Maharashtra Omicron: ઓમિક્રોનના 20 નવા કેસોએ મચાવ્યો ખળભળાટ, 110 દર્દીઓ સાથે કોરોનાના 1410 કેસોએ વધારી ચિંતા

Omicron in Maharashtra : કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના 20 નવા કેસ આવવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધીમાં 110 દર્દીઓ નવા વેરિઅન્ટની પકડમાં આવી ચૂક્યા છે.

Maharashtra Omicron: ઓમિક્રોનના 20 નવા કેસોએ મચાવ્યો ખળભળાટ, 110 દર્દીઓ સાથે કોરોનાના 1410 કેસોએ વધારી ચિંતા
Omicron Variant (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 12:13 AM

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના (Maharashtra Omicron) કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રોનના 20 નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 20 નવા કેસ સાથે, રાજ્યમાં નવા વેરીઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 110 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ (Corona Case) પણ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1,410 કેસ નોંધાયા છે.  જ્યારે 12 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે 868 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 8,426 સક્રિય કેસ છે.

રાહતની વાત એ છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનથી સંક્રમિત 54 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. કેસ વધવાના ડર વચ્ચે સતત કોરોના ટેસ્ટ (Corona Test)  કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે, નવા વેરીઅન્ટના 23 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં બગડતી પરિસ્થિતિને જોતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) ઈમરજન્સી બેઠક બોલાવી હતી. બગડતી પરિસ્થિતિને જોતા આજે રાજ્ય સરકારે નવી કોરોના ગાઈડલાઈન (Corona Guideline)  જાહેર કરી છે. નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને સરકારની ચિંતા વધુ વધી ગઈ છે.

કોરોના સંક્રમણના 1410 કેસ નોંધાયા 

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે ગુરુવારે વિધાનસભામાં કહ્યું હતું કે પીએમ મોદી ઓમિક્રોન પર ખૂબ જ ગંભીર છે. એટલા માટે રાષ્ટ્રીય સ્તરે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તહેવારોની સિઝનમાં મહારાષ્ટ્રમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે સંક્રમણના કેસ 1 હજારથી વધુ નોંધાયા છે. તે જ સમયે, 12 દર્દીઓના મોત થયાના ચિંતાજનક સમાચાર છે. રાજ્યમાં ફરી એકવાર ત્રીજી લહેરનો ભય ઘેરો બની રહ્યો છે. આ જ કારણ છે કે સરકારની ચિંતા પણ ઘણી વધી ગઈ છે.

દુબઈથી પરત આવતા પ્રવાસીઓને 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવશે

એકલા મુંબઈમાં જ કોરોના સંક્રમણના 683 કેસ નોંધાયા છે. જેમાં 1નું મોત થયું છે. મુંબઈમાં 267 દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા BMC પણ સંપૂર્ણ રીતે એક્શનમાં છે. હવે દુબઈથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ, જેઓ મુંબઈના રહેવાસી છે, તેઓએ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ સાથે, દરેકનો RT-PCR ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે.

આ પણ વાંચો :  Maharashtra: પ્રિન્ટેડ પેપરમાં ખોરાક આપવા પર પ્રતિબંધ, FDAએ કહ્યું – ઝેરી હોય છે શાહી; કેન્સર પણ થઈ શકે છે

g clip-path="url(#clip0_868_265)">