Maharashtra Night Curfew: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે આજથી લાદવામાં આવ્યો નાઇટ કર્ફ્યુ, સરકારે જાહેર કરી આ કડક માર્ગદર્શિકા

તહેવારોની સિઝનમાં સંક્રમણના (Maharashtra Night Curfew) કેસ વધારે ઝડપથી વધી શકે છે. નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો રાત્રે ઘરની બહાર નિકળે છે.

Maharashtra Night Curfew: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે આજથી લાદવામાં આવ્યો નાઇટ કર્ફ્યુ, સરકારે જાહેર કરી આ કડક માર્ગદર્શિકા
Maharashtra Night Curfew (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 12:18 AM

MUMBAI : ઓમિક્રોનના વધતા જતા કેસ બાદ મહારાષ્ટ્રમાં પણ નાઈટ કર્ફ્યુ (Maharashtra Night Curfew) લાદવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં આજ રાતથી જ પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. નાઇટ કર્ફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યના કોઈપણ ભાગમાં 5 થી વધુ લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં. સરકાર દ્વારા કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના નિયમોનું (Corona rules)  ઉલ્લંઘન કરવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. તેમજ કાર્યક્રમમાં નિયમોનો ભંગ કરવા બદલ આયોજકોને 50 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ માહિતી સંસદીય કાર્ય મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબે આજે વિધાનસભામાં આપી હતી.

મહારાષ્ટ્ર સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી, જાહેર સ્થળોએ 5 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. ઇન્ડોર લગ્નોમાં 100 થી વધુ લોકોને ભેગા થવા દેવામાં આવશે નહીં અને આઉટડોર લગ્નોમાં 250 થી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં.મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 1410 નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોના મોતથી સરકારની ચિંતા વધી ગઈ છે. રાજ્ય ફરી એકવાર ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહારાષ્ટ્ર સરકારની નવી માર્ગદર્શિકા

મહારાષ્ટ્રમાં આજથી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

તહેવારોની સિઝનમાં સંક્રમણના કેસ વધારે ઝડપથી વધી શકે છે. નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો રાત્રે ઘરની બહાર નિકળે છે. આ દરમિયાન રેસ્ટોરાં અને હોટલોમાં ભારે ભીડ જોવા મળે છે. આજ રાતથી કર્ફયુ જાહેર થયા બાદ એક જગ્યા પર 5 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. આનાથી સંક્રમણને રોકવામાં થોડા અંશે સફળતા જરૂર મળશે.

નિયમોના ભંગ બદલ 50 હજારનો દંડ

તમને જણાવી દઈએ કે ઓમિક્રોનના મામલા સામે આવી રહ્યા છે. આજે 22 નવા કેસ નોંધાયા છે. ગુરુવારે, 23 નવા કેસ નોંધાયા હતા. આજે 22 નવા કેસ નોંધાવાની સાથે, રાજ્યમાં નવા વેરીઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 110 પર પહોંચી ગઈ છે. ઝડપી વધારાને જોતા મહારાષ્ટ્ર સરકારની ચિંતા ઘણી વધી ગઈ છે. આ જ કારણ છે કે સરકારે કેસોને કાબૂમાં લેવા માટે નવી કોરોના માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નિયમોની અવગણના કરવા પર 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચો :  Maharashtra: પ્રિન્ટેડ પેપરમાં ખોરાક આપવા પર પ્રતિબંધ, FDAએ કહ્યું – ઝેરી હોય છે શાહી; કેન્સર પણ થઈ શકે છે

g clip-path="url(#clip0_868_265)">