Maharashtra Politics LIVE Updates: ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને સોંપ્યું રાજીનામું, 1 જુલાઈએ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લઈ શકે દેવેન્દ્ર ફડણવીસ
MVA Government Updates : 30 જુનના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાનુ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ છે, જેમાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે.મળતી માહિતી મુજબ એકનાથ શિંદે સહિત બળવાખોર ધારાસભ્યો પણ આ ફ્લોર ટેસ્ટમાં હાજર રહેશે.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ(Maharashtra Political Crisis) ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું.બીજી તરફ ભાજપ અને શિંદેના (Eknath Shinde) નેતૃત્વમાં સરકાર રચવા માટે હલચલ તેજ થઈ ગઈ છે. ગુવાહાટીમાં(Guvahati) પ્રથમ વખત એકનાથ શિંદે હોટલની બહાર દેખાયા હતા, જ્યારે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadanvis) દિલ્હીથી પરત ફર્યા બાદ તરત જ રાજ્યપાલને મળ્યા હતા. આ દરમિયાન એકનાથ શિંદે પણ ગુવાહાટીથી દિલ્હી અથવા મુંબઈ પહોંચે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. તો ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) મંગળવારે કેબિનેટની બેઠક યોજી હતી.
LIVE NEWS & UPDATES
-
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને સોંપ્યું રાજીનામું
ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ રાજભવન પહોંચીને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
-
ઉદ્ધવ પહેલેથી જ રાજીનામું આપવા માંગતા હતા પરંતુ શરદ પવારે તેમને દરેક વખતે રોક્યાઃ કેસરકર
શિંદે જૂથના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ જે રીતે રાજીનામું આપ્યું છે તે સારું નથી. તેઓ પહેલેથી જ રાજીનામું આપવા માંગતા હતા પરંતુ શરદ પવારે તેમને આમ કરતા રોક્યા. આજે જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે ફ્લોર ટેસ્ટની મંજૂરી આપી ત્યારે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું. અમે આગળની રણનીતિ અંગે ચર્ચા કરી રહ્યા છીએ.
-
-
માતોશ્રીથી પોતે ડ્રાઇવ કરીને રાજભવન જવા રવાના થયા ઉદ્ધવ ઠાકરે
ફેસબુક લાઈવ પર રાજીનામાની માહિતી આપ્યા બાદ હવે ઉદ્ધવ ઠાકરે માતોશ્રીથી જાતે ડ્રાઈવ કરીને રાજભવન જવા રવાના થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે, ઠાકરેના બંને પુત્રો આદિત્ય ઠાકરે અને તેજસ ઠાકરે પણ તેમની સાથે હાજર છે.
-
દેવેન્દ્ર ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે
સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ દેવેન્દ્ર ફડણવીસ 1 જુલાઈના રોજ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. આ દરમિયાન શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે રાજભવન પહોંચી ગયા છે. ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી શકે છે.
-
આપણે એક સંવેદનશીલ અને સભ્ય મુખ્યમંત્રી ગુમાવ્યા છેઃ સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અત્યંત શાલીનતાથી રાજીનામું આપ્યું. આપણે એક સંવેદનશીલ, શિષ્ટ મુખ્યમંત્રી ગુમાવ્યા છે. ઈતિહાસ સાક્ષી છે કે, છેતરપિંડીનો અંત સારી રીતે નથી આવતો. ઠાકરે જીત્યા. આ શિવસેનાની શાનદાર જીતની શરૂઆત છે.
-
-
આખી સરકાર વસૂલી સરકાર તરીકે જાણીતી હતીઃ રામ કદમ
બીજેપી નેતા રામ કદમે કહ્યું, આખા દેશે જોયું છે કે, આખી સરકાર વસૂલી સરકાર તરીકે ઓળખાતી હતી. આ સરકાર ફેસબુકની સરકાર હતી. સત્તાના લોભમાં સ્વર્ગસ્થ બાળાસાહેબના વિચારોથી દૂર જતા રહ્યા. તે હિંદુત્વ વિરોધી બની ગયા હતા.
-
મુખ્યમંત્રીના રાજીનામા બાદ ફ્લોર ટેસ્ટની જરૂર નથીઃ નિતેશ રાણે
ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ફ્લોર ટેસ્ટની જરૂર નથી. અસલી શિવસેના એકનાથ શિંદે સાથે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 106, શિવસેનાને 55, એનસીપીને 53, કોંગ્રેસને 44 અને અન્યને 29 બેઠકો છે.
-
અમે ઈચ્છીએ છીએ કે ફ્લોર ટેસ્ટ મુલતવી રાખવામાં આવેઃ અનિલ દેસાઈ
શિવસેનાના રાજ્યસભા સાંસદ અનિલ દેસાઈએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. અમને તેની અપેક્ષા ન હતી, પરંતુ આપણે બધાએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવું પડશે. અમે ઇચ્છતા હતા કે તે ટાળવામાં આવે.
-
ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં રાજભવન પહોંચશે, રાજ્યપાલને રાજીનામું સોંપશે
ઉદ્ધવ ઠાકરે થોડીવારમાં રાજભવન પહોંચશે. ઠાકરે થોડી જ વારમાં રાજભવન પહોંચશે અને રાજ્યપાલને રાજીનામું આપશે. અગાઉ એવી માહિતી મળી હતી કે ઉદ્ધવ ઠાકરે રાજભવન નહીં જાય અને તેમના સ્થાને અનિલ પરબ રાજીનામું લઈને રાજભવન જશે.
-
સંજય રાઉતે ફ્લોર ટેસ્ટને ‘ફાયર ટેસ્ટ’ ગણાવ્યો
શિવસેનાના નેતા સંજય રાઉતે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટ્વીટ કરીને ફ્લોર ટેસ્ટને ફાયર ટેસ્ટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, અગ્નિ પરીક્ષાનો સમય છે, આ દિવસો પણ પસાર થશે, જય મહારાષ્ટ્ર!
-
દેવેન્દ્ર ફડણવીસે હોટલમાં બેઠકની શરૂ
ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક હોટલમાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે.
-
હું મુખ્યપ્રધાન પદનો ત્યાગ કરું છું : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદેથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું છે. કહ્યું કે હું મુખ્યપ્રધાન પદનો ત્યાગ કરું છું, જે થયું તેની આશા ન હતી અને મને સીએમ પદ છોડવાનું દુ:ખ નથી.
-
નારાજગી હોય તો મારી સામે આવીને વાત કરો: CM ઉદ્ધવ ઠાકરે
CM ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ પર લોકોને સંબોધિત કરી રહ્યા છે. તેમને કહ્યું કે નારાજગી હોય તો મારી સામે આવીને વાત કરો.
-
અમારા સારા કામોને નજર લાગી: CM ઉદ્ધવ ઠાકરે
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, અમે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કર્યું છે. અમે ઘણી સારી વસ્તુઓ કરી છે. પરંતુ અમારા સારા કામને નજર લાગી છે.
-
મને દુઃખ છે કે જેમણે બધું આપ્યું છે તે મારાથી નારાજ છે, જેમણે કશું આપ્યું નથી તે મારી સાથે છે – ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જેને આપવું શક્ય હતું, અમે દરેકને આપ્યું. મને એ વાતનું દુઃખ છે કે જેમને આપણે આપ્યું છે તે મારાથી નારાજ છે અને જેમણે કશું આપ્યું નથી તે મારી સાથે છે.
-
અમે ખેડૂતોને વચન આપ્યું હતું, તેમની લોન માફ કરી : સીએમ ઉદ્ધવ ઠાકરે
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફેસબુક લાઈવ પર લોકોને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ખેડૂતોને દેવા મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું, તેમને દેવા મુક્ત કર્યા.
-
ભાજપના વિધાયક દળની બેઠક માટે રવાના થયા દેવેન્દ્ર ફડણવીસ
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેવેન્દ્ર ફડણવીસે પોતાનું ઘર છોડી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી વિધાયક દળની બેઠક થવાની છે. આવતીકાલે યોજાનારી આ બેઠકમાં ફ્લોર ટેસ્ટ અંગે વધુ રણનીતિ ઘડવામાં આવશે.
-
CM ઉદ્ધવ ઠાકરેનું 9:30 વાગ્યે ફેસબુક લાઈવ
ઉદ્ધવ ઠાકરે થોડી વારમાં ફેસબુક લાઈવ કરશે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે.
-
ફ્લોર ટેસ્ટ રાજ્યપાલ દ્વારા નક્કી કરેલી તારીખ 30 જૂને જ થશે: સુપ્રિમ કોર્ટ
“આવતીકાલે જ ફ્લોર ટેસ્ટ દ્વારા મહારાષ્ટ્રના રાજકરણનું ભવિષ્ય નક્કી થશે.” આવતીકાલે સવારે 11 વાગ્યે ફ્લોર ટેસ્ટ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે ફ્લોર ટેસ્ટ પર સ્ટે નહીં મૂકે.
-
સુપ્રીમ કોર્ટ અરજી પર 9 વાગે સંભળાવશે નિર્ણય
સુપ્રીમ કોર્ટે શિવસેનાના મુખ્ય દંડક સુનીલ પ્રભુ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આદેશ સુરક્ષિત રાખ્યો છે, જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને 30 જૂને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો નિર્દેશને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ 9 વાગે અરજી પર પોતાનો નિર્ણય સંભળાવશે.
-
SCના નિર્ણય બાદ બીજેપી વિધાયક દળની બેઠકમાં ભાગ લેશે ફડણવીસ
સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા ભાજપના વિધાયક દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં હજુ સુધી દેવેન્દ્ર ફડણવીસે ભાગ લીધો નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દેવેન્દ્ર ફડણવીસ હજુ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ દેવેન્દ્ર ફડણવીસ બેઠકમાં હાજરી આપશે.
-
પહેલાં ક્યારેય બન્યું નથી સ્પીકરના હાથ બાંધીને ફ્લોર ટેસ્ટ થયો હોય: સિંઘવી
સિંઘવીએ જવાબ આપતા કહ્યું કે, રાજ્યપાલ દ્વારા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી ન હતી. તેમની પાસે જે મેમોરેન્ડમ આવ્યો હતો તેની તેમના દ્વારા વેરિફાય કરવામાં આવ્યો હતો. તેમ જ તેમની તરફથી કોઈ કોશિશ થઈ ન હતી. રાજ્યપાલ ઝડપથી ફ્લોર ટેસ્ટનો આદેશ આપે છે પરંતુ સ્પીકર પર આરોપ લાગ્યો છે કે તે પોલિટિકલ છે. સિંઘવી દલીલ કરી રહ્યા છે કે ડેપ્યુટી સ્પીકરના એક હાથને પક્ષપલટા વિરોધી કાયદા દ્વારા બાંધવામાં આવ્યો છે અને બીજાને ફ્લોર ટેસ્ટ માટે કહેવામાં આવી રહ્યું છે. આવું પહેલાં ક્યારેય બન્યું નથી સ્પીકરના હાથ બાંધીને ફ્લોર ટેસ્ટ થયો હોય.
-
ગવર્નરના ફ્લોર ટેસ્ટના આદેશમાં સુપ્રીમ કોર્ટ દખલ નથી કરતી
મહેતાએ સંજય રાઉતનું નામ લીધા વિના તેમના હિંસક નિવેદનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એવી સ્થિતિ સર્જાઈ છે કે ગવર્નરે નિર્ણય લેવાની જરૂર છે. ગવર્નર થોડી રાહ જોશે. તેમણે કહ્યું કે, ગવર્નરના ફ્લોર ટેસ્ટના આદેશમાં સુપ્રીમ કોર્ટે દખલ ન કરવી જોઈએ. રાજ્યપાલે અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને ફ્લોર ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. મહેતાએ દલીલો પૂરી કરી, હવે ફરી અભિષેક મનુ સિંઘવી પ્રતિવાદીઓના તર્કોના જવાબ આપી રહ્યા છે.
-
સોલિસિટર જનરલ તુષારે નબામ રેબિયાના ચુકાદાનું આપ્યું ઉદાહરણ
સોલિસીટર જનરલ તુષાર મહેતાની શિવસેના ચીફ વ્હીપના વકીલ સિંઘવીની દલીલ સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે. તેમણે કહ્યું, નબામ રેબિયા ચુકાદો એટલા માટે આપવામાં આવ્યો કારણ કે તે સમયે સ્પીકરની ઓફિસનો પણ દુરુપયોગ થઈ શકે છે. સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવે ત્યારે તેમને અયોગ્યતાની સુનાવણી ન કરવા કહેવામાં આવ્યું હતું. તેઓ પોતે નક્કી કરી શકતા નથી કે પ્રસ્તાવ પર મત આપવાવાળા કોણ કોણ હશે.
-
સ્પીકરના પદનો દુરુપયોગ થયોઃ સોલિસિટર જનરલ
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ સ્પીકર ઓફિસનો દુરુપયોગ છે કે જ્યારે સરકાર લઘુમતીમાં આવી જાય છે ત્યારે પદનો ખોટી રીતે ઉપયોગ કરે. પ્રથમ, એવી દલીલ કરવામાં આવે છે કે તમારા આદેશે સ્પીકરને અવરોધ કર્યો નથી. તે આદેશ નથી પરંતુ કાયદો છે જેણે તેમાં અવરોધ ઉભો કર્યો છે.
-
21 જૂને જ લઘુમતીમાં આવી ગઈ ઠાકરે સરકાર: મનિંદર સિંહ
સીનિયર એડવોકેટ મનિંદર સિંહે કહ્યું, તેઓ દલીલ કરે છે કે રાજ્યપાલે મંત્રીઓની મદદ અને સલાહ વગર કામ કર્યું. ફ્લોર ટેસ્ટ માટે મંત્રીઓની મદદની જરૂર નથી. સિંહે કહ્યું કે, બહુમત સાબિત કરવા માટે ફ્લોર ટેસ્ટ લેવો એ કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. તેમણે કહ્યું કે, 21 જૂને જ્યારે ધારાસભ્યો અસંતુષ્ટ થઈ ગયા અને અંતર બનાવ્યું ત્યારે સરકાર લઘુમતીમાં આવી ગઈ. 55માંથી માત્ર 16 ધારાસભ્યોની સ્પીકરે વાત સાંભળી.
-
કોર્ટ હંમેશા ફ્લોર ટેસ્ટ કરાવવા માટે હોય છે અને મુલતવી રાખવા નહીં
શિંદે જૂથ તરફથી કૌલે કહ્યું કે અમને બળવાખોર કહેવામાં આવી રહ્યા છે જ્યારે અમે અસલી શિવસેના છીએ કારણ કે અમારી પાસે બહુમતી છે. બળવાખોર ધારાસભ્યો તરફથી સીનિયર વકીલ મનિન્દર સિંહ પણ હાજર થયા અને કહ્યું કે, કોર્ટ હંમેશા ફ્લોર ટેસ્ટ કરાવવા માટે છે અને તેને મુલતવી રાખવા માટે નથી.
-
સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શિવસેનાના કેટલા ધારાસભ્યો બળવાખોર છે
જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે શિવસેનાના કેટલા ધારાસભ્યો બળવાખોર છે, તો શિંદે જૂથના વકીલ નીરજ કિશન કૌલે કહ્યું કે, 55માંથી 39 ધારાસભ્યો છે. એનો મતલબ સ્પષ્ટ છે કે અમે શિવસેના છીએ.
-
રાજ્યપાલે શું રાજ્ય બળવાની પ્રતિક્ષા કરે? : કૌલ
કૌલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આ કેવું તર્ક છે એક વ્યક્તિ બે દિવસ પહેલા કોવિડ-19થી સાજો થયો? શું રાજ્યપાલે હમણાં જ બેસી રહેવું જોઈએ, જ્યારે તે બીમારીમાંથી સાજો થઈ ગયો છે અને રાજ્ય બળવાની પ્રતિક્ષા કરે?
-
અધ્યક્ષને પદ પરથી હટાવવાના પ્રસ્તાવની નોટિસ પેન્ડિંગ
શિંદેના વકીલ નીરજ કિશન કૌલે કહ્યું હતું કે એક અધ્યક્ષ માટે દસમી અનુસૂચિ હેઠળ અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય લેવો બંધારણીય રીતે યોગ્ય નથી, જ્યારે અધ્યક્ષને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ માટેની નોટિસ પેન્ડિંગ છે.
-
મારી જ પાર્ટીએ મને દગો આપ્યો, હું તેનાથી ખૂબ જ દુઃખી છું: ઠાકરે
મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક પર જયંત પાટીલે કહ્યું, “આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ત્રણેય પાર્ટીનો જેમણે અઢી વર્ષમાં સારું કામ કર્યું છે, તે બધાનો આભાર માન્યો છે. આવતીકાલે જો સુપ્રીમ કોર્ટ કહેશે કે વિશ્વાસ મત થશે તો નક્કી થશે કે આ બેઠક છેલ્લી છે કે નહીં. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મારી પોતાની પાર્ટીએ મને દગો આપ્યો છે, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને હું તેના માટે દુઃખી છું.
-
ખરીદી અને વેચાણ બચવા માટે સૌથી સરળ રીત છે ફ્લોર ટેસ્ટ
નીરજ કૌલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, એવી દલીલ કરવામાં આવી રહી છે કે રાજ્યપાલે મીડિયા રિપોર્ટ્સના આધારે નિર્ણય લીધો છે કે સરકાર લઘુમતીમાં આવી ગઈ છે, તેથી ફ્લોર ટેસ્ટનો નિર્દેશ આપ્યો છે. જો એમ હોય તો એમાં ખોટું શું છે? મીડિયા આ લોકતાંત્રિક વ્યવસ્થાનું અભિન્ન અંગ છે. વેપાર અને ખરીદી સહિતની તમામ વિચિત્ર સ્થિતિઓથી બચવા માટે સૌથી સરળ રીત ફ્લોર ટેસ્ટ છે અને બીજું કંઈ નથી.
-
ડેપ્યુટી સ્પીકર તરફથી અયોગ્યતાની નોટિસ મોકલવામાં આવી: કૌલ
શિંદેના વકીલ નીરજ કિશન કૌલે કહ્યું, “સરકારને જ્યારે લાગ્યું કે તે લઘુમતીમાં આવી ગઈ છે, ત્યારે તેણે ડેપ્યુટી સ્પીકરની મદદથી એયોગ્યતાની નોટિસ મોકલવાનું શરૂ કર્યું.” આના આધારે ફ્લોર ટેસ્ટ કેવી રીતે રોકવો? તેના પર કોર્ટે કહ્યું કે શું તમે કહી રહ્યા છો કે જ્યારે સરકારને લાગ્યું કે તેઓ લઘુમતીમાં આવી ગયા છે, તો તેમણે સ્પીકરનો ઉપયોગ કરીને નોટિસ મોકલવાનું શરૂ કર્યું અને આ લોકતાંત્રિક મૂલ્યો માટે ખતરનાક છે.
-
ફ્લોર ટેસ્ટ રોકવો એ લોકતંત્ર વિરુદ્ધ હશે: કૌલ
કૌલે કહ્યું, જેટલો વિલંબ તમે ફ્લોર ટેસ્ટમાં કરશો. તેટલું જ વધુ નુકસાન અને હિંસા થઈ શકે છે. આનાથી બંધારણ અને લોકતંત્રને નુકસાન થશે. તેમણે કહ્યું, હોર્સ ટ્રેડિંગ રોકવા માટે ફ્લોર ટેસ્ટ જરૂરી છે. કૌલે કહ્યું કે નબામ રેબિયા વિ અરુણાચલ કેસમાં કોર્ટે તે ધારાસભ્યોને સ્પીકર સામે અવિશ્વાસના મતમાં ભાગ લેવા પર રોક લગાવી ન હતી, જેમની સામે અયોગ્યતાનો મુદ્દો પેન્ડિંગ હતો. તેથી રાજ્ય સરકારને બહુમત પરીક્ષણ કરતા અટકાવવી એ લોકતંત્ર વિરુદ્ધ ગણાશે.
-
અમે બળવાખોર નહીં શિવસેના છીએ, એકનાથ શિંદેએ કહ્યું- કાલે દિલ્હી પહોંચીશું
ગુવાહાટીથી ગોવા જતા પહેલા શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે આવતીકાલે મુંબઈ પહોંચીને વિશ્વાસ મતમાં ભાગ લઈશું. તે પછી અમારા ધારાસભ્ય દળની બેઠક થશે અને પછી આગળની રણનીતિનો અમે નિર્ણય કરીશું. તેમણે કહ્યું, અમે બળવાખોર નથી. અમે શિવસેના છીએ અને અમે બાલાસાહેબ ઠાકરેની શિવસેનાના એજન્ડા અને વિચારધારાને આગળ લઈ જઈ રહ્યા છીએ. અમે રાજ્યની પ્રગતિ માટે કામ કરીશું.
-
સીએમને જોઈને લાગે છે તેમણે બહુમતી ગુમાવી છે: કૌલ
શિંદેના વકીલ નીરજ કૌલે કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટ કરાવવામાં આટલી અનિચ્છા દર્શાવે છે ત્યારે સ્પષ્ટ છે કે તેમણે બહુમતી ગુમાવી દીધી છે. જ્યારે અમે કોર્ટમાં આવ્યા ત્યારે અમે ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો કે અમને તમારામાં ભરોસો નથી અને તેમ છતાં અમને અયોગ્યતાની નોટિસ આપવામાં આવી હતી.
-
ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલાયું
શિંદે જૂથના બળવા વચ્ચે ઉદ્ધવ સરકારે કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેતા ઔરંગાબાદનું નામ બદલી નાખ્યું છે. હવે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે આ સમયે બળવાખોર ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી કે સરકાર આ મુદ્દે કોઈ નિર્ણય લઈ રહી નથી.
-
વિધાનસભામાં જ બહુમતી સાબિત થઈ શકે છે: કૌલ
કૌલે કહ્યું, રાજ્યપાલના નિર્ણયમાં કંઈ ખોટું નથી. રાજ્યપાલ કે રાજ્ય ભવન એ જગ્યા નથી જ્યાં બહુમતી સાબિત કરવાની હોય. બહુમતી તો વિધાનસભામાં જ સાબિત થાય છે. રાજ્યપાલે પણ આ જ વાત કહી છે. સામાન્ય રીતે પક્ષકારો ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કોર્ટમાં દોડે છે કારણ કે કોઈ અન્ય પાર્ટીને હાઇજેક કરી રહ્યું છે. અહીં ઉલટું માંગવામાં આવ્યું છે, પાર્ટી કોઈ ફ્લોર ટેસ્ટ ઇચ્છતી નથી. લોકશાહીનું પ્રાકૃતિક નૃત્ય ક્યાં થાય છે? ઘરના ફ્લોર પર. જો તમારી પાસે બહુમતી હશે તો તમે જીતશો અને જો તમારી પાસે બહુમતી નથી તો તમે હારી જશો.
-
રાજ્યપાલ તેમના વિવેકથી નિર્ણય લેવા માટે સ્વતંત્ર: કૌલ
શિંદેના વકીલ નીરજ કૌલે કહ્યું કે, આજ સુધી ફ્લોર ટેસ્ટ પર ક્યારેય રોક લગાવવામાં આવી નથી કે મુલતવી રાખવામાં આવી નથી. હંમેશા ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ રહ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલે પોતાની વિવેકનો ઉપયોગ કરીને એ વાત સુધી પહોંચી કે આ બાબત ફ્લોર ટેસ્ટની છે. તેમણે કહ્યું કે, ફ્લોર ટેસ્ટનો નિર્દેશ આપવા માટે રાજ્યપાલ તેમના વિવેકથી નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. અહીં તેઓ મંત્રીમંડળની સલાહ મુજબ કામ કરવા માટે બંધાયેલા નથી.
-
ફ્લોર ટેસ્ટ પહેલા મુંબઈમાં કલમ 144 લાગુ
ઉદ્ધવ કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ જો સુપ્રીમ કોર્ટ તેમની વિરુદ્ધ નિર્ણય આપે છે તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. ફ્લોર ટેસ્ટને લઈને મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
-
હોર્સ ટ્રેડિંગ રોકવા માટે ફ્લોર ટેસ્ટ વહેલો કરાવવો જરૂરી: કૌલ
કૌલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ફ્લોર ટેસ્ટને રોકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં હોર્સ ટ્રેડિંગ રોકવા માટે વહેલી તકે ફ્લોર ટેસ્ટની માંગ કરી છે.
-
સૌથી પહેલા તે નક્કી કરો કે અધ્યક્ષને હટાવવા કે નહીં: કૌલ
એકનાથ સિંધેના વકીલ કૌલે નબામ રેબિયાના નિર્ણયનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યાં સુધી સ્પીકરને હટાવવાનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી અયોગ્યતાનો નિર્ણય લઈ શકાય નહીં. તેમણે કહ્યું કે, સૌથી પહેલા એ નક્કી કરવું પડશે કે સ્પીકરને હટાવવા કે નહીં. તેમણે કહ્યું કે “તે અદાલતની દખલગીરીનો પ્રશ્ન નથી, તે એક પ્રશ્ન છે કે શું તમે આ બાબત સાથે વ્યવહાર કરી શકતા નથી કારણ કે તમારી ક્ષમતા પર પ્રશ્ન છે.”
-
સિંઘવીએ ઉત્તરાખંડના હરીશ રાવત કેસ વિશે પણ આપી જાણકારી
સિંઘવીએ ઉત્તરાખંડના હરીશ રાવત કેસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ફ્લોર ટેસ્ટનું નિર્દેશન કરવામાં આવ્યું હતું પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા સ્પીકર દ્વારા અયોગ્યતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. તેમણે શિવરાજ સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ)ના કેસનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં રાજીનામા દ્વારા કૃત્રિમ બહુમતી બનાવવામાં આવી હતી. તમે રાજીનામું આપો અને સરકાર પડી જશે. પછી નવી સરકાર બને છે અને તમે નવી સરકારમાં મંત્રી બનો છો. પછી તમારે 6 મહિનામાં ચૂંટાઈ આવવું પડશે. એમપીના કેસમાં હકીકતોનો મૂળભૂત અંતર છે. અધ્યક્ષને નિર્ણય લેતા રોકવામાં આવ્યા ન હતા, અયોગ્યતા બાકી હતી.
-
સિંઘવીએ શિવરાજ સિંહ ચૌહાણનો કેસનો કર્યો ઉલ્લેખ
કોર્ટમાં દલીલ કરતી વખતે સિંઘવીએ અલગ-અલગ સુપ્રીમ કોર્ટના નિર્ણયોના પણ હવાલા આપ્યા છે. તેમણે આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ કેસનો ઉલ્લેખ કર્યો. આ કેસમાં જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું તેઓ નવી સરકારમાં મંત્રી બન્યા હતા.
-
ઉદ્ધવ ઠાકરેની બેઠક છોડીને બે મંત્રીઓ આવ્યા બહાર
ઉદ્ધવ ઠાકરેની બેઠક ત્યારે ચર્ચામાં આવી જ્યારે શાળા એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડ અને કેબિનેટ મંત્રી અસલમ શેખ કેબિનેટ બેઠક માટે પહોંચ્યા હતા પરંતુ બેઠકમાં લાંબા સમય સુધી હાજર ન રહેતા અચાનક જ બહાર નીકળી ગયા હતા.
-
કલમ 361ની પ્રતિરક્ષાનો વિસ્તાર શું છે?
સિંઘવીએ કહ્યું કે, રાજ્યપાલના સમીક્ષાના અધિકાર પર કોઈ રોક નથી. આપણે એ પણ જોવું પડશે કે કલમ 361ના પ્રતિરક્ષાનો વિસ્તાર શું છે? તેઓ તેને ટાંકવા માટે બંધાયેલા છે. કલમ 361નો અર્થ એ છે કે ન્યાયાલય રાજ્યપાલને પક્ષકાર નહીં બનાવે અને તેમને નોટિસ પણ જાહેર નહીં કરે. એટલા માટે અમે સચિવને પાર્ટી બનાવવાનું ધ્યાન રાખીએ છીએ.
-
સિંઘવીએ રાજ્યપાલના નિર્ણય પર ન્યાયિક સમીક્ષાના નિર્ણયોનો કર્યો ઉલ્લેખ
સિંઘવીએ કહ્યું કે 10મી અનુસૂચિનો ઉદ્દેશ- લાલચ અથવા અન્ય સમાન વિચારોથી પ્રેરિત રાજકીય પક્ષપલટોની દુષ્ટતાને રોકવાનો છે, જે આપણા લોકશાહીના પાયાને જોખમમાં મૂકે છે. સિંઘવીએ રાજ્યપાલના નિર્ણય પર ન્યાયિક સમીક્ષાના નિર્ણયોનો ઉલ્લેખ કર્યો.
-
આ સમગ્ર પ્રક્રિયા રાજનીતિથી પ્રેરિત છે: સિંઘવી
સિંઘવીએ કહ્યું કે રાજ્યપાલ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું પણ સન્માન કરી રહ્યા નથી. તેઓને વિશ્વાસ નથી, આ આખી પ્રક્રિયા રાજનીતિથી પ્રેરિત છે. કાયદાની મજાક ઉડાવવામાં આવી રહી છે. રાજ્યપાલ હોસ્પિટલમાંથી પાછા ફરે તેના એક દિવસે પહેલા સાંજે નેતા વિરોધ પક્ષને મળે છે અને બીજા દિવસે સવારે ફ્લોર ટેસ્ટ માટે પત્રો લખે છે. આપણે આ બધી હકીકતો ધ્યાનમાં લેવી જોઈએ.
-
અમને રાજ્યપાલની સંતુષ્ટિ પર શા માટે શંકા કરવી જોઈએ : કોર્ટ
જસ્ટિસ કાંતે કહ્યું, શું તમે વિવાદ કરી રહ્યા છો કે તમારા પક્ષના 34 સભ્યોએ પત્ર પર હસ્તાક્ષર કર્યા નથી? આ અંગે સિંઘવીએ કહ્યું કે, કોઈ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી. રાજ્યપાલ એક અઠવાડિયા સુધી પત્ર રાખે છે. તે ત્યારે જ કાર્ય કરે છે જ્યારે વિપક્ષના નેતા તેમને મળે છે. આના પર જસ્ટિસ કાંતે કહ્યું કે, આપણે રાજ્યપાલના સંતુષ્ટિ પર શા માટે શંકા કરવી જોઈએ? રાજ્યપાલની દરેક કાર્યવાહી ન્યાયિક સમીક્ષાને આધીન હોય છે.
-
રાજ્યપાલે ઉતાવળમાં ફ્લોર ટેસ્ટનો નિર્ણય લીધો: સિંઘવી
સિંઘવીએ કહ્યું કે, આ લોકોને વોટ આપવા દેવાથી લોકશાહીના મૂળ કપાશે. રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે મંત્રીમંડળની સલાહ લીધી ન હતી. રાજ્યપાલે ઉતાવળમાં ફ્લોર ટેસ્ટનો નિર્ણય લીધો છે. જ્યારે કોર્ટે સુનાવણી 11મી જુલાઈ પર મુલતવી રાખી છે ત્યારે તેનું ધ્યાન રાખવું જોઈતું હતું. આ દરમિયાન સિંઘવીએ 34 બળવાખોર ધારાસભ્યો દ્વારા રાજ્યપાલને આપેલો પત્ર વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું કે, આ સુપ્રીમ કોર્ટના નિર્ણયો મુજબ સભ્યપદ છોડવા બરાબર છે.
-
રાજ્યપાલ, સીએમ અને મંત્રીપરિષદને બદલે ફડણવીસના ઈશારે કરે છે કામ
અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીપરિષદને બદલે ફડણવીસના ઈશારે અને સલાહ પર કામ કરી રહ્યા છે. સિંઘવીએ કહ્યું કે, જે ગૃહનો સભ્ય નથી, તેને પોતાનો મત કેવી રીતે આપી શકાય. રસ્તા પરથી કોઈ પણ વ્યક્તિને ઊઠાવીને ફ્લોર ટેસ્ટમાં સામેલ કરી શકાય નહિ.
-
રાજ્યપાલે સત્ર બોલાવતા પહેલા સલાહ લીધી ન હતી: સિંઘવી
સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે અયોગ્યતાનો ઉકેલ આવે તે પહેલાં આ ધારાસભ્યોને તેમના મત આપવા દેવા જોઈએ નહીં. આ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. દસમી અનુસૂચિની આ જોગવાઈઓ વધુ સ્પષ્ટ અને કડક હોવી જોઈએ. સિંઘવીએ કહ્યું કે, રાજ્યપાલે સત્ર બોલાવતા પહેલા સીએમ કે કેબિનેટની સલાહ લીધી ન હતી, જ્યારે તેમણે પૂછવું જોઈતું હતું.
-
2 ફ્લોર ટેસ્ટ વચ્ચે 6 મહિનાનું અંતર હોવું જોઈએ – સિંઘવી
સિંઘવીએ કહ્યું કે અયોગ્યતાનું સમાધાન થયા વિના ફ્લોર ટેસ્ટ યોજી શકાય નહીં. કોર્ટે અયોગ્યતા મુદ્દે સુનાવણી 11 જુલાઈ પર મુલતવી રાખી છે. તે પહેલા ફ્લોર ટેસ્ટ ખોટો છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું ફ્લોર ટેસ્ટ ક્યારે થઈ શકે તે અંગે કોઈ નિયમ છે. આ અંગે સિંઘવીએ કહ્યું કે, 2 ફ્લોર ટેસ્ટમાં સામાન્ય રીતે 6 મહિનાનો તફાવત હોય છે. તેથી ફ્લોર ટેસ્ટ હવે થોડા દિવસો માટે મુલતવી રાખવી જોઈએ. સિંઘવીએ કહ્યું કે, 21 જૂને જ આ ધારાસભ્યો અયોગ્ય ઠર્યા છે. તેના પર કોર્ટે કહ્યું કે, જો સ્પીકરે અત્યાર સુધી આ જ નિર્ણય લીધો હોત તો સ્થિતિ અલગ હોત.
-
અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં કરી દલીલો
સુપ્રીમ કોર્ટે પૂછ્યું, અયોગ્યતાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, જે અમે નક્કી કરીશું કે નોટિસ યોગ્ય છે કે નહીં? પરંતુ આ ફ્લોર ટેસ્ટને કેવી રીતે અસર કરે છે? આ વિશે સિંઘવીએ કહ્યું કે, જો તે સભ્ય નથી તો મતદાન કેવી રીતે કરી શકે? સિંઘવીએ કહ્યું, અયોગ્યતા અંગે નિર્ણય જો સ્પીકર લે છે અને ગેરલાયક ઠરે છે, તો નિર્ણય 21/22 જૂનથી અમલમાં આવશે. જ્યારે તેઓએ નિયમોનો ભંગ કર્યો છે. તે દિવસથી તેમને વિધાનસભાના સભ્ય ગણવામાં આવશે નહીં.
-
સુપ્રીમ કોર્ટે પૂછ્યું, જે ધારાસભ્યોને ગેરલાયકાતની નોટિસ આપવામાં આવી છે તેમનું શું થશે?
સિંઘવીએ કહ્યું, ફ્લોર ટેસ્ટ વિના જે ધારાસભ્યોને ગેરલાયકાતની નોટિસ આપવામાં આવી છે તેમનું શું થશે, ફ્લોર ટેસ્ટ કેવી રીતે થઈ શકે? તેના પર સિંઘવીએ કહ્યું કે, બધા જાણે છે કે કોર્ટે મામલો પેન્ડિંગ રાખ્યો છે. ધારો કે 11મી તારીખે કોર્ટ ડેપ્યુટી સ્પીકર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દે અને તે પછી સ્પીકર તે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે તો પછી શું થશે?
-
કોંગ્રેસના બે ધારાસભ્યો દેશની બહાર: સિંઘવી
શિવસેનાની અરજી પર સુનાવણી કરતી વખતે અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી કહ્યું, ફ્લોર ટેસ્ટ વિશે આજે ખબર પડી, રાજ્યપાલે તેના પર ઝડપથી કાર્યવાહી કરી, કેટલાક ધારાસભ્યોને કોરોના થયો છે અને 2 દેશની બહાર છે. સિંઘવીએ કહ્યું કે, બહુમત જાણવા માટે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે છે. કોણ વોટ આપવા લાયક છે અને કોણ નથી તેની અવગણના કરી શકાય નહીં.
-
સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
રાજ્યપાલ તરફથી વાત કરવા માટે સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, જ્યારે શિવસેના તરફથી વરિષ્ઠ વકીલો પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તેનો સુપ્રીમ કોર્ટ થોડીવારમાં પોતાનો નિર્ણય આપશે.
-
NCPના બે ધારાસભ્યો કોરોના પોઝિટિવઃ અભિષેક મનુ સિંઘવી
શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. શિવસેના તરફથી વાત કરતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આજે જ અમને ફ્લોર ટેસ્ટ વિશે માહિતી મળી છે. NCPના બે ધારાસભ્યો કોરોના પોઝિટિવ છે.
-
ગુવાહાટીથી ગોવા જવા રવાના થયા મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો
શિંદે જૂથના ધારાસભ્યો ગોવા જવા માટે ગુવાહાટી હોટલથી એરપોર્ટ પહોંચ્યા છે. બાબતની ગંભીરતાને જોતા ગોવા એરપોર્ટ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ધારાસભ્યોને રહેવા માટે ગોવાની એક ફાઈવ સ્ટાર હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ગોવાના તમામ ધારાસભ્યો આવતીકાલે મુંબઈ જવા રવાના થઈ શકે છે.
-
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કેબિનેટ બેઠક માટે મંત્રાલય પહોંચ્યા
કેબિનેટની બેઠક માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માતોશ્રીથી મંત્રાલય પહોંચ્યા છે. તેમની સાથે આદિત્ય ઠાકરે પણ હાજર છે.
-
ઉદ્ધવ ઠાકરે કેબિનેટ બેઠક માટે માતોશ્રીથી રવાના થયા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે તેમના નિવાસસ્થાનેથી નીકળી ગયા છે. તેમની સાથે અનિલ પરબ અને આદિત્ય ઠાકરે પણ હાજર છે.
-
અયોગ્યતાનો મુદ્દો સીધો ફ્લોર ટેસ્ટના મુદ્દા સાથે જોડાયેલો છે
શિવસેના દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને તેમની મંત્રીપરિષદની સલાહ લીધા વિના ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે જે સંપૂર્ણ રીતે ખોટું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અયોગ્યતાનો મુદ્દો સીધો ફ્લોર ટેસ્ટના મુદ્દા સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં આવતીકાલે ફ્લોર ટેસ્ટ બોલાવવાનો રાજ્યપાલ પાસે કોઈ આધાર નથી. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા સંબંધિત બાબતને પહેલા જ ફ્રીજ કરી દીધી છે.
-
મહારાષ્ટ્રમાં કાલે ફ્લોર ટેસ્ટ થશે કે નહીં, કોર્ટ જલ્દી જ કરશે નિર્ણય
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને આવતીકાલે વિધાનસભાના વિશેષ સત્રમાં બહુમત સાબિત કરવા કહ્યું છે. રાજ્યપાલના આ જ આદેશમાં કોર્ટમાં આજે સાંજે પાંચ વાગ્યે ચુકાદો સંભળાવવામાં આવશે. કોર્ટ નક્કી કરશે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે કે નહિ. એવા સમાચાર મળ્યા છે કે સીએમ ઉદ્ધવ ઠાકરેએ સાંજે પાંચ વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે.
-
બળવાખોર ધારાસભ્યો કામાખ્યા મંદિરની મુલાકાત લીધા બાદ રેડિસન હોટેલ પરત ફર્યા
છેલ્લા એક સપ્તાહથી ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં રોકાયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો આજે માતા કામાખ્યા મંદિરના દર્શન કરવા ગયા હતા. જે બાદ તેઓ હોટલમાં પાછા આવ્યા હતા.
#WATCH | Assam: Rebel Maharashtra MLAs return to Radisson Blu Hotel in Guwahati after visiting Kamakhya Temple here. pic.twitter.com/IK2ApMWfdS
— ANI (@ANI) June 29, 2022
-
ગોવા એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત
ગુવાહાટીમાં બેઠેલા શિંદે જૂથના તમામ ધારાસભ્યો આજે ગોવા જવા માટે રવાના થવાના છે. આ સ્થિતિને જોતા ગોવા એરપોર્ટ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહેવાલ છે કે તમામ ધારાસભ્યો ત્યાંની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવાના છે. ત્યાંથી આવતીકાલે બધા મુંબઈ જવા રવાના થઈ શકે છે.
-
ગુવાહાટીથી કોઈ પણ સમયે જઈ શકે છે ધારાસભ્યો
ગુવાહાટીમાં બેઠેલા શિંદે જૂથના ધારાસભ્યો આજે ગોવા આવવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે હવે તે ગમે ત્યારે ગોવા જવા રવાના થઈ શકે છે. તમામ ધારાસભ્યોએ હોટલમાં પોતાનું પેકિંગ પૂરું કરી લીધું છે હવે તેઓ ગમે તે સમયે જઈ છે.
-
બળવાખોર જૂથના 20 ધારાસભ્યો અમારા સંપર્કમાં: વિનાયક રાઉત
ઉદ્ધવ કેમ્પના નેતા વિનાયક રાઉતે માતોશ્રીમાંથી બહાર આવતી વખતે કહ્યું કે મહારાષ્ટ્રમાં આગળ શું થવાનું છે તે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિર્ભર છે. તેમના કહેવા મુજબ હજુ પણ બળવાખોર જૂથના 18 થી 20 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.
-
મને એક પત્ર મળ્યો જેમાં બાલાસાહેબનું અપમાન કર્યું હતું: શિવસેનાના નેતા કિશોરી પેડનેકર
શિવસેનાના નેતા કિશોરી પેડનેકરે આરોપ લગાવ્યો છે કે તેમને મોકલવામાં આવેલા પત્રમાં શિવસેનાના નેતા બાલાસાહેબ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. તેણે કહ્યું મને સવારે 11 વાગ્યે પત્ર મળ્યો. મેં પત્ર ખોલતાની સાથે જ જોયું કે તેમાં એક ચિત્ર બનાવવામાં આવ્યું છે અને બાલાસાહેબને અપમાનિત કરવામાં આવ્યા છે. આ સિવાય ઉદ્ધવ ઠાકરેને પણ અપમાનિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, જોવાનું રહેશે કે આમાં કોનો હાથ છે. આ વિશે અમે પોલીસમાં ફરિયાદ કરી છે. તેમણે કહ્યું, ગમે તે થાય અમે શિવસેનાના પક્ષમાં વાત કરીશું.
-
એકનાથ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેની રેલી
એક તરફ બળવાખોર નેતા એકનાથ શિંદે કાલે તેમના સમર્થક ધારાસભ્યો સાથે મુંબઈ આવશે, તો બીજી તરફ તેમના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે આજે મુંબઈમાં પોતાનું શકિત પ્રદર્શન કરી રહ્યા છે. થોડા સમય પછી તે કલવાથી દિવા સુધી રેલી કાઢશે.
-
ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસના નેતાઓની બેઠક, રણનીતિ પર ચર્ચા
આવતીકાલે ફ્લોર ટેસ્ટ પહેલા તેમની રણનીતિ વિશે ચર્ચા કરવા માટે મુંબઈમાં કોંગ્રેસના નેતાઓની એક બેઠક ચાલી રહી છે. પાર્ટીના નેતાઓમાં અશોક ચવ્હાણ, નાના પટોલે, બાળાસાહેબ થોરાટ, સુનીલ કેદાર, ચરણ સિંહ સપરા અને નિતિન રાઉતનો સમાવેશ થાય છે.
Ahead of the floor test tomorrow, a meeting of Congress leaders underway in Mumbai to discuss their strategy.
Party leaders incl Ashok Chavan, Nana Patole, Balasaheb Thorat, Sunil Kedar, Charan Singh Sapra & Nitin Raut, present.#MaharashtraPolitcalCrisis
— ANI (@ANI) June 29, 2022
-
સીએમ ઉદ્ધવે સાંજે 5 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી
મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર પર મંડરાતા રાજકીય સંકટ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ સાંજે 5 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે.
Maharashtra CM Uddhav Thackeray to chair the cabinet meeting at 5 pm today: CMO
— ANI (@ANI) June 29, 2022
-
ફડણવીસે રાજ ઠાકરેને કર્યો ફોન
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરેને ફોન કર્યો છે. રાજ ઠાકરેની પાર્ટી MNS પાસે વિધાનસભામાં એક ધારાસભ્ય છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય રાજુ પાટીલનું સમર્થન માંગવામાં આવ્યું છે.
-
બળવાખોર ધારાસભ્યોનું ગોવા જવા પર પણ સસ્પેન્સ
બળવાખોર ધારાસભ્યો કામાખ્યા મંદિરના દર્શન કરીને ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પરત ફર્યા છે. પરંતુ આજે તેમના ગોવા જવા પર સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. લોકોની નજર હવે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર ટકેલી છે. આ લોકો કયા સમયે ગોવા જશે, તે હજુ જાણી શકાયું નથી.
-
અમે કાલે મુંબઈ પહોંચીશું, 50 ધારાસભ્યો અમારી સાથે છે : એકનાથ શિંદે
ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું કે અમે કાલે મુંબઈ પહોંચીશું. 50 ધારાસભ્યો અમારી સાથે છે. અમારી પાસે 2/3 બહુમતી છે. અમે કોઈપણ ફ્લોર ટેસ્ટ વિશે ચિંતિત નથી. અમે બધું પાસ કરીશું અને અમને કોઈ રોકી શકશે નહીં. લોકતંત્રમાં બહુમતી મહત્વની છે અને આપણી પાસે તે છે.
“We will reach Mumbai tomorrow. 50 MLAs are with us. We’ve 2/3 majority. We are not worried about any floor test. We will pass all things and no one can stop us. In democracy majority matters and we’re having that” says Rebel Shiv Sena MLA Eknath Shinde in Guwahati pic.twitter.com/cEmwwdICgZ
— ANI (@ANI) June 29, 2022
-
NCP નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ ફ્લોર ટેસ્ટમાં આપી શકે છે હાજરી
NCP નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ, જેઓ જેલમાં બંધ છે. તેઓ આવતીકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવા માટે પરવાનગી મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં જશે.
NCP leaders Nawab Malik and Anil Deshmukh, who are lodged in jail, move Supreme Court seeking permission to attend the floor test in Maharashtra tomorrow.
Supreme Court agrees to hear their plea today evening.
(file pics) pic.twitter.com/0YC0cClLPh
— ANI (@ANI) June 29, 2022
-
આ માત્ર અન્યાય જ નથી, પરંતુ ભારતીય બંધારણની મજાક : સંજય રાઉત
રાજ્યપાલ કોશ્યારીએ વિધાનસભાનુ વિશેષ સત્ર બોલાવતા સંજય રાઉત આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.તેણે ટ્વિટ કરીને લખ્યું કે,16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં ઓછો સમય આપવામાં આવ્યો હતો, તેથી કોર્ટ ધારાસભ્યોને 11 જુલાઈ સુધી તેમનો પક્ષ રજૂ કરવા માટે સમય આપ્યો છે અને રાજ્ય વિધાનસભાનું સત્ર એક દિવસમાં બોલાવવામાં આવે છે. આ માત્ર અન્યાય જ નથી પરંતુ ભારતીય બંધારણની મજાક પણ છે.
16 विधायकों के अपात्रता के मामले में. दिन की कम मोहलत दी गई इसलिए कोर्ट विधायकों को 11 जुलाई तक अपना पक्ष रखने का समय देता है और राज्य विधानसभा का सत्र एक दिन में बुलाया जाता है। यह न केवल अन्याय है, बल्कि भारतीय संविधान का उपहास भी है।@PMOIndia @MamataOfficial @BSKoshyari pic.twitter.com/Eoloq6GzMo
— Sanjay Raut (@rautsanjay61) June 29, 2022
-
ગુવાહાટીથી રવાના બળવાખોર ધારાસભ્યો
કામખ્યા મંદિર જવા ગુવાહાટીની હોટેલમાંથી બળવાખોર ધારાસભ્યો રવાના થયા છે.મંદિરમાં દર્શન કર્યા બાદ શિંદે જૂથ ગોવા જાય તેવી શક્યતા છે.
-
બળવાખોર ધારાસભ્ય ગુલાબરાવ પાટીલનો મોટો દાવો
બળવાખોર શિવસેના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે ફ્લોર ટેસ્ટ અંગે કહ્યું કે, લોકો અમારી સાથે છે અને અમે આવતીકાલે ફ્લોર ટેસ્ટ જીતીશું અને સરકાર બનાવીશું.
People are with us and we will win the floor test tomorrow and will form the government. There is no need to worry: Rebel Shiv Sena MLA Gulabrao Patil at the Radisson Blu Hotel in Guwahati#MaharashtraPolitcalCrisis pic.twitter.com/c59VsMkbKw
— ANI (@ANI) June 29, 2022
-
બળવાખોર ધારાસભ્યોએ આસામના પૂરથી પ્રભાવિત લોકોને કરી સહાય
શિવસેનાના વિધાનસભ્યો અને સહયોગીઓ પૂરથી પ્રભાવિત થયેલા લોકોને મદદ કરવા માટે આસામના મુખ્યમંત્રીના રાહત ફંડમાં 51 લાખ રૂપિયા આપશે.મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી શિંદે અન્ય ધારાસભ્યો સાથે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં કેમ્પ કરી રહ્યા છે.
“Shiv Sena MLAs & allies have decided to contribute Rs 51 lakhs to the Assam CM’s relief fund to help the flood-affected people,” tweets Rebel Shiv Sena MLA Eknath Shinde
For the last few days, Shinde along with other MLAs are camping at the Radisson Blu Hotel in Guwahati pic.twitter.com/JUWI4p1XhT
— ANI (@ANI) June 29, 2022
-
દેવેન્દ્ર ફડણવીસે બોલાવી બેઠક
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે બપોરે મુંબઈમાં તેમના નિવાસસ્થાને ભાજપના નેતાઓની બેઠક બોલાવી છે.
Former Maharashtra Chief Minister and leader of opposition Devendra Fadnavis has called a meeting of BJP leaders at his residence in Mumbai this afternoon
(File pic) pic.twitter.com/2Kfc3HtSNG
— ANI (@ANI) June 29, 2022
-
શિવસેનાના ધારાસભ્યોને મુંબઇ પહોંચવા આદેશ
રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ પણ પોતાના ધારાસભ્યોને મુંબઇ પહોંચવા આદેશ કર્યો છે.શિવસેનાના તમામ ધારાસભ્યોને સાંજે 6 વાગ્યા સુધી મુંબઇ પહોંચવા સૂચના આપવામાં આવી છે.શિવસેનાએ પોતાના ધારાસભ્યો માટે ટ્રાઇડેંટ હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ કરી છે.ત્યારે ફ્લોર ટેસ્ટ પહેલા મહારાષ્ટ્રની રાજનીતિમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે.હવે આ રાજકીય ઉથલપાથલ ક્યાં જઇને અટકે છે તેના પર સૌની નજર મંડારાઈ રહી છે.
-
શિવસેનાની અરજી પર 5 વાગ્યે સુનાવણી
ફ્લોર ટેસ્ટની જાહેરાત બાદ શિવસેનાએ સુપ્રીમનું શરણે છે.શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલની ફ્લોર ટેસ્ટની અરજીને સુપ્રીમમાં પડકારીને વહેલીતકે સુનાવણીની માગ કરી હતી.ત્યારે સુપ્રીમે અરજીને માન્ય રાખી છે.માહિતી મુજબ આજે 5 વાગે સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી પર સુનાવણી કરવામાં આવશે.
-
મુંબઈમાં બેઠકોનો દોર યથાવત
રાજ્યપાલ કોશ્યારીએ ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યા બાદ મુંબઈમાં રાજકીય હલચલ વધી ગઈ છે. ભાજપના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચી રહ્યા છે. જ્યારે NCP પ્રમુખ શરદ પવારની પણ પાર્ટી નેતાઓ સાથે બેઠક ચાલી રહી છે.
-
રાજકીય ઘટના ક્રમમાં નવો વળાંક
ફ્લોર ટેસ્ટની જાહેરાત બાદ શિવસેનાએ સુપ્રીમનું શરણ લીધું છે.શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલની ફ્લોર ટેસ્ટની અરજીને સુપ્રીમમાં પડકારી છે.તો ફ્લોર ટેસ્ટ મુદ્દે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.શિવસેના નેતા સંજય રાઉતે વિરોધીઓ પર પ્રહાર કર્યો છે.અને મહારાષ્ટ્રમાં લોકતંત્રના ધજાગરા ઉડી રહ્યાનું નિવેદન કર્યું છે.સાથે જ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટને દખલ કરવા પણ અનુરોધ કર્યો છે.મહત્વપૂર્ણ છે કે ગઇકાલ રાત્રે ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને ફ્લોર ટેસ્ટની માગ કરી હતી.જે બાદ રાજ્યપાલે પણ આવતીકાલે ફ્લોર ટેસ્ટની જાહેરાત કરી છે.ત્યારે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા હવે રાજકીય ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે.
-
ફ્લોર ટેસ્ટ વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
રાજ્યપાલના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ શિવસેનાના ચીફ વ્હીપ સુનિલ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
Shiv Sena Chief Whip Sunil Prabhu moves Supreme Court challenging Maharashtra Governor Bhagat Singh Koshyari’s direction to #Maharashtra CM Uddhav Thackeray to prove his majority support on the floor of the House on June 30. pic.twitter.com/aRzw4t504B
— ANI (@ANI) June 29, 2022
-
શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીથી જઈ શકે છે ગોવા
ગુવાહાટીમાં ધામા નાખેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો આજે ગોવા રવાના થઈ શકે છે. ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે આ ધારાસભ્યો આજે ગોવા આવશે અને રાત્રી રોકાણ કરી શકશે.માહિતી મુજબ ગોવામાં તાજ હોટલમાં 71 રૂમ બુક કરવામાં આવ્યા છે.
-
શિવસેના સુપ્રીમ કોર્ટમાં જશે : સંજય રાઉત
ફ્લોર ટેસ્ટના આદેશ બાદ સંજય રાઉતનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું શિવસેના સુપ્રીમ કોર્ટમાં જશે.કારણ કે અમને સુપ્રીમ પર પુરો ભરોસો છે.
#Maharashtra Governor orders floor test, Supreme court should interfere says #SanjayRaut #TV9News pic.twitter.com/KWO0mVuOMx
— Tv9 Gujarati (@tv9gujarati) June 29, 2022
-
ફલોર ટેસ્ટના આદેશ બાદ રાજકીય પક્ષોમાં હલચલ તેજ
મહારાષ્ટ્ર વિધાનસભામાં ફલોર ટેસ્ટના આદેશ બાદ રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની છે. ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ધારાસભ્યોની 12 કલાકે માતોશ્રી ખાતે બેઠક બોલાવી છે. મહારાષ્ટ્રમાં હાજર તમામ શિવસેના ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા ઉદ્ધવ ઠાકરેએ આદેશ કર્યો છે.તો બીજી તરફ ભાજપના તમામ ધારાસભ્યોને પણ મુંબઈમાં બોલાવવામાં આવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી શકે છે.
-
EXCLUSIVE : ઉદ્ધવ સરકાર કોર્ટમાં જાય તેવી શક્યતા
મહાવિકાસ અઘાડી સરકાર કોર્ટમાં જાય તેવી શક્યતા છે.તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ CM પૃથ્વીરાજ ચવ્હાણે tv9ને આ અંગે માહિતી આપી છે.
-
એકનાથ શિંદેનું કામાખ્યા મંદિરમાં સ્વાગત
આસામના કામાખ્યા મંદિર પ્રબંધન સમિતિએ એકનાથ શિંદેનું સ્વાગત કર્યું.
Kamakhya Temple management committee welcomed rebel Shiv Sena leader Eknath Shinde in Guwahati, Assam pic.twitter.com/3qYxkI03Qn
— ANI (@ANI) June 29, 2022
-
ગૃહની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ થશે
30જુનના રોજ ગૃહની કાર્યવાહી જીવંત પ્રસારિત થશે અને તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
-
વિધાનસભા બહાર પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે
આ વિશેષ સત્રમાં મતદાન પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા વિધાનસભાની અંદર અને બહાર સુરક્ષા કર્મીઓને તહેનાત કરવામાં આવશે.
-
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યુ
રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ફ્લોર ટેસ્ટ પણ કરવામાં આવશે, જેમાં ઉદ્ધવ ઠાકરેએ બહુમતી સાબિત કરવી પડશે. આ દરમિયાન એકનાથ શિંદે જૂથના તમામ ધારાસભ્યો આવતીકાલે સવારે મુંબઈ પહોંચી રહ્યા છે.માહિતી મુજબ વિધાનસભાની કાર્યવાહી દરમિયાન વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
Maharashtra Governor Bhagat Singh Koshyari has written to state Assembly secretary to convene a special session of the State Assembly on June 30, with the only agenda of a trust vote against CM Uddhav Thackeray pic.twitter.com/9M5htIIE9R
— ANI (@ANI) June 29, 2022
-
રાજ્યપાલ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર
રાજ્યપાલ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરને પત્ર લખી બહુમત સાબિત કરવા જણાવ્યુ છે.
-
આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે
આવતીકાલે એટલે કે 30 જુનના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યુ છે.જેમાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે.મળતી માહિતી મુજબ એકનાથ શિંદે સહિત બળવાખોર ધારાસભ્યો પણ આ ફ્લોર ટેસ્ટમાં હાજર રહેશે.
-
બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી હોટલથી રવાના
બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી હોટલથી રવાના થયા છે.તેઓ આસામના કામાખ્યા મંદિરમાં બળવાખોર ધારાસભ્યો પુજા-અર્ચના કરશે.
-
મહારાષ્ટ્ર કોંગ્રેસના ચીફ અતુલ લોંધેએ નકલી પત્ર જાહેર કરનાર સામે કડક કાર્યવાહીની કરી માગ
મહારાષ્ટ્ર કોંગ્રેસના ચીફ સ્પોક્સ અતુલ લોંધેએ નકલી પત્ર અંગે ટ્વિટ કરીને કહ્યું કે, “અમે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલને આ નકલી પત્ર જાહેર કરનાર વ્યક્તિ સામે પગલાં લેવાની માંગ કરીએ છીએ. આમાં બંધારણીય સંસ્થા અને રાજ્યપાલનો દુરુપયોગ થતો હોય તેવું લાગી રહ્યુ છે.”
“We demand Maharashtra Home Minister Dilip Walse Patil take action against the person who has released this fake letter. The constitutional institution, Governor seem to be misused,” tweets Maharashtra Congress’s chief spox Atul Londhe on fake letter pic.twitter.com/WXw0WqKsSE
— ANI (@ANI) June 28, 2022
-
ભાજપના અનેક નેતાઓ દેવેન્દ્ર ફડણવીસના ઘરેથી રવાના
મહારાષ્ટ્ર બીજેપી ચીફ ચંદ્રકાંત પાટીલ, પ્રવીણ દરેકર અને અન્ય પાર્ટીના નેતા પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસના ઘરેથી રવાના થયા.
Mumbai | Maharashtra BJP chief Chandrakant Patil, Pravin Darekar, and others leave from party leader and former Maharashtra CM Devendra Fadnavis’ residence#MaharashtraPoliticalCrisis pic.twitter.com/kIvloLMSyc
— ANI (@ANI) June 28, 2022
-
ફ્લોર ટેસ્ટ અંગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો પત્ર નકલી : રાજભવન
મહારાષ્ટ્ર રાજભવન દ્વારા 30 જૂને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો સોશિયલ મીડિયા પર ફરતો પત્ર નકલી હોવાની પુષ્ટિ કરી છે.
-
દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સાથે કરી મુલાકાત
દિલ્હીથી પરત ફર્યા બાદ તરત જ BJP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે રાત્રે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.
Published On - Jun 29,2022 6:41 AM