AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: જિલ્લા પરિષદ, પંચાયત સમિતિઓની પેટાચૂંટણીની જાહેરાત, 5 ઓક્ટોબરે થશે મતદાન

જે 5 જિલ્લા પરિષદો જેના માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે તે છે ધુલે, નંદુરબાર, અકોલા, વાશિમ અને નાગપુર. આ પાંચ જિલ્લા પરિષદો અને તેમના હેઠળની પંચાયત સમિતિઓની પેટાચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થશે. જ્યારે 6 ઓક્ટોબરે મતગણતરી થશે.

Maharashtra: જિલ્લા પરિષદ, પંચાયત સમિતિઓની પેટાચૂંટણીની જાહેરાત, 5 ઓક્ટોબરે થશે મતદાન
સાંકેતીક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 10:35 PM
Share

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઓબીસી અનામતના (OBC Reservation) મુદ્દે ચૂંટણીને આગળ વધારવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આ પછી એવી સંભાવના આવી હતી કે મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની પેટાચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કોર્ટે 48 કલાકમાં તારીખ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આજે (13 સપ્ટેમ્બર, સોમવાર) રાજ્ય ચૂંટણી પંચે (Maharashtra Election Commission) આને લગતી  તારીખોની જાહેરાત કરી છે. જેના અનુસાર 5 ઓક્ટોબરે મતદાન થશે અને 6 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે.

ધુલે, નંદુરબાર, અકોલા, વાશિમ અને નાગપુર જિલ્લા પરિષદની પેટા ચૂંટણી

જે 5 જિલ્લા પરિષદો જેના માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે તે છે ધુલે, નંદુરબાર, અકોલા, વાશિમ અને નાગપુર. આ પાંચ જિલ્લા પરિષદો અને તેમના હેઠળની પંચાયત સમિતિઓની પેટા ચૂંટણી માટે આ મતદાન કરવામાં આવશે.  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ ચૂંટણીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ છે પેટાચૂંટણીનું ટાઈમટેબલ 

પાલઘર જિલ્લા પરિષદની પેટાચૂંટણી માટે અરજી 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર વચ્ચે દાખલ કરવામાં આવશે. 21 સપ્ટેમ્બરે તેની તપાસ કરવામાં આવશે. આગામી તબક્કામાં બાકીના જિલ્લાઓમાં પેટાચૂંટણી યોજાશે. પાલઘર સિવાય અન્ય સ્થળોની પેટાચૂંટણી તપાસ પૂર્ણ થયા બાદ મુલતવી રાખવામાં આવી હતી.

હવે 21 સપ્ટેમ્બરે પાલઘર સહિત તમામ સ્થળો માટેના માન્ય ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે. 29 સપ્ટેમ્બર સુધી નોમિનેશન પરત ખેંચી શકાશે. આ પછી 5 ઓક્ટોબરે મતદાન થશે અને 6 ઓક્ટોબરે મત ગણતરી થશે. આ પેટાચૂંટણી પાંચ જિલ્લા પરિષદની 85 બેઠકો અને તેમના હેઠળ પંચાયત સમિતિઓની 144 બેઠકો માટે યોજાઈ રહી છે.

ક્યા, કેટલી બેઠકો માટે થશે મતદાન

જે પાંચ જિલ્લા પરિષદની 85 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ધુલેમાં 15, નંદુરબારમાં 11, અકોલામાં 14, વાશિમમાં 14, નાગપુરમાં 16 બેઠકો આવેલી છે. પંચાયત સમિતિઓની વાત કરીએ તો જે 144 બેઠકો માટે મતદાન કરવામાં આવશે, તેમાંથી ધુલેમાં 30, નંદુરબારમાં 14, અકોલામાં 28, વાશિમમાં 27, નાગપુરમાં 31 બેઠકો રહેલી છે.

આ કારણે પેટાચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી

પાંચ જિલ્લા પરિષદો અને તેમની સાથે જોડાયેલી પંચાયત સમિતિઓની ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી 19 જુલાઈ, 2021ના ​​રોજ યોજાવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના 6 જુલાઈના આદેશ અને કોવિડની સ્થિતિને જોતા રાજ્ય સરકારે કરેલી વિનંતીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પેટાચૂંટણી મુલતવી રાખી.

પરંતુ 9 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કોવિડ પ્રતિબંધો પેટા ચૂંટણી કાર્યક્રમો પર લાગુ પડતા નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પેટાચૂંટણી અંગે તાત્કાલિક નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ હેઠળ હવે રાજ્ય ચૂંટણી પંચે પેટા ચૂંટણીનો કાર્યક્રમ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે.

દરેક પક્ષ ઓબીસી સામે ઓબીસી ઉમેદવારને જ ઉતારશે મેદાનમાં

એકંદરે પરિસ્થિતિ એવી બની રહી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાયેલા પહેલા જે સીટ ઓબીસી ઉમેદવારો માટે રીઝર્વ હતી. તે બેઠક પર અઘોષિત રૂપથી બધી પાર્ટી ઓબીસી ઉમેદવાર જ ઉતારશે. ભલે કોર્ટે અનામત રદ કરી હોય, પરંતુ કોઈ પણ પાર્ટી ઓબીસી વર્ગને નિરાશ કરવાનું જોખમ લેવા નથી માંગતી. આ રીતે આ જિલ્લા પરિષદમાં પેટાચૂંટણી ઓબીસી સામે ઓબીસી ઉમેદવારો વચ્ચે જ યોજાવાની છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકારના મંત્રી પર 127 કરોડના કૌભાંડનો આરોપ, NCP નેતા હસન મુશ્રીફ ભાજપના નેતા કિરીટ સોમૈયા સામે કરશે 100 કરોડનો માનહાનીનો દાવો

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">