10th-12th Exams: મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ માત્ર ઓફલાઈન જ થશે, કોઈ ફેરફાર નહીં થાય – સૂત્ર

બે દિવસ પહેલા મુંબઈના ધારાવી સ્થિત શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના ઘર પર હજારો વિદ્યાર્થીઓએ અચાનક ઘેરાવો કર્યો હતો. આ પછી શિક્ષણ મંત્રીએ ખાતરી આપી હતી કે તેઓ વિદ્યાર્થીઓની માંગણીઓ પર ચર્ચા કરશે. પરંતુ હાલ પૂરતું એ નક્કી કરવામાં આવ્યું છે કે પરીક્ષાને લઈને કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પરીક્ષા ઓફલાઈન જ લેવામાં આવશે.

10th-12th Exams: મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ માત્ર ઓફલાઈન જ થશે, કોઈ ફેરફાર નહીં થાય - સૂત્ર
file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 8:39 PM

મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ (10th 12th exams in maharashtra) ઑફલાઈન જ લેવામાં આવશે. નક્કી થયેલા કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એટલે કે પરીક્ષાઓ નિયત સમયપત્રકના આધારે લેવામાં આવશે. વિશ્વસનીય સૂત્રોના હવાલા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મંગળવારે શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડ અને મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ બોર્ડના પ્રમુખ અને પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. બે દિવસ પહેલા મહારાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં હજારો વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાઓ અને પરીક્ષાની તારીખો લંબાવવાની માંગ માટે રસ્તા પર (Student Protest) ઉતરી આવ્યા હતા. આ પછી સવાલ એ ઊભો થયો કે શું પરીક્ષાઓને લગતા નિયમોમાં કોઈ ફેરફાર થશે? તો જવાબ છે ના. પરીક્ષા પૂર્વ આયોજિત રીતે એટલે કે ઓફલાઈન રીતે લેવામાં આવશે.

બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ઘણી પરીક્ષાઓ રદ કરવી પડી છે. ઘણું નુકસાન થયું છે. હવે કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. તેથી ઓનલાઈન પરીક્ષા લેવાનું કોઈ કારણ નથી. આથી પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે અને નિયત સમયે જ લેવામાં આવશે.

વિદ્યાર્થીઓના આંદોલન બાદ મળેલી બેઠકમાં નિર્ણય, ટાઈમ ટેબલ બદલાશે નહીં

બે દિવસ પહેલા મુંબઈના ધારાવીમાં શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના ઘર પર હજારો વિદ્યાર્થીઓએ અચાનક ઘેરાવો કર્યો હતો. આ પછી શિક્ષણ મંત્રીએ ખાતરી આપી હતી કે તેઓ વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે ચર્ચા કરશે. પરંતુ હાલ પૂરતું વિશ્વસનીય સૂત્રો દ્વારા સમાચાર આવ્યા છે કે પરીક્ષાને લઈને કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઓફલાઈન પરીક્ષાની તૈયારી પુરી, સરકારની આ છે  મજબૂરી

સમગ્ર રાજ્યમાં ઓનલાઈન પરીક્ષાઓ યોજવા માટે બોર્ડ પાસે કોઈ સિસ્ટમ નથી. સોમવારે વર્ષા ગાયકવાડે પ્રોટેસ્ટ દરમિયાન પણ આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં ભૌગોલિક રીતે ઘણું અંતર છે. દૂર-દૂરના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષાની વ્યવસ્થા કરવી શક્ય નથી. ગઈકાલની બેઠકમાં પણ આ વાત સામે આવી હતી કે ઓફલાઈન પરીક્ષા લેવાની તૈયારીઓ થઈ ચુકી છે.

ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં હિન્દુસ્તાની ભાઉ,  નહીં બોલી રહ્યા હવે કંઈ પણ ભડકાઉ

હાલમાં મુંબઈ પોલીસે વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ યુટ્યુબર વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉની સોમવારે ધરપકડ કરી છે. કોર્ટે તેમને ત્રણ દિવસની કસ્ટડી સંભળાવી છે. હિન્દુસ્તાની ભાઉએ તેમના એક સંદેશમાં વિદ્યાર્થીઓને રસ્તા પર ન આવવા અને આંદોલન ન કરવાની અપીલ પણ કરી છે.

આ પણ વાંચો :  Maharashtra: શિવસેના સાંસદ સંજય રાઉતના નજીકના સહયોગીની EDએ કરી ધરપકડ, 1034 કરોડના જમીન કૌભાંડનો મામલો

g clip-path="url(#clip0_868_265)">