Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત

આ ગમખ્વાર દુર્ઘટના સવારે 6.30 કલાકે ખોપોલી નજીક ભોરઘાટ વિસ્તારમાં બની હતી. આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 7થી વધુ લોકો ઘાયલ થયા છે.

Maharashtra : મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત
Maharashtra Road Accident (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 1:39 PM

Maharashtra Road Accident : મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે  (Mumbai Pune Express Highway) પર એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં 7 થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે અચાનક સંતુલન ગુમાવી દેતાં ટ્રક અનેક વાહનો સાથે અથડાઈ હતી. જેને કારણે આ ગંભીર અકસ્માત (Road Accident)  સર્જાયો હતો.

અક્સ્માતને કારણે કેટલીક ટ્રેનો પણ રોકી દેવામાં આવી

મળતી માહિતી મુજબ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર થયેલા અક્સ્માતને કારણે કેટલીક ટ્રેનો પણ રોકી દેવામાં આવી હતી. સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના (Raigadh District) ખોપોલી વિસ્તારમાં બની હતી.

આજનું રાશિફળ તારીખ : 01-04-2025
8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન

સંતુલન ગુમાવેલા ટ્રકે લગભગ છથી વધુ વાહનોને અડફેટે લીધા

આ ભયાનક દુર્ઘટના સવારે 6.30 કલાકે ખોપોલી નજીક ભોરઘાટ વિસ્તારમાં બની હતી. સંતુલન ગુમાવેલા ટ્રકે લગભગ અડધો ડઝનથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 7થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ટ્રકે વધુ સ્પીડના કારણે કાબૂ ગુમાવ્યો હતો

મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના સવારે લગભગ 6.30 વાગ્યે પુણે શહેરથી લગભગ 75 કિલોમીટર દૂર થઈ હતી. કન્ટેનર ટ્રક પુણે તરફ જઈ રહ્યો હતો. ટ્રક વધારે સ્પીડમાં હોવાથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ આ ટ્રક ખૂબ જ ઝડપથી આગળ વધી હતી અને ટ્રાફિકમાં ફસાયેલા વાહનો સાથે અથડાઈ હતી. ટ્રકે જે વાહનોને ટક્કર મારી તેમાં ત્રણ કાર, એક ટેમ્પો અને અન્ય કન્ટેનરનો સમાવેશ થાય છે.

ચાર લોકોના મોત થતા આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી

અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર લોકો સ્વિફ્ટ કારમાં સવાર હતા. જ્યારે અન્ય વાહનમાં સવાર લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ રાયગઢ જિલ્લાના લોકો અને ઈમરજન્સી રિસ્પોન્સ સ્કવોડના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને નવી મુંબઈની (Mumbai) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Mumbai Money Laundering Case: દાઉદની બહેન હસીના પારકરના ઘરે EDના દરોડા, મુંબઈમાં D કંપનીના અનેક સ્થળો પર દરોડા

g clip-path="url(#clip0_868_265)">