને લઈને અધિકારીઓને આપ્યા નિર્દેશ

CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતુ કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સાકીનાકા કેસ (Saki Naka Rape Case) ચલાવીને ઝડપથી નિર્ણય લેવામાં આવશે. પરંતુ સજા આપવાની પ્રક્રિયામાં હજુ પણ કરવાની આવશ્યકતા જોવા મળી રહી છે. બેઠક વિશે માહિતી આપતા ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે જણાવ્યુ કે, વિધાનસભાના સત્રમાં શક્તિ કાનુન સંબધિત બિલ લાવવામાં આવશે.

Maharashtra : સાકીનાકા રેપ કેસ બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર એક્શનમાં, મહિલાઓની સલામતીને લઈને અધિકારીઓને આપ્યા નિર્દેશ
Cm Uddhav Thackeray (File Photo)

Maharashtra :  મુંબઈ સાકીનાકા રેપ બાદ મહિલાઓની સલામતીને લઈને ઉદ્ધવ ઠાકરે સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. આ સંદર્ભે તેમણે રવિવારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ (Police Officer) સાથે બેઠક યોજીને મહત્વના નિર્દશો આપ્યા હતા.ઉપરાંત સોમવારે પણ તેમણે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે મહિલાઓની સલામતી અને મહિલાઓ સામે ગુનાઓ અને બાળ દુરુપયોગ નિવારક પગલાં અંગે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

મહિલાઓની સલામતીને લઈને ઉદ્ધવ ઠાકરે સરકાર એક્શનમાં

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં જણાવ્યું હતું કે, પોલીસ માત્ર મહિલાઓનું જ રક્ષણ કરશે નહીં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે શરુ કરેલા નિરાધાર  મહિલાઓને (Women safety) આશ્રય આપવાના અભિયાનને વેગ આપવા પણ તૈયારી કરવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યુ કે ફૂટપાથ, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ જેવા સ્થળોએ આશ્રય લેતી મહિલાઓએ ખાસ કરીને રાત્રે તેમને યોગ્ય સુવિધાઓ(Basic Convenience)  મળી રહે તે માટે કામગિરી કરવા જણાવ્યુ છે.ઉપરાંત સુરક્ષાની સાથે પોલીસ આવી મહિલાઓને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે પ્રયત્નો કરે તેવી સુચનાઓ આપવામાં આવી છે.

મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને કઠોર સજા અને સંદેશ આપવો જરૂરી : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, ભૂતકાળમાં પણ રાજ્ય પોલીસ (Maharashtra police) અને અન્ય અધિકારીઓએ ઘણા જટિલ કેસોની તપાસ અસરકારક રીતે પૂર્ણ કરી છે. હવે મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને કઠોર સજા અને સંદેશ આપવો જરૂરી છે. વધુમાં કહ્યુ કે,રાજ્ય પોલીસના આવા દરેક પ્રયાસમાં સરકાર સંપૂર્ણ સહયોગ આપશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને કર્યા મહત્વના નિર્દેશ

આ બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેટલીક અત્યંત મહત્વની સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે મહિલાઓ પર અત્યાચારના કેસોમાં ઓટો રિક્ષાનો ઉપયોગ થતો હોવાની ઘણી ઘટનાઓ બની છે. આવી સ્થિતિમાં ઓટો રિક્ષાના અનધિકૃત હસ્તાંતરણની તપાસ જરૂરી છે. નોંધણી કરતી વખતે, સંબંધિત લાઇસન્સ (License)ધારકો તેમની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપે તે પ્રમાણ વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યુ છે.

ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા લોકોની માહિતી રાખવી જરૂરી છે. તેઓ ક્યાંથી આવી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, વહીવટીતંત્રને આ બધા વિશે જાણ હોવી જરૂરી છે. વધુમાં જણાવ્યુ કે, સાકીનાકા રેપ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં (Fast Track Court) ચલાવવામાં આવશે અને દોષિતોને કઠોર સજા આપવાની પણ વાત કરી હતી.

 

આ પણ વાંચો: Maharashtra: વરિષ્ઠ સામાજિક કાર્યકર અન્ના હજારેએ દિલ્હીના મુખ્યમંત્રી પર સાધ્યું નિશાન, આપ્યુ આ નિવેદન

આ પણ વાંચો: Maharashtra: જિલ્લા પરિષદ, પંચાયત સમિતિઓની પેટાચૂંટણીની જાહેરાત, 5 ઓક્ટોબરે થશે મતદાન

Click on your DTH Provider to Add TV9 Gujarati