Mumbai : નવા વર્ષની ઉજવણી પર કોરોનાનુ ગ્રહણ, એક લેબમાં 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર એક્શનમાં

મહારાષ્ટ્ર સરકારે COVID-19 ના સંક્રમણને રોકવા માટે ક્રિસમસ માટે વિશેષ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આ ગાઈડલાઈન મુજબ ચર્ચમાં ઉપલબ્ધ બેઠક ક્ષમતાના 50 ટકા સુધી લોકોને ક્રિસમસ ઉજવણી માટે મંજુરી આપવામાં આવી છે.

Mumbai : નવા વર્ષની ઉજવણી પર કોરોનાનુ ગ્રહણ, એક લેબમાં 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર એક્શનમાં
Lab 12 Staff members are covid positive in Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 2:45 PM

Maharashtra : કોરોનાની બીજી લહેર બાદ સમગ્ર દેશમાં ફરીથી કોરોનાએ (Covid 19) માથુ ઉંચક્યુ છે.જેને કારણે તંત્ર પણ હાલ એક્શનમાં જોવા મળી રહ્યુ છે.સાથે જ નવા કોરોના વેરિઅન્ટ ઓમિક્રોને (Omicron Variant) પણ ચિંતા વધારી છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMCએ(Bombay Municipal Corporation)  નવા વર્ષની ઉજવણી પણ પ્રતિબંધ મુક્યો છે.

કોરોનાના વધતા કેસે ચિંતા વધારી

છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં (Mumbai) કોરોના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે.શહેરના દાદર (વેસ્ટ)માં આવેલી એક લેબમાં એકસાથે 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા આ લેબ BMC દ્વારા સીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વધતા જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરુપે હાલ પગલા લેવામાં આવી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા 24ડિસેમ્બરની મધ્યરાત્રિથી અમલમાં મૂકાયેલા  પ્રતિબંધો અનુસાર સવારે 9 થી સવારે 6 વાગ્યા સુધી 5 થી વધુ લોકોને જાહેર સ્થળોએ એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ સિવાય જો લગ્ન સમારોહ બંધ સ્થળોએ યોજવામાં આવી રહ્યા છે, તો 100 લોકોને મંજુરી આપવામાં આવી છે.જ્યારે ખુલ્લા સ્થળોએ યોજવામાં આવશે 250 થી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં. આ સાથે મહા વિકાસ અઘાડી સરકાર વધતા સંક્રમણને રોકવા માટે એક્શનમાં જોવા મળી રહી છે.

કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર

કોરોનાની નવી ગાઈન મુજબ અન્ય સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોમાં 100 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે ખુલ્લી જગ્યામાં જે-તે સ્થળની ક્ષમતાના 25 ટકાથી વધુ લોકો ન હોવા જોઈએ.તેમજ મળતા અહેવાલ અનુસાર નવા વર્ષની ઉજવણીને પગલે રેસ્ટોરન્ટ, જીમ, સ્પા, સિનેમા, થિયેટરોમાં પણ 50 ટકા હાજરી અંગે જણાવવામાં આવ્યુ છે. મહારાષ્ટ્ર સરકારે COVID-19 ના સંક્રમણને રોકવા માટે ક્રિસમસ માટે વિશેષ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આ ગાઈડલાઈન મુજબ ચર્ચમાં ઉપલબ્ધ બેઠક ક્ષમતાના 50 ટકા સુધી લોકોને ક્રિસમસ ઉજવણી માટે મંજુરી આપવામાં આવી છે.ઉપરાંત ચર્ચમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના નિયમોનુ પાલન કરવાનુ રહેશે.

આ પણ વાંચો: Maharashtra Night Curfew: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે આજથી લાદવામાં આવ્યો નાઇટ કર્ફ્યુ, સરકારે જાહેર કરી આ કડક માર્ગદર્શિકા

આ પણ વાંચો: Maharashtra Omicron: ઓમિક્રોનના 20 નવા કેસોએ મચાવ્યો ખળભળાટ, 110 દર્દીઓ સાથે કોરોનાના 1410 કેસોએ વધારી ચિંતા

g clip-path="url(#clip0_868_265)">