AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ક્રુઝ ડ્રગ પાર્ટી બાદ DRIએ પોર્ટ પર પાડી રેડ, મગફળીના તેલના કન્સાઈનમેન્ટમાં છુપાવેલુ 125 કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું

DRIએ આ કેસમાં કોર્ટને જણાવ્યું છે કે તેને શંકા છે કે સાંઘવી એક સિન્ડિકેટનો ભાગ છે અને તેમાં સામેલ તમામ લોકોની વિગતો જાણવા સાંઘવીની પૂછપરછ કરવાની જરૂર છે.

Mumbai: ક્રુઝ ડ્રગ પાર્ટી બાદ DRIએ પોર્ટ પર પાડી રેડ, મગફળીના તેલના કન્સાઈનમેન્ટમાં છુપાવેલુ 125 કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું
સાંકેતીક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 5:52 PM
Share

મુંબઈ (Mumbai)માં ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી (Drug Case)નો મામલો હજુ ઉકેલાયો નથી કે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમ દ્વારા બીજી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટીમે મુંબઈ પોર્ટ પર દરોડા પાડ્યા છે. અહીં એક કન્ટેનરમાંથી 25 કિલો હેરોઈન મળી આવ્યું છે. જો આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતની વાત કરીએ તો તેની કિંમત લગભગ 125 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

DRIના મુંબઈ યુનિટે પોર્ટ પર દરોડા પાડીને નવી મુંબઈના 62 વર્ષીય ઉદ્યોગપતિ જયેશ સાંઘવી (Jayesh Sanghvi)ની ધરપકડ કરી છે. સાંઘવી પર આરોપ છે કે તે ઈરાનથી હેરોઈન મુંબઈમાં મગફળીના તેલના કન્સાઈનમેન્ટમાં છુપાવીને લાવ્યા હતા. ડીઆરઆઈના એક અધિકારીએ જણાવ્યું કે બાતમીના આધારે ઈરાનથી એક કન્ટેનર નવી મુંબઈના ન્હાવા શેવામાં પકડવામાં આવ્યું હતું અને તેની તપાસમાં હેરોઈન મળી આવ્યું હતું.

ઉદ્યોગપતિએ ઈમ્પોર્ટ કંપનીને 10 હજાર પ્રતિ કન્સાઈનમેન્ટનો ઓર્ડર આપ્યો હતો

ડીઆરઆઈના (DRI) અધિકારીએ જણાવ્યું કે આ કન્ટેનર વૈભવ એન્ટરપ્રાઈઝના સંદીપ ઠક્કરે આયાત કર્યું હતું. ડીઆરઆઈની ટીમે તેની પૂછપરછ પણ કરી છે. સંદીપ ઠક્કરે અધિકારીઓને જણાવ્યું છે કે સાંઘવીએ તેમને તેમની કંપનીના IEC ખાતે ઈરાનથી માલ આયાત કરવા માટે 10,000 રૂપિયા પ્રતિ કન્સાઈનમેન્ટની ઓફર કરી હતી. તે 15 વર્ષથી સાંઘવી સાથે વેપાર કરે છે, તેથી તેમને તેના પર વિશ્વાસ હતો.

11 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

ડીઆરઆઈએ સંઘવીની ધરપકડ કરી છે અને તેની સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. તેને ગુરુવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 11 ઓક્ટોબર સુધી ડીઆરઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

ડીઆરઆઈને મોટી સિન્ડિકેટ હોવાની ભીતિ છે

ડીઆરઆઈએ (DRI) આ કેસમાં કોર્ટને જણાવ્યું છે કે તેમને શંકા છે કે સાંઘવી સિન્ડિકેટનો એક ભાગ છે અને તેમાં સામેલ તમામ લોકોની વિગતો જાણવા સાંઘવીની પૂછપરછ કરવાની જરૂર છે. DRIને શંકા છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારના કન્સાઈમેન્ટ દ્વારા માલસામાનની દાણચોરી થઈ હશે. આ પહેલા જુલાઈમાં ડીઆરઆઈ દ્વારા મુંબઈ બંદર પરથી 293 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું અને સંધૂ એક્સપોર્ટ્સ પંજાબના માલિક પ્રભજીત સિંહની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  Aryan Khan drugs case: જામીનઅરજીના ચુકાદાની રાહ જોયા વિના, આર્યન ખાન સહીતના આરોપીઓને આર્થર રોડ જેલમાં પૂરતી NCB

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">