Aryan Khan drugs case: જામીનઅરજીના ચુકાદાની રાહ જોયા વિના, આર્યન ખાન સહીતના આરોપીઓને આર્થર રોડ જેલમાં પૂરતી NCB

આર્યનખાનને જામીન આપી શકે કે નહી તે મુદ્દે એનસીબી અને આર્યનખાનના વકિલ વચ્ચે દલીલો થઈ રહી છે. આ દરમિયાન ડ્રગ્સ કેસમાં આર્યનખાન સહીતના આરોપીઓને, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ આર્થરરોડ જેલમાં પૂરી દિધા છે.

Aryan Khan drugs case: જામીનઅરજીના ચુકાદાની રાહ જોયા વિના, આર્યન ખાન સહીતના આરોપીઓને આર્થર રોડ જેલમાં પૂરતી NCB
Aryan Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 4:34 PM

ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ગઈકાલ ગુરુવારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જો કે, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા આર્યન ખાને તરત જ જામીન અરજી કરી હતી, જેની સુનાવણી કોર્ટમાં શુક્રવારે શરૂ થઈ છે. NCB વતી અનિલ સિંહે દલીલ કરી છે કે NDPS કોર્ટને જામીન આપવાનો અધિકાર નથી. આ મામલો સેશન્સ કોર્ટમાં મોકલવો જોઈએ, પરંતુ આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ અનિલ સિંહની દલીલોને નકારી છે.

આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે, આર્યનને જામીન મળે તે માટે દલીલો કરી રહ્યા છે. જો કે, એનસીબી આર્યનની જામીન અરજીનો વિરોધ કરી રહી છે. અહીં, NCB ની ટીમ આર્યન ખાનને અન્ય આરોપીઓ સાથે આર્થર રોડ જેલમાં લાવી છે. આર્થર રોડ જેલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યુ છે કે, આર્યનખાન અને અન્યોને કોરોનાની સ્થિતિને લઈને ત્રણથી ચાર દિવસ માટે ક્વોરોન્ટાઈન રાખવામાં આવશે.

આજે બંને પક્ષો જુદા જુદા કેસોનો ઉલ્લેખ કરીને દલીલ કરી રહ્યા છે કે શું જામીન અરજી પર સુનાવણી આ કોર્ટમાં થવી જોઈએ કે નહીં. માનશિંદેએ કોર્ટને જણાવ્યું કે આર્યન ખાન એક આદરપાત્ર પરિવારમાંથી છે. તેની પાસે ભારતીય પાસપોર્ટ છે, તેના મૂળ સમાજમાં છે, તેથી તે ભાગી શકવાનો નથી. તેથી, તેને જામીન આપવા જોઇએ, જ્યારે એએસજી હજુ પણ મક્કમ છે કે આ કોર્ટને જામીન પર સુનાવણી કરવાનો કોઈ અધિકાર નથી. જામીન અંગેની કાર્યવાહીનો અધિકાર સેશન્સ કોર્ટને છે.

કોણ છે આર્યન ખાનના વકીલ Satish Maneshinde? Satish Maneshinde હાઈ પ્રોફાઈલ કેસમાં નવા આવેલા નથી. આ પહેલા પણ તે ઘણા બોલિવૂડ સ્ટાર્સના બચાવમાં કેસ લડી ચૂક્યા છે. 1993ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્ત (Sanjay Dutt)ના બચાવમાં આવેલા વકીલોની ટીમમાં Satish Maneshinde પણ હતા. ખૂબ જ ગંભીર આરોપ હોવા છતાં તે સંજય દત્તને જામીન અપાવવામાં સફળ રહ્યો હતો. ત્યારથી તેમનું નામ હાઈ પ્રોફાઈલ કેસમાં દેશના સૌથી પ્રખ્યાત વકીલોમાંનું એક બની ગયું છે

આ પણ વાંચોઃ રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ, વન્ય પ્રાણીસૃષ્ટિનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તે માટે સરકારે નવતર આયોજનો કર્યા : સીએમ

આ પણ વાંચોઃ Lakhimpur Kheri incident: યુપી સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, વધુ સુનાવણી 20 ઓક્ટોબરે

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">