અંબાજીમાં એક માસ સુધી રોજ ધરાવાશે 200 કિલો મોહનથાળનો પ્રસાદ, બ્રહ્મ સમાજે કલેક્ટર કચેરીએ પ્રસાદ સાથે પહોંચી દર્શાવ્યો વિરોધ

Ambaji News : અનેક રજૂઆતો છતાં પણ મોહનથાળનો પ્રસાદ શરૂ ન થતાં દાતાઓ દ્વારા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

અંબાજીમાં એક માસ સુધી રોજ ધરાવાશે 200 કિલો મોહનથાળનો પ્રસાદ, બ્રહ્મ સમાજે કલેક્ટર કચેરીએ પ્રસાદ સાથે પહોંચી દર્શાવ્યો વિરોધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 6:00 PM

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો વિવાદ છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં પણ મોહનથાળનો પ્રસાદ શરૂ ન થતાં દાતાઓ દ્વારા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરવામાં આવી છે. હવે અંબાજી મંદિરમાં રોજ 200 કિલો મોહનથાળનો પ્રસાદ અપાશે. એક માસ સુધી 200 કિલોના પ્રસાદના દાતા પણ પ્રસાદ આપવા માટે તૈયાર થયા છે અને હજુ પણ દાતાઓનું રજીસ્ટ્રેશન ચાલુ છે. આવનારા સમયમાં તંત્ર મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરે તો દાતાઓ દ્વારા જ નિયમિત મોહનથાળનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કલેક્ટર કચેરીએ પ્રસાદ લઇ પહોંચ્યો બ્રહ્મ સમાજ

બ્રહ્મ સમાજના 21 આગેવાનો મોહનથાળનો પ્રસાદ લઇને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. બ્રાહ્મણોએ અંબે-અંબેની ધૂન ગાઇને કલેક્ટર કચેરીમાં પ્રસાદ બંધ થવા મામલે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે બ્રાહ્મણોએ કલેક્ટરને પ્રસાદ આપી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની રજૂઆત કરી છે.

અંબાજી માતાને 200 કિલો મોહનથાળનો પ્રસાદ ધરાવાયો

પવિત્ર યાત્રધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો મુદ્દો દિવસેને દિવસે વધુ તૂલ પકડી રહ્યો છે. ગઇકાલે 6 દિવસ બાદ ધૂળેટી પર્વે અંબાજી માતાને 200 કિલો મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ મોહનથાળના પ્રસાદનું શ્રદ્ધાળુઓને નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આગામી એક માસ સુધી મોહનથાળના પ્રસાદના દાતા મળ્યાં

આ અભિયાનમાં આગામી એક માસ સુધી મોહનથાળના પ્રસાદના દાતા મળ્યાં છે અને દાતાઓના સહકારથી મોહનથાળના પ્રસાદનું વિતરણ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. હિંદુ હિતરક્ષક સમિતિએ મંદિર ટ્રસ્ટ વતી મોહનથાળના પ્રસાદનું વિતરણ ન થાય ત્યાં સુધી આવુ અનોખું આંદોલનન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ આગામી સમયમાં ચિકીના બદલે મંદિર ટ્રસ્ટ ભક્તોને નિશુલ્ક મોહનથાળ આપે તેવી માગણી કરવામાં આવી.

મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને મોહનથાળનો પ્રસાદ આપી કરાશે રજૂઆત

મળતી માહિતી મુજબ અંબાજીમા મોહનથાળ પ્રસાદ બંધ કરવા મામલે હિન્દુ સંગઠન વિધાનસભામાં ધારાસભ્યોને પ્રસાદ આપીને રજૂઆત કરશે. મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને મોહનથાળનો પ્રસાદ અપાશે. મુખ્યમંત્રી પાસે સમય માગી અને ત્યારબાદ પ્રસાદ આપવાની વિચારણા કરવામાં આવી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">