Maharashtra Budget Session: હિન્દુ મતદારોને આકર્ષવા માટે મોટી જાહેરાત, શક્તિપીઠ હાઈવેથી જોડવામાં આવશે 12 તીર્થસ્થાન
નાણાપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રજૂ કરેલા મહારાષ્ટ્રના બજેટમાં હિન્દુ તીર્થસ્થાનોનો ખાસ ખ્યાલ રાખો. નાણાપ્રધાન ફડણવીસે કહ્યું કે સમૃદ્ધિ હાઈવેનું 88 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

શિવસેનામાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની સામે એકનાથ શિંદેએ બળવો કર્યો ત્યારે તેનું મુખ્ય કારણ તે જણાવવામાં આવ્યું કે શિવસેના હિન્દુત્વના રસ્તાથી ભટકી ગઈ છે. આજે શિંદે સરકારે સતાપરિવર્તન બાદ પ્રથમ બજેટ રજૂ કર્યુ. નાણાપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રજૂ કરેલા મહારાષ્ટ્રના બજેટમાં હિન્દુ તીર્થસ્થાનોનો ખાસ ખ્યાલ રાખો. નાણાપ્રધાન ફડણવીસે કહ્યું કે સમૃદ્ધિ મહામાર્ગનું 88 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે. ત્યારબાદ તેમને શક્તિપીઠ હાઈવે શરૂ કરવા માટે 86,300 કરોડના ફંડની જાહેરાત કરી. તેમાં 12 તીર્થક્ષેત્રોને જોડવાનો પ્લાન છે.
આનાથી હિંદુ તીર્થસ્થાનોને એક બીજા સાથે રોડ માર્ગે જોડીને યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં વધારો થશે, સાથે જ હાઈવે સાથે સંબંધિત જિલ્લાઓમાં પ્રવાસન અને ઉદ્યોગો અને રોજગારમાં વધારો થશે.
નાગપુર-ગોવા શક્તિપીઠ હાઈવે માટે 86,300 કરોડ
શક્તિપીઠ હાઈવે દ્વારા મહારાષ્ટ્રના આરાધ્ય દેવ તરીકે આસ્થાના મહત્વના કેન્દ્રો માહુર, તુલજાપુર, અંબેજોગાઈ, આ ત્રણ શક્તિપીઠોને માર્ગ દ્વારા જોડવામાં આવશે. આ સાથે ઔંધા નાગનાથ અને પરલી વૈજનાથ આ બે જ્યોતિર્લિંગ સિવાય નાંદેડ ગુરુદ્વારા, પંઢરપુર, કારંજા લાડ, અક્કલકોટ, ગાણગાપુર, નરસોબાચી વાડી, ઔદુમ્બર તીર્થને પણ શક્તિપીઠ હાઈવેથી જોડી શકાશે.
5 જ્યોતિર્લિંગના વિકાસ માટે 500 કરોડનું ફંડ
વર્ધા જિલ્લાના પવનારથી સિંઘુદુર્ગ જિલ્લાના પાત્રાદેવી સુધી નાગપુર-ગોવાની વચ્ચે 760 કિલોમીટર સુધી આ મહારાષ્ટ્રનો શક્તિપીઠ હાઈવે ફેલાશે. મહારાષ્ટ્રનું બજેટ રજૂ કરતા દેવેન્દ્ર ફડણવીસે 5 જ્યોતિર્લિંગના વિકાસ માટે 500 કરોડના ફંડની જાહેરાત કરવામાં આવી છે.
શક્તિપીઠ હાઈવેથી આ જિલ્લાઓનો થશે વિકાસ
જ્યારે શક્તિપીઠ હાઈવે તૈયાર થશે, ત્યારે તે મહારાષ્ટ્ર, ખાસ કરીને મરાઠવાડા ક્ષેત્રની પ્રગતિ માટે એક નવો માર્ગ ખોલશે. શક્તિપીઠ હાઈવેના કારણે હિંગોલી, નાંદેડ, પરભણી, બીડ, લાતુર, ધારાશિવ, વર્ધા, યવતમાલ, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર, સિંધુદુર્ગ જિલ્લાઓનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.
શિરડી એરપોર્ટમાં સુવિધાઓ વધારવામાં આવશે
વર્ષના અંતમાં સમૃદ્ધિ મહામાર્ગનું કામ પૂર્ણ થશે. ત્યારબાદ શક્તિપીઠ હાઈવેનું કામ ઝડપી ગતિએ આગળ ધપાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત નાણામંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ શિરડી એરપોર્ટ પર સુવિધાઓ વધારવાની જાહેરાત કરી છે, જેથી કરીને સાંઈબાબાના દર્શન કરવા આવતા ભક્તોને આમાં કોઈ મુશ્કેલી ન પડે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ શિરડી એરપોર્ટ પરથી નાઈટ ફ્લાઈટ ટેકઓફ અને લેન્ડિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેથી ભક્તો સવારની કક્કડ આરતીમાં ભાગ લઈ શકે.